________________
२०६
तत्त्वन्यायविभाकरे
बादरनामाह
चक्षुर्वेधशरीरप्रापकं कर्म बादरनाम । १८ । अत्र चक्षुर्वेद्यत्वं नाम स्थूलतापरिणामो विवक्षितः, तथा च यस्योदयात् पृथिव्यादेरेकैकस्य जन्तुशरीरस्य चक्षुर्ग्राह्यत्वाभावेऽपि बहूनां समुदाये स्थूलत्वपरिणामभावाच्चक्षुषा ग्रहणं भवति तद्वादरनामेति भावः । सूक्ष्मनामकर्मादावतिव्याप्तिवारणाय चक्षुर्वेद्येति । चक्षर्ग्रहणयोग्यशरीरनिर्वर्तकत्वे सति कर्मत्वं लक्षणार्थस्तेन पृथिव्यादिशरीराणां प्रत्येक चक्षुर्वेद्यत्वाभावेऽपि स्थूलत्वपरिणामयोग्यत्वान्नाव्याप्तिः । विशुद्धावधिवेद्यशरीरप्रापकसूक्ष्मनामकर्मण्यतिव्याप्तिवारणाय चक्षुरिति । अस्य स्थिती पञ्चेन्द्रियवत् ।।
બાદરનામકર્મને જણાવે છે. ભાવાર્થ- ચક્ષુથી ગ્રહણયોગ્ય શરીરની પ્રાપ્તિમાં કારણભૂત કર્મ બાદરનામ.' વિવેચન- અહીં ચક્ષુર્વેદ્યત્વ એટલે સ્થૂલતા પરિણામ વિવક્ષિત છે. તથાચ જે બાદરનામકર્મના ઉદયથી બાદર એવા પણ પૃથ્વી આદિ એક એક (સંખ્યાત સંખ્યાવાળા) એવા પૃથિવી-પાણી-વાયુતેજ-વનસ્પતિ રૂપ જંતુના શરીરો ચક્ષુથી ગ્રાહ્ય નહિ હોવા છતાંય, (અસંખ્યાત સંખ્યાવાળા) ઘણા બાદરપૃથ્વી સમુદાયમાં સ્થૂલતા પરિણામ હોવાથી ચક્ષુથી ગ્રહણયોગ્ય બને છે. તે બાદરનામ છે- એમ ભાવ સમજવો.
પદકૃત્ય- સૂક્ષ્મનામકર્મ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ચક્ષુર્વેદ્ય આ પ્રમાણેનું પદ મૂકેલ છે. અર્થાત્ ચક્ષુથી ગ્રહણયોગ્ય શરીરકારકત્વ વિશિષ્ટ કર્મત્વ, લક્ષણનો અર્થ, તેથી દરેક-સંખ્યાત સંખ્યાવાળા પૃથ્વી આદિ શરીરોનું ચક્ષુથી ગ્રહણયોગ્યપણાનો અભાવ છતાં ભૂલતા પરિણામની યોગ્યતા હોવાથી અવ્યાપ્તિ નથી. (આ કર્મ જીવવિપાકી છતાં શરીરપુદ્ગલોમાં અભિવ્યક્તિને દર્શાવે છે. જીવવિપાકી કર્મનું શરીરમાં સ્વશક્તિનું પ્રકટ અસંગત છે એમ નહિ બોલવું, કેમ કે-જીવવિપાકી એવા ક્રોધ આદિના પણ કુપિતનના શરીરમાં ભવાં ચઢાવવાં વગેરે રૂપ ચિહ્નો દેખાય છે. કર્મશક્તિ વિચિત્ર છે.)
વિશુદ્ધ અવધિજ્ઞાન શેય શરીરપ્રાપ્તિમાં કારણભૂત સૂક્ષ્મનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ચક્ષુથી ગ્રાહ્ય” એવુ પદ મૂકેલ છે. પંચેન્દ્રિયની માફક બને સ્થિતિ આ કર્મની જાણવી. पर्याप्तनामकर्माह
स्वयोग्यपर्याप्तिनिवर्तनशक्तिसम्पादकं कर्म पर्याप्तनाम । १९ ।
१. जीवविपाक्यप्येतच्छरीरपुद्गलेष्वपि काञ्चिदभिव्यक्तिं दर्शयति, न च जीवविपाकिकर्मणश्शरीरे स्वशक्तिप्रकटनमसङ्गतमिति वाच्यम्, क्रोधादेर्जीवविपाकिनोऽपिकुपितनरशरीरेभ्रूभङ्गादिजननदर्शनात्, कर्मशक्तेविचित्रत्वाच्च ॥