________________
१६६
तत्त्वन्यायविभाकरे
સમાધાન- કારણ હોવા છતાં, કાર્યની અનુત્પત્તિ રૂપ અન્વયે વ્યભિચાર હોવાથી, પૂર્વોક્ત કાર્યકારણભાવનો નિયમ બનતો નથી. જેમ કે-સુખ-સાધન રૂપ વનીતા આદિ પદાર્થની હાજરી હોવા છતાં, પુત્ર આદિના વિયોગથી વ્યથાવાળા પુરુષમાં સુખ રૂપી કાર્યનો અભાવ છે, સુખમાં પણ અને દુઃખમાં પણ પ્રમાણમાં સમાનતા નથી, તારતમ્ય દેખાય છે. આ બધું વિચિત્ર કોઈ એક અદષ્ટ હેતુ સિવાય બંધબેસતું નથી. માટે એ અદૃષ્ટ હેતુ કોણ? આવા સવાલનો જવાબ એ છે કે- તે જ પુણ્ય-પાપ રૂપ ઘણા ઘણા ભેદવાળું અદષ્ટ કર્મ તરીકે કહેવાય છે.
શંકા- કાણાપણું, લંગડાપણું આદિ રૂપ શરીર આદિ ગત વિલક્ષણતા દ્વારા જો કર્મની સિદ્ધિ કરવામાં આવે, તો કાર્ય મૂર્તિ છે. એથી કાર્યના રૂપીપણાએ કરી તેના કારણભૂત કર્મ પણ મૂર્ત થાય જ ને?
સમાધાન- જો આમ સાચું જ છે, તો અમારે પ્રયત્નપૂર્વક સાધવાનું તે આપે સાધી આપ્યું. જેમ કેખરેખર કર્મ મૂર્ત જ છે. કેમ કે- કર્મના કાર્યભૂત શરીર આદિ મૂર્તિ છે. જે જે કારણનું કાર્ય મૂર્તિ છે, તે તે કાર્યનું કારણ પણ મૂર્ત છે. જેમ કે-ઘટ કાર્ય પ્રત્યે પરમાણું રૂપ કારણ.
જે અમૂર્ણ કાર્ય છે, તેનું કારણ મૂર્તિ હોતું નથી, અર્થાત્ અમૂર્ત કારણ છે જ. જેમ કે- જ્ઞાન રૂપ કાર્યનું આત્મા રૂપી કારણ. કર્મ મૂર્ત છે, કેમ કે- તે કર્મના સંબંધમાં સુખાદિનું સંવેદન થાય છે. તે મૂર્ત જોયેલું છે. જેમ કે- અશન આદિ ચાર પ્રકારનો આહાર.
જે અમૂર્ત છે, તેના સંબંધમાં સુખ આદિનું સંવેદન થતું નથી. જેમ કે- આકાશના સંબંધમાં સુખાદિનું સંવેદન થતું નથી. માટે આકાશ અમૂર્ત છે. એવી જ રીતે જેના સંબંધમાં વેદના (દુઃખ)ની ઉત્પત્તિ થાય છે, તે મૂર્ત જોયેલ છે. જેમ કે-અગ્નિ. અગ્નિના સંબંધમાં જેમ વેદનાની ઉત્પત્તિ છે, તેમ કર્મ (પાપકર્મ)ના સંબંધમાં વેદનાની ઉત્પત્તિ થાય છે. માટે કર્મ રૂપી છે. તેવી રીતે કર્મ મૂર્તિ છે, કેમ કે- આત્માથી અને આત્મધર્મ રૂપ જ્ઞાનાદિથી ભિન્ન હોય છતે બાહ્ય પુષ્પમાળા આદિ દ્વારા કરાતા બળવાળું છે. જેમ કે- તેલ આદિ દ્વારા કરેલ બળવાળો ઘડો. તેમ મિથ્યાત્વ આદિ બાહ્ય-અત્યંતર (કુદેવ-કુગુરુ-કુધર્મ બાહ્ય અને અશ્રદ્ધા અત્યંતર) હેતુઓ વડે કર્મની વૃદ્ધિ રૂપ લક્ષણવાળું બળ કરાય છે, તેથી તે કર્મ મૂર્ત છે.
એવી રીતે કર્મ મૂર્તિ છે, કેમ કે- આત્મા આદિથી ભિન્ન હોયે છતે પરિણામી છે. જેમ કે- દૂધ. આ હેતુ સ્વરૂપ અસિદ્ધ નથી, કેમ કે- પક્ષભૂત કર્મના કાર્યભૂત શરીર આદિમાં પર્યાયભેદ દેખાય છે. જે કારણનું કાર્ય પરિણામી છે, તે કાર્યનું કારણ પણ પરિણામી કહેવાય. જેમ કે - દૂધ રૂપ કારણનું કાર્ય દહીં, છાશ આદિ રૂપાંતરથી પરિણામી છે. માટે દૂધ રૂપી કારણ રૂપ પરિણામી કહેવાય.
શંકા- જેમ આકાશમાં વાદળ વગેરે રૂપ વિકારોની વિચિત્ર રૂપપણે પરિણતિ કુદરતી છે-એમ માનવામાં આવે છે, તેમ દેખાતું શરીર જ, કાણાપણું, લંગડાપણું, સુખીપણું, દુઃખીપણું વગેરે રૂપાંતરોથી વિચિત્ર રૂપે પરિણમે છે. તેમાં સ્વભાવ હેતુ છે. તો નિરર્થક કર્મથી સર્યું. અર્થાત્ શરીર આદિ ગત વૈચિત્ર્યનું કારણ કુદરત માનીએ તો શો વાંધો?
સમાધાન- ભાઈ, કર્મ પણ શરીર રૂપ છે (કાર્મણશરીર રૂપ છે). ખરેખર, તે કર્મ રૂપ શરીર, કેવળ સૂક્ષ્મતર અને અત્યંતર રૂપ છે, કેમ કે- આત્માના પ્રદેશોની સાથે ક્ષીરનીરવત્ વિશિષ્ટ સંબંધવાળું છે. જેમ