________________
२०८
तत्त्वन्यायविभाकरे
પદકૃત્ય- સાધારણનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ભિન્ન ભિન્ન શરીરનિર્વકત્વ વિશિષ્ટ કર્મત્વ' એમ કહેલ છે.
તે પ્રત્યેક નામકર્મનો ઉદય નારક-દેવ-મનુષ્યોમાં, બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય તિર્યચોમાં, પૃથ્વીકાય-અપકાય-વાયુકાય-તેજસ્કાયોમાં, તેમજ પ્રત્યેક કપિત્થ (કાંઠી વગેરે) આદિ વૃક્ષોમાં તથા તેના મૂલ-સ્કંધ-શાખા-પ્રશાખા-તક-પત્ર-પુષ્પ-ફળ આદિમાં રહેલ અસંખ્યાત જીવો છતાં, તેઓના શરીરો જુદાં છે માટે કોઈ દોષ નથી. આ કર્મની બન્ને સ્થિતિ પંચેન્દ્રિય મુજબ જાણવી. स्थिरनामकर्म लक्षयति
शरीरावयवादीनां स्थिरत्वप्रयोजकं कर्म स्थिरनाम । २१ । शरीरेति । यस्योदयाच्छिरोऽस्थिदन्तादीनां शरीरावयवानां स्थिरता भवति तत्स्थिरनामकर्मेत्यर्थः । शरीरावयवस्थैर्यताप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम्, अङ्गोपाङ्गनामकर्मादौ व्यभिचारवारणाय स्थैर्यतेति । अस्य परा स्थितिर्देवगतिवदपरा तु मनुजगतिवत् ।।
સ્થિર નામકર્મ સ્વરૂપને જણાવે છેભાવાર્થ- શરીરના અવયવ આદિની સ્થિરતાપ્રયોજક કર્મ ‘સ્થિરનામ.”
વિવેચન- જેના ઉદયથી માથું, હાડકું, દાંત વગેરે રૂપ શરીરના અવયવોની સ્થિરતા થાય છે, તે ‘સ્થિરનામકર્મ.' શરીરના અવયવનિષ્ઠ સ્થિરતાપ્રયોજકત્વ વિશિષ્ટ કર્મત્વ, એ લક્ષણ જાણવું. અંગઉપાંગનામકર્મ આદિમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે સ્થિરતા' એમ કહેલ છે. આ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ દેવગતિ અને જઘન્ય સ્થિતિ મનુષ્યગતિની માફક સમજવી. शुभनामकर्माभिधत्ते
उत्तरकायनिष्ठशुभत्वप्रयोजकं कर्म शुभनाम । २२ । उत्तरेति । नाभेरुपरितनावयवसमूह उत्तरकायः, तत्र यच्छुभत्वं पादादौ स्पर्शेन परस्य शुभभावोत्पादात्पवित्रता शिर आदीनां तन्निदानभूतं कर्मेत्यर्थः । सातादौ पुण्यकर्ममात्रे शुभत्वप्रयोजकत्वे सति कर्मत्वस्य सत्त्वाद्व्यभिचारवारणायोत्तरशरीरनिष्ठेति । स्थिरनामकर्मवदस्य સ્થિતી છે.
શુભનામકર્મને કહે છેભાવાર્થ- ઉત્તરકામાં રહેલ શુભત્વનું પ્રયોજક કર્મ ‘શુભનામ.” વિવેચન- નાભિના ઉપરનો અવયવસમુદાય “ઉત્તરકાય' કહેવાય છે. ત્યાં રહેલ જે શુભત્વ-પવિત્રત્વ અર્થાત્ મસ્તક આદિ વડે, પગ વગેરેમાં સ્પર્શ થવાથી બીજાને, શુભ ભાવ-આનંદ ઉત્પન્ન થવાથી મસ્તક આદિમાં શુભતા-પવિત્રતાનું પ્રયોજક કારણ “શુભનામકર્મ' છે.