________________
१८४
तत्त्वन्यायविभाकरे
સમસ્ત શરીર(કર્મ)ના હેતુભૂત છે અને ભવાન્સરગમનમાં (અંતરાલગતિ)માં તૈજસશરીરથી સહચરિત હોતું જીવને સહાય કરનાર છે.
તૈજસ-કાશ્મણ રૂપ બે શરીરોથી જીવના ગમન અને આગમન, પ્રવેશ અને નિર્ગમન થાય છે. આ બે શરીરો અત્યંત સૂક્ષ્મ હોવાથી ભવાન્તરગમનના કાળમાં પણ દેખાતા નથી.
કામણનામકર્મનો તો સમાન વર્ગણાના પુદ્ગલમયપણું હોવા છતાંય પોતાના કાર્યભૂત કાર્મણશરીરથી ભેદ જ છે, કેમ કે- કાર્મણશરીર કારણભૂત છે.
જો કામણશરીર કર્મજન્ય-કર્મસમૂહ રૂપ છે, તો સઘળાય શરીરો કર્મજન્ય અને કર્મસમૂહ રૂપ હોઈ એક જ કાર્મણશરીર રહેશે? બીજા શરીરોનો ભેદ કેવી રીતે ઘટાવવો? -
એવા પ્રશ્નના જવાબમાં કહે છે કે ભલે શરીરો કર્યજન્ય અને કર્મસમૂહ રૂપ હો ! તો પણ પ્રતિનિયત સ્વસ્વ-સ્વતંત્ર ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-કાશ્મણ રૂપ નામકર્મથી જન્ય હોવાથી, ક્રમસર ઔદારિક આદિ સંજ્ઞાના ભેદથી ઔદારિક આદિ શરીરો પૂલતા-સૂક્ષ્મતા આદિ લક્ષણભેદથી જુદા જુદા છે, કેમ કેપૂર્વ પૂર્વ શરીરો સ્થૂલ છે-પર પર શરીરો સૂક્ષ્મ છે.
સ્વામીના ભેદથી ઔદારિક આદિ શરીરો જુદા જુદા છે. જેમ કે- દારિકના સ્વામી તિર્યચ-મનુષ્યો, વૈક્રિયના સ્વામી દેવ-નારીઓ, કેટલાક તિર્યંચ-મનુષ્યો. આહારકશરીરના સ્વામી મનુષ્યસંવત ચૌદપૂર્વધર. તૈજસ-કાશ્મણના સ્વામી સર્વ સંસારીઓ છે.
સામર્થ્ય- કાર્યશક્તિના ભેદથી ઔદારિક આદિ શરીરો જુદા જુદા છે. જેમ કેઔદારિકશરીરનું સામર્થ્ય- અધર્મ, સુખ-દુઃખ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ આદિમાં છે.
વૈક્રિયશરીરનું સામર્થ્ય- સ્થૂલ-સૂક્ષ્મ-એકત્વ-વ્યોમચર-પૃથ્વીગતિ વિષય રૂપ અને શ્રી જિનજન્માભિષેક આદિ કલ્યાણકોની ઉજવણી, ધર્મીઓને સહાય વગેરેમાં છે.
આહારકનું સામર્થ્ય- સૂક્ષ્મ-વ્યવહિત-દુરવગાહ અર્થની વ્યવસ્થાના નિર્ણયમાં છે. તૈજસનું કાર્ય આહારપાક અને શાપ-અનુગ્રહદાનનું સામર્થ્ય છે.
કાર્મણશરીરનું સામર્થ્ય- ભવાન્તરગતિના પરિણામમાં છે. અર્થાત્ માટી રૂપ કારણનો ભેદ નહિ છતાં પણ, ઘડા-શરાવલા વગેરે ભેદની માફક પાંચેય શરીરોનો પરસ્પર ભેદ-વિષમતા છે જ.
શંકા- કામણશરીર નથી જ, કેમ કે- નિમિત્તજન્યથી કારણજન્ય કાર્ય રૂપ નથી. જેમ કે- ખરના શીંગડાં અવિદ્યમાન-અસત્ છે, તેમ કાર્મણશરીર અસત્ છે, કેમ કે- નિમિત્ત નથી.
સમાધાન- જેમ પ્રદીપ પોતે પોતાને પ્રકાશ આપે છે અને બીજાને પ્રકાશ આપે છે પોતે જ કારણ અને પોતે જ કાર્ય છે, તેમ કાર્મણશરીર પોતે કર્મ રૂપી કારણ છે. કર્મ સમુદાય રૂપ કામણશરીર રૂપ પોતે કાર્ય છે અને કર્મ રૂપ કાર્પણ પ્રત્યે મિથ્યાત્વ, અવિરતિ આદિ નિમિત્ત છે. (કાર્પણ પોતાનું કારણ છે અને અન્ય શરીરોનું કારણ છે.)