________________
सूत्र - १६-१७, चतुर्थ किरणे
નિર્માણનામકર્મનું સ્વરૂપ જણાવે છે
ભાવાર્થ- પાંચ પ્રકારની જાતિમાં લિંગ અને અવયવ-પ્રત્યવયવોની નિયત સ્થાનોમાં વ્યવસ્થા-રચનામાં પ્રયોજક કર્મ ‘નિર્માણકર્મ.’
२०५
વિવેચન- એકેન્દ્રિય આદિ રૂપ પાંચ પ્રકારની જાતિ છે. તે જાતિમાં અર્થાત્ પોતપોતાની જાતિના અનુસારે, સ્ત્રી-પુરુષ-નપુંસકના જે અસાધારણ લિંગ-ચિહ્નની અને તેના અંગોની તથા પ્રત્યંગોની નિયત સ્થાનોમાં જે વ્યવસ્થામાં પ્રયોજક જે કર્મ, તે ‘નિર્માણનામકર્મ' એવો અર્થ સમજવો. જાતિલિંગાંગ પ્રત્યય વિષયક નિયતસ્થાન વ્યવસ્થા પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ, એવો લક્ષણનો અર્થ સમજવો.
અંગોપાંગનામકર્મ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘પ્રતિનિયતસ્થાન વ્યવસ્થા’ આ પ્રમાણેનું પદ કહેલ છે. તેથી આ કર્મ સુથાર સરખું છે, કેમ કે- સર્વ જીવોને પોતપોતાના શરીરના અવયવોની રચનાનિયમનું કારણ નિર્માણકર્મ છે.
આ નિર્માણનામકર્મના અભાવમાં અંગોપાંગનામ આદિ કર્મે સર્જેલા પણ મસ્તક, છાતી આદિ અંગોપાંગોનો નિયતસ્થાનવૃત્તિતા (રહેવાનો) નિયમ ન થાય ! માટે નિયતસ્થાનવૃત્તિતા નિયામક નિર્માણનામકર્મ અવશ્ય માનવું જોઈએ. આ કર્મની બન્ને સ્થિતિ પંચેન્દ્રિયની માફક સમજવી.
अथ त्रसनामकर्माभिधत्ते
उष्णाद्यभितप्तानां स्थानान्तरगमनहेतुभूतं कर्म त्रसनाम । १७ ।
उष्णादीति । उष्णादीत्युपलक्षणं तथा च सति कारण इति भाव: । ચ विहायोगत्यादावतिप्रसङ्गभङ्गाय । विशेषणविशेष्यपदफलं पूर्ववत् । न च गर्भाण्डजमूच्छितसुषुप्तादीनां त्रसत्वं न स्यात्, भयहेतुप्राप्तावपि चलनाभावात्तथा चाव्याप्तिरिति वाच्यम्, त्र स्थानान्तरगमनयोग्यताया भावात् । पञ्चेन्द्रियवदस्य स्थिती बोध्ये ॥
ત્રસનામકર્મને કહે છે
ભાવાર્થ- ઊષ્ણ આદિથી તપેલા જીવોને બીજા સ્થાનમાં ગમનમાં હેતુભૂત કર્મ ‘ત્રસનામ.’
વિવેચન- અહીં ઊષ્ણ વગેરે પદ ઉપલક્ષણ છે (પોતાનો અને અન્યનો પણ બોધ કરાવે છે), તથાચ કારણ ઉપસ્થિત થવાથી વિવક્ષિત સ્થાનથી છાયા વગેરેના આસેવન માટે સ્થાનાંતરમાં જીવ જાય છે. (આ ત્રસનામકર્મના ઉદયથી જીવો, ત્રસ-બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે.) અહીં ઉષ્ણાદિ કારણની સત્તા જો ન કહેવામાં આવે, તો વિહાયોગતિ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે ઊષ્ણ આદિ કારણની સત્તા કહેલ છે. વિશેષણ વિશેષ્યપદનું કૃત્ય પૂર્વની માફક સમજવું.
અંડથી- ગર્ભથી જન્મવેળાએ મૂચ્છિત સુષુપ્ત આદિ અવસ્થાઓમાં ભયનું કારણ ઉપસ્થિત થવા છતાંય, ચલન રૂપ ક્રિયા (ત્રસત્વ)નો અભાવ હોવાથી અવ્યાપ્તિ (લક્ષ્યના એકદેશમાં લક્ષણનું નહિ રહેવું) છે એમ નહિ જાણવું, કેમ કે- ત્યાં ગાઁડજ, મૂચ્છિત, સુષુપ્ત આદિમાં પણ સ્થાનાન્તરગમનની યોગ્યતાની વિદ્યમાનતા છે. પંચેન્દ્રિયની માફક આ કર્મની બન્ને સ્થિતિ વિચારવી.