________________
१६५
सूत्र - १, चतुर्थ किरणे શંકા- કારણ અને ઉત્પત્તિથી રહિતપણું જ તે આકસ્મિકપણું છે-કાદાચિત્કપણું છે, એમ માનીએ તો શો વાંધો?
સમાધાન- જો એમ માનો, તો તે સુખ-દુઃખનું નિત્ય સત્ત્વ અથવા નિત્ય અસત્ત્વ થઈ જાય !
શંકા- અહો હો ! આકસ્મિકપણું એટલે નહિ સમજ્યા હો ! તો સમજો ત્યારે કોઈ બીજા કારણથી નહિ થવાપણું એ અર્થ આકસ્મિકપણાનો છે. પરંતુ પોતાનાથી તો થવાપણું છે જ. પોતાનાથી સુખ-દુઃખનું વૈચિત્ર્ય માનીએ તો શો વાંધો?
સમાધાન- “સ્વ” પદાર્થ એ શું છે? જો “સ્વ”ને અસત્ પદાર્થ માનવામાં આવે, તો તે અસદ્ રૂપ સ્વથી કોઈ પણની (સુખ-દુઃખ આદિની) ઉત્પત્તિનો અભાવ છે. જો “સ્વ' પદાર્થ સદ્દરૂપ જ છે, તો ઉત્પત્તિથી સર્યું; કેમ કે- “સત્ત્વ' માટે જ ઉત્પત્તિની ગવેષણા છે.
“ઉત્પાદ્ર-વ્યય-ધ્રૌવ્યયુ સત્ ” તેથી અવશ્ય જગતની વૈચિત્ર્યતા પ્રત્યે કોઈપણ કારણ હોવું જ જોઈએ.
શંકા- ઠીક, શરીર આદિ ભૂતોથી ભિન્ન, કોઈ એક જ, કાર્ય વૈચિત્ર્ય પ્રત્યે કારણ રહે ! કેમ કેઅવિલક્ષણ (અવિચિત્ર) પણ કારણથી કોઈનું વૈચિત્ર્ય પ્રદીપ આદિમાં દેખાય છે. ખરેખર, જેમ દીવો પ્રકાશને કરે છે, તેલના વિનાશને કરે છે અને દીવેટના ફેરફારને કરે છે, કેમ બરાબર છે ને?
સમાધાન- ભાઈ ! તારું કથન બરોબર નથી. જો એમ માનવામાં આવે, તો વૈચિત્ર્ય ઘટી શકતું નથી; કેમ કે-એક કારણથી કાં તો બધા સુખી થાય કે બધા દુઃખી થાય ! પરંતુ બધાઓમાં-અરે, એક વ્યક્તિના જીવનમાં કાળભેદે દેખાતું સુખાદિનું વૈચિત્ર્ય પ્રત્યક્ષ સિદ્ધ-પ્રસિદ્ધ છે, તો ભલા માણસ, તારે અવશ્યમેવ વિચિત્ર (અનેક પ્રકારના) કર્મનું ફળ વિચિત્ર માનવું જ રહ્યું.
અરે ! જુઓ તો ખરા, તમારા આપેલા પ્રદીપ આદિમાં પણ કારણગત વૈચિત્ર્ય છે. જે રૂપે પ્રકાશકારી પ્રદીપ આદિ છે, તે રૂપે દીવેટ વિકારકારી પ્રદીપ આદિ નથી, કેમ કે- ક્ષણે ક્ષણે પર્યાયોનો ભેદ (પરિવર્તન) છે.
શંકા- પુષ્પમાળા, ચંદન આદિ (ભોગોપભોગના સાધન માત્ર) સુખના કારણો અને ઝેર, સાપ, કાંટા આદિ (અનિષ્ટ માત્ર) દુઃખના કારણો છે. આવી રીતે આ સુખ-દુઃખના હેતુઓ પ્રત્યક્ષ છે. એને છોડી અદૃષ્ટ (પરોક્ષ) એવા કર્મનામક બીજા નિમિત્તની શી જરૂર છે?
“ તુ વાસના ચૌ જ્ઞાના િવિનયતઃ '' વ. પુ.
ધર્મ અને અધર્મ અદૃષ્ટ તરીકે કહેવાય છે. ધર્મ, સ્વર્ગ આદિ સકલ સુખોનું અને સ્વર્ગ સાધનભૂત શરીર આદિનું સાધન છે. ઈષ્ટ સાધનપણાએ વેદવિહિત ગંગાસ્નાન આદિ યાગ આદિ, વ્યાપાર રૂપ કર્મજન્ય સાક્ષાત્ સુખસાધન રૂપ ધર્મ છે. તે ધર્મ કર્મનાશ-અજલસ્પર્શ આદિથી નાશ પામે છે. વળી અધર્મ, નરક આદિ સકલ દુઃખોનું-નારકીય શરીર આદિનું સાધન છે, નિંદિત-શાસ્ત્રનિષિદ્ધ ક્રિયાથી જન્ય છે. આ અધર્મ-પાપ, પ્રાયશ્ચિત્ત આદિથી નાશ પામે છે. આ ધર્મ-અધર્મ રૂપ બે ગુણો જીવમાં રહેનાર છે. આ બે ગુણો વિલક્ષણ સંસ્કાર રૂપ વાસનાથી જન્ય છે, જ્ઞાનથી પણ (ભોગથી) વિનાશને પામે છે.