________________
१८२
तत्त्वन्यायविभाकरे સ્થિતિનિયમન- ઔદારિકશરીર નામકર્મની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ પંચેન્દ્રિય જાતિની માફક સમજવી.
હવે વૈક્રિયશરીરનામકર્મને કહે છેવૈિક્રિય એટલે વિચિત્ર શક્તિવાળા દ્રવ્યોથી બનાવેલું ઔદારિકશરીરની અપેક્ષાએ બહુતર દ્રવ્યોવાળું (સાર) અને સઘનરચનાવાળું-સૂક્ષ્મ વૈક્રિયશરીર હોય છે.
જે કર્મના ઉદયથી વૈક્રિયવર્ગણા પુદ્ગલોને ગ્રહણ કરીને વૈક્રિયશરીરપણાએ પરિણાવે છે, તે વૈક્રિયશરીરનામકર્મ અહીં પદકૃત્ય પૂર્વની માફક સમજવું.
સ્થિતિ- વૈક્રિયશરીરનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પંચેન્દ્રિય જાતિની માફક સમજવી. અબાધાકાળ પંચેન્દ્રિયજાતિની માફક સમજવો. જઘન્ય સ્થિતિ એક હજાર સાગરોપમના બે સાતીયા ભાગ, પલ્યોપમના અસંખ્યાત ભાગે ન્યૂન. અબાધાકાળ-અંતર્મુહૂર્ત.
હવે આહારકશરીરનામકર્મને જણાવે છેશુભતર- શુકલ વિશુદ્ધ (અત્યંત સ્વચ્છ) દ્રવ્યવર્ગણાથી બનાવેલું (ખાસ) પ્રયોજન માટે સ્વીકારાતું હોઈ, આહારકશરીર અંતર્મુહૂર્તની સ્થિતિવાળું, સૂક્ષ્મપરિણામથી પરિણત અને બહુતર પુદ્ગલદ્રવ્યથી જન્ય છે. સઘળા લક્ષણના વિચારો પૂર્વની માફક સમજવા.
સ્થિતિ- આહારકશરીરનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ. (એક કોડાકોડી સાગરોપમની અંદર) અબાધાકાળ અંતર્મુહૂર્ત. તે જ પ્રમાણે જઘન્ય સ્થિતિ-અબાધાકાળ સમજવો.
तैजसशरीरमभिदधाति -
तैजसवर्गणागतपुद्गलानां शरीरतया परिवर्तकं कर्म तैजसशरीरम् । कार्मणवर्गणागतपुद्गलानां शरीरत्वेन परिवर्तनहेतुः कर्म कार्मणशरीरम् । इमानि पञ्चदेहानि ।८।
तैजसवर्गणेति । तेजोगुणोपेतद्रव्यवर्गणासमारब्धं तैजसशरीरं, यदा यस्योत्तरगुणलब्धिरुत्पन्ना भवति तदा रोषप्रसन्नताप्रसङ्गे शरीरमिदमुष्णशीतगुणं शापानुग्रहसामर्थ्याविर्भावकञ्च भवति, यदा तु न सोत्पन्ना तदा तु केवलं सतताहृताहारपाचकं भवति । लक्षणं पदकृत्यञ्च पूर्ववत् । अस्य परा जघन्या च स्थितिः पञ्चेन्द्रियवत् । अथ कार्मणस्वरूपमाहकार्मणवर्गणेति । जीवप्रदेशैर्दुग्धाम्बुवदन्योन्यं श्लिष्टा अनन्ता ये कर्मप्रदेशास्तदात्मकं कर्मिणं निखिलशरीरहेतुभूतं भवान्तरगतौ तैजसशरीरयुतं सज्जीवसहायञ्च । शरीराभ्यामेताभ्यां जीवस्य गमनागमने प्रवेशनिर्गमने च स्याताम् । अत्यन्तसूक्ष्मत्वाच्च भवान्तरगमनकालेऽपि
२. इदञ्च कर्माण्येव कार्मणमिति व्युत्पत्त्या, तथा च न कर्मभ्यः पृथक्कार्मणमत्र । कर्मणा निर्वृत्तं कार्मणमिति विग्रह त्वाह कार्मणनामकर्मणस्त्विति ॥