________________
सूत्र - ७, चतुर्थ किरणे
१८१ વિવેચન- જે વિનાશને પામે, તે શરીર. અર્થાત પૂર્વની અવસ્થા કરતાં હાનિવૃદ્ધિ દ્વારા ક્ષણે ક્ષણે વિનાશસ્વભાવી શરીર કહેવાય છે.
(શીયત ઈતિ-શિથિલ સંધિબંધનનું આલંબન કરતું સૂર્યમંડલ જે દેખાય છે, તે જ કદાચિત શીયત એમ કહેવાય છે, જીર્ણશીર્ણ શરીર થાય છે.)
સ્વલ્પ પ્રદેશથી ઉપચિત હોવાથી અસાર, પ્રતિક્ષણ વૃદ્ધિયોગથી સ્થૂલ જે દ્રવ્યવર્ગણાથી બનેલું, તે શરીર “ઔદારિક છે. આ ઔદારિક શરીર પછીના શરીરની અપેક્ષાએ અલ્પ દ્રવ્યવાળું (અસાર) અને શિથિલ રચનાવાળું એટલે સ્થૂલ કહેવાય છે. (ભંડના દાંત શિથિલ અને હાથીના દાંત સઘન ગાઢનો દાખલો છે, જે કર્મના ઉદયથી ઔદારિક વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરીને ઔદારિક શરીરપણાએ પરિણાવે છે, તે કર્મ “ઔદારિક શરીર.'
શંકા- શરીરપર્યાપ્તિ પણ તથા પ્રકારની છે, તો ત્યાં શું અતિવ્યાપ્તિ નહિ આવે?
સમાધાન- ગ્રહણ કરેલ પુદ્ગલોની શરીરપણે પરિણતિ શરીરનામકર્મ વડે જ સાધ્ય બને છે અને આરંભ કરેલ અંગની-શરીરની સમાપ્તિ પર્યાપ્તિનામકર્મથી સાધ્ય હોવાથી અતિવ્યાપ્તિનો અભાવ છે.
કહ્યું છે કે- “શરીરનામકર્મ-ઉચ્છવાસનામકર્મથી જ શરીર અને ઉચ્છવાસ સિદ્ધ થાય છે, તો શરીરપર્યાપ્તિ અને ઉચ્છવાસપર્યાપ્તિનું શું પ્રયોજન છે?
અહીં જવાબ રૂપે કહેવાય છે કે શરીરનામકર્મ વડે જીવે ગ્રહણ કરેલા પુદ્ગલોની ઔદારિક આદિ શરીરપણે પરિણતિ સાધ્ય છે. શરીરપર્યાપ્તિનું સાધ્ય (કાય) તો આરંભેલ શરીરની સમાપ્તિ છે. આ પ્રમાણે સાધ્યભેદની અપેક્ષાએ શરીરનામકર્મ અને પર્યાપ્તિનામકર્મનો ભેદ છે.”
(જેમ શરીર નામના ઉદયથી ગ્રહણ કરાયેલા પણ ઔદારિક આદિ શરીરપુગલો શક્તિવિશેષ રૂપ શરીરપર્યાપ્તિ સિવાય શરીરરૂપપણે પરિણાવી શકાતા નથી, માટે શરીર નામથી પૃથ શરીરપર્યાપ્તિ મનાય છે, તેમ અહીં પણ ઉચ્છવાસનામકર્મથી પૃથ ઉચ્છવાસપર્યાપ્તિ સમજવી, કેમ કે-સરખી યુક્તિ છે.)
પદકૃત્ય- વિશેષ્યનું (કર્મત્વનું) વિશેષણનું (પરિણમન પ્રયોજકત્વ રૂપ વિશેષણનું) પદકૃત્ય પૂર્વની માફક-મનુષ્યગતિની માફક સમજવું. અલક્ષ્યભૂત વૈક્રિયશરીરનામકર્મ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “ઔદારિક શરીરયોગ્ય' ઇતિ ગ્રહણ કરેલ છે.
ઔદારિક આદિ શરીરયોગ્ય પુદ્ગલોના પ્રહણ સિવાય પરિણમનનો અસંભવ છે. એ વાતને બતાવવા માટે “ગૃહીતે તિ' પદનું ગ્રહણ કરેલ છે. જો ઔદારિક શરીરયોગ્ય ગૃહીત પુદ્ગલોના પરિણમનમાં પ્રયોજક કર્મ-એમ “શરીરતયા” છોડીને બોલવામાં આવે, તો “ઔદારિકશરીર બંધન રૂપ અલક્ષ્યમાં અતિવ્યાપ્તિના વારણ માટે “શરીરતયાએ પદનું ઉપાદાન કરેલ છે, કેમ કે- બંધન (જો કે અહીં બંધન અને સંઘાતન રૂપ બે કર્મો શરીરનામકર્મ પ્રકૃતિથી ભિન્ન પ્રકૃતિ નથી-એમ માની શરીરનામકર્મથી પૃથર્ ઉપન્યાસ કરેલ નથી, તો પણ ઐકત્વ રૂપ પરસ્પર અવિયોગ રૂપ તેનું કાર્ય જોવાથી આ પૃથગુ થાય છે, માટે અતિવ્યાપ્તિ દર્શાવેલ છે.) ગ્રહણ કરેલ અને ગ્રહણ કરાતા ઔદારિક આદિ શરીરવર્ગણા પુદ્ગલોનો પરસ્પર સંશ્લેષણ માત્ર કરનાર છે.