________________
सूत्र - १८-१९-२०, चतुर्थ किरणे
२०७ स्वयोग्येति । यदुदयादात्मा स्वस्वयोग्याः पूर्वोदिताः पर्याप्तीः प्राप्नोति तत्पर्याप्तनामकर्मेत्यर्थः । स्वयोग्यपर्याप्तिनिर्वर्तनशक्तिसम्पादकत्वे सति कर्मत्वं लक्षणार्थः । स्वयोग्यायाः पर्याप्तेः पूर्णतानिर्वर्तिका याश्शक्तयः पर्याप्तिसंज्ञास्तासां सम्पादकमित्यर्थः । स्वयोग्यपर्याप्त्यात्मकशक्तिसम्पादकत्वे सति कर्मत्वस्यापर्याप्तनामकर्मणि सत्त्वादतिव्याप्तिरतः पर्याप्तिनिर्वर्तनेति शक्तेविशेषणम्, अपर्याप्तानामपि पर्याप्तयो भवन्ति, परन्तु परिपूरिमतां नासादयन्ति, अपर्याप्ता एव ते म्रियन्त इति न दोषः । अस्यापि स्थिती पञ्चेन्द्रियवदेव ॥
पर्याप्तनामभन डे छભાવાર્થ- સ્વયોગ્ય પર્યાપ્તિની સંપાદનશક્તિ સંપાદક કર્મ ‘પર્યાપ્તનામ.” વિવેચન- જેના ઉદયથી આત્મા પોતપોતાને યોગ્ય પૂર્વકથિત પર્યાપ્તિઓને પામે છે, તે પર્યાપ્તનામકર્મ એવો અર્થ સમજવો. પોતાને યોગ્ય પર્યાપ્તિની સર્જનની શક્તિસંપાદકત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણનો अर्थ छ.
પોતાને યોગ્ય પર્યાપ્તિની પૂર્ણતા-સમાપ્તિ કરનારી જે શક્તિઓ પર્યાપ્તિ સંજ્ઞાવાળી છે, તે શક્તિઓનું સંપાદક કર્મ- આવો અર્થ છે. સ્વયોગ્ય પર્યાપ્તિ રૂપ શક્તિસંપાદકત્વ વિશિષ્ટ કર્મત્વ અપર્યાપ્તનામકર્મમાં (કરણપર્યાપ્ત) હોવાથી અતિવ્યાપ્તિ છે. આ અતિવ્યાપ્તિના વારણ માટે પર્યાપ્તિનિર્વર્તન આ પ્રમાણે શક્તિનું વિશેષણ આપેલ છે. અપર્યાપ્ત જીવોને પણ પર્યાપ્તિઓ હોય છે. પરંતુ આહાર-શરીર-ઇન્દ્રિયને છોડી સર્વની) જેટલી પર્યાપ્તિઓ હોય છે, તેટલીની સમાપ્તિને તે જીવો પામતા નથી. એટલું જ નહિ પણ સર્વ પૂર્ણ કર્યા સિવાય (લબ્ધિ) અપર્યાપ્ત હોતા જ તે જીવો મરે છે એથી દોષ નથી. अथ प्रत्येकनामकर्म वक्ति
प्रतिजीवं प्रतिशरीरजनकं कर्म प्रत्येकनाम । २० । प्रतिजीवमिति । जीवं जीवं प्रतीत्यर्थः, तथा च प्रतिजीवं भिन्नभिन्नशरीरनिर्वर्तकत्वे सति कर्मत्वं लक्षणम् । भिन्नभिन्नेति पदन्तु साधारणनामकर्मणि व्यभिचारवारणाय । तस्योदयो नारकामरमनुष्यद्वीन्द्रियादिषु पृथिव्यादिषु कपित्थादिवृक्षेषु च, कपित्थादिवृक्षाणां मूलस्कंधादौ प्रत्येकमसंख्येयजीवत्वेऽपि शरीराणामन्यान्यत्वान्न कोऽपि विरोधः । पञ्चेन्द्रियवत्परा जघन्या च स्थितिः ॥
પ્રત્યેકનામકર્મ જણાવે છેભાવાર્થ- દરેક જીવને જુદું જુદું શરીર આપવામાં કારણભૂત કર્મ ‘પ્રત્યેકનામ. વિવેચન- પ્રત્યેક જીવને પૃથક પૃથફ શરીરના સર્જનમાં કારણભૂત કર્મત્વ, એ લક્ષણ છે.