________________
तत्त्वन्यायविभाकरे
વિહાયોગતિ નામ ઉદયને અનુભવનારા જીવો પ્રથમ ગતિવાળા હોય છે. ચલનગતિની અપેક્ષાએ સર્વ જીવો અને પુદ્ગલો, સિદ્ધો તો સિદ્ધિક્ષેત્રગમનકાળમાં જ ગતિવાળા છે, પણ પછીથી નથી-એમ સમજવું જોઈએ.)
२०४
શંકા- શુભ વિહાયોગતિનામકર્મનો ઉદય પંખી વગેરેમાં જ રહો, મનુષ્ય આદિમાં ન રહી શકે ! કેમ કેમનુષ્ય આદિનો આકાશમાં ગમનનો અભાવ છે. તો મનુષ્ય આદિમાં શુભખગતિ કેવી રીતે ?
સમાધાન- આકાશ તો સર્વવ્યાપક છે, માટે આકાશમાં જ ગતિ માત્રનો જ સંભવ છે.
શંકા- ઠીક, તો પછી શુભગતિનામકર્મ એમ જ કહો ને ? શા માટે શુભખગતિ કહો છો ? કેમ કે- કોઈ વ્યવચ્છેદ યોગ્ય નથી.
સમાધાન- ભાઈ ! સંશયના વ્યવચ્છેદ માટે ગતિનું વિશેષણ વિહાયો (ખ) મૂકેલ છે. જો શુભ વિહાયોગતિ નહિ બોલતાં શુભગતિ માત્ર બોલો, તો દેવત્વ આદિ રૂપ શુભ ગતિપર્યાયપરિણતિ પ્રયોજક કર્મની શંકા વડે પુનઃ ઉક્તિની આશંકા થઈ જાય ! એ આશંકાના વ્યવચ્છેદ માટે ‘શુભવિહાયોગતિ’ એમ સંજ્ઞા કરેલ છે. સર્વવ્યાપક ગતિનું સ્વરૂપ છે.
તત્ત્વાર્થભાષ્યમાં “લબ્ધિ-શિક્ષા-ઋદ્ધિ-પ્રત્યય, એવા આકાશગમનમાં જનક, વિહાયોગતિ નામ' લબ્ધિ એટલે દેવ વગેરેમાં દેવત્વ આદિની ઉત્પત્તિની સાથે વ્યાપક-સહજ, શિક્ષા વડે ઋદ્ધિ, શિક્ષદ્વૈિતપસ્વીઓને કે પ્રવચનને ભણનારાને વિદ્યા આદિની આવૃત્તિના પ્રભાવથી, લબ્ધિ, શિક્ષદ્ધિ રૂપ હેતુજન્ય આકાશગમનનું જનક ‘વિહાયોગતિ’ નામ છે.” આ વિશિષ્ટ વિહાયોગતિનું વર્ણન છે.
જો વિહાયોગતિ નામ ન હોય, તો લબ્ધિ દ્વારા કે વિદ્યા આદિ દ્વારા આકાશગામીનું આકાશગમન અસિદ્ધ થઈ જાય છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ દેવગતિની માફક અને જઘન્ય સ્થિતિ મનુષ્યગતિની માફક સમજવી.
अथ निर्माणनामकर्माचष्टे
जातिलिङ्गाङ्गप्रत्यङ्गानां प्रतिनियतस्थानसंस्थापनाप्रयोजकं कर्म निर्माणनाम । १६ । जातीति । जातिरेकेन्द्रियादिस्तत्र स्वस्वजात्यनुसारेणेति यावत् लिङ्गं स्त्र्यादीनां यदसाधारणं चिह्नं, तस्याङ्गानां प्रत्यङ्गानाञ्च प्रतिनियतस्थानेषु या संस्थापना व्यवस्था तत्र प्रयोजकं यत्कर्म तन्निर्माणनामकर्मेत्यर्थः, जातिलिङ्गाङ्गप्रत्यङ्गविषयकप्रतिनियतस्थानव्यवस्थाप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणार्थ: । अङ्गोपाङ्गनामकर्मादावतिव्याप्तिवारणाय प्रतिनियतस्थानव्यवस्थेति पदम् । तदिदं कर्म सूत्रधारसन्निभम्, तदभावे हि निर्वर्तितानामप्यङ्गोपाङ्गनामादिकर्मणा शिरउर आदीनां नियतस्थानवृत्तितानियमो न स्यादिति भावः, अस्योभयविधा स्थितिः पञ्चेन्द्रियवत् ॥