________________
सूत्र - १५, चतुर्थ किरणे
२०३ આતપ આદિ નામકર્મો કહે છે કેભાવાર્થ- સ્વરૂપથી ગરમ નહિ એવા શરીરોને ઊષ્ણ બનાવનારું કર્મ “આતપનામ.” વળી તે સૂર્યમંડલગત પૃથ્વીકાયિક જીવોને હોય છે.
શરીરોના અનુષ્ણ-શીતપ્રકાશમાં પ્રયોજક કર્મ “ઉદ્યોત નામ. વળી તે સાધુ અને દેવોના ઉત્તરવૈક્રિયશરીર ચંદ્ર ગ્રહ-નક્ષત્ર-તારા-રત્ન વગેરેને હોય છે.
પ્રશસ્તગમનમાં હેતુભૂતકર્મ “શુભખગતિનામકર્મ.”
વિવેચન- જે કર્મના ઉદયથી જંતુઓના શરીરો, સ્વરૂપ-સ્વભાવની અપેક્ષાએ પોતે ગરમ નથી પણ ઊષ્ણપ્રકાશ રૂપ ઊષ્ણતા-તાપને પામે છે, તે “આતપનામકર્મ' એવો અર્થ છે. સ્વરૂપથી અનુષ્ણ શરીર સંભૂત ઊષ્ણપ્રકાશ પ્રયોજક કર્મત્વ, એ લક્ષણનો અર્થ છે. અગ્નિના શરીરમાં ઊષ્ણ સ્પર્શ, સ્પર્શનામકર્મના ઉદયથી જન્ય હોવાથી ત્યાં અતિવ્યાપ્તિના વારણ માટે “સ્વરૂપથી અનુષ્ણ'- આવું શરીરનું વિશેષણ આપેલ છે.
આતપનામકર્મનો ઉદય ક્યાં છે ? એના જવાબમાં કહે છે કે તે આતપનામકર્મનો વિપાક રૂપ ઉદય સૂર્યમંડલગત પૃથ્વીકાય જીવોને હોય છે. અગ્નિમાં આતપનામકર્મનો ઉદય નથી, કેમ કે- પ્રવચનમાં પ્રતિષેધ છે. ત્યાં તેજસ્કાયશરીરમાં ઉષ્ણ સ્પર્શનો ઉદય અને લોહિત (લાલ) વર્ણનો ઉદય છે. એટલે તેજસ્કાયશરીરો જ ઊષ્ણ સ્પર્શના ઉદયથી ઊષ્ણ છે અને ઉત્કૃષ્ટ લોહિતવર્ણ નામના ઉદયથી પ્રકાશયુક્ત હોય છે, પરંતુ આતપના ઉદયથી નહિ. આતપનામકર્મની બન્ને સ્થિતિ પંચેન્દ્રિયની માફક સમજવી.
ઉદ્યોતનામકર્મને હવે જણાવે છેશરીરવૃત્તિ અનુષ્ણ પ્રકાશમાં વિશિષ્ટ કર્મત્વ લક્ષણ છે. પૂર્વની માફક પદકૃત્ય સમજવું. ઉદ્યોતનામકર્મના વિપાક ઉદયના સ્થાનને કહે છે. સાધુઓ અને દેવો વડે મૂળ શરીરની અપેક્ષાએ ઉત્તરકાળમાં કરાતું વૈક્રિયશરીર અર્થાત્ સાધુ અને દેવોના ઉત્તરવૈક્રિયોને ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારાઓને, ખદ્યોત (આગિયો-પતંગિયું)-રત્ન-ઔષધી (વનસ્પતિવિશેષ) વગેરેને “ઉદ્યોતનામકર્મનો ઉદય હોય છે. આ ઉદ્યોતનામકર્મની બન્ને સ્થિતિ પંચેન્દ્રિયની મુજબ વિચારવી.
શુભખગતિનામકર્મને કહે છેપ્રશસ્ત(શુભ) ગમનના પ્રત્યે હેતુભૂત કર્મ “શુભખગતિ' આવું લક્ષણ છે. (શુભગતિ હેતુત્વ વિશિષ્ટ કર્મત્વ શુભખગતિનું લક્ષણ છે.) અપ્રશસ્ત ખગતિમાં અતિવ્યાપ્તિના વારણ માટે પ્રશસ્ત આ પ્રમાણે ગતિનું વિશેષણ દીધેલ છે. હંસ-હાથી-વૃષભ આદિની માફક પ્રશસ્તગતિનું ગ્રહણ કરવું. સિદ્ધ જીવપુદ્ગલોની ગતિ તો સ્વાભાવિક છે.
(ગતિ બે પ્રકારની છે. (૧) ભાવગતિ, (૨) કર્મગતિ.
પહેલી ભાવગતિ પંચ અસ્તિકાયોને હોય છે, કેમ કે- પરિણામનો આશ્રય છે. કર્મગતિ વિહાયોગતિ અને ચલનગતિના ભેદથી બે પ્રકારની છે.