________________
१५६
तत्त्वन्यायविभाकरे પ્રભા-સૂર્ય-ચંદ્રની અને તેજસ્વી પુદ્ગલોની પ્રકાશ રશ્મિઓમાંથી નીકળતો જે બીજો ઉપપ્રકાશ, તે “પ્રભા' કહેવાય છે. તે પણ વિરલ પ્રકાશ રૂપ હોવાથી પુદ્ગલપરિણામ રૂપ જ છે.
એવં “છાયા'-પુગલદ્રવ્ય છે, કેમ કે- ક્રિયાવાન છે. જેમ કે ઘડો. ‘છાયા જાય છે'- આવી પ્રતીતિથી છાયા ક્રિયાવાન છે. એક ભાગમાંથી બીજા ભાગની પ્રાપ્તિના અનુભવથી પણ તે છાયામાં તે ક્રિયાની સિદ્ધિ છે.
શંકા- પ્રતિબંધક દ્રવ્ય વડે તેજના સાન્નિધ્યનો અભાવ થવાથી, પ્રતિબંધક દ્રવ્યમાં રહેલ ક્રિયાનો તેજના અભાવ રૂપ છાયામાં આરોપ કરી “છાયા જાય છે'- એવો વ્યવહાર માનીએ તો શો વાંધો?
સમાધાન- જો મુખ્ય ક્રિયામાં બાધ (અનુપપત્તિ) આવે, તો આરોપ કરાય છે. અહીં મુખ્ય ક્રિયામાં બાધનો અભાવ હોઈ આરોપનો અસંભવ છે. તે છાયા ગતિમાન હોઈ છાયાની ગતિક્રિયામાં બાધકપ્રમાણનો અભાવ છે. આ પ્રમાણે છાયામાં શીતસ્પર્શ છે. જેમ જળમાં છે, તેમ છાયામાં આપ્યાયન (વૃદ્ધિ) છે. જેમ પવનમાં છે, તેમ શીતસ્પર્શવાળી છાયા છે, માટે દ્રવ્ય છે. જેમ કે- જળ વૃદ્ધિવાળી છાયા છે, માટે દ્રવ્ય છે. જેમ કે- પવન.
તથા “આતા’- સ્વભાવથી શીતલ પણ સૂર્યના વિમાનથી પેદા થતો ઊષ્ણ પ્રકાશ રૂપ આપ પણ પુદગલપરિણામ રૂપ જ છે, કેમ કે-તાપજનક છે. પરસેવાનો હેતુ હોઈ, ઊષ્ણ હોઈ, અગ્નિની માફક આતપ પણ પુદ્ગલદ્રવ્ય છે.
ननु पृथिव्या गन्धरसरूपस्पर्शवत्त्वाज्जलस्य रसरूपस्पर्शवत्त्वात्तेजसो रूपस्पर्शवत्त्वाद्वायोस्स्पर्शमात्रवत्त्वान्न पुद्गलपरिणामत्वं स्पर्शरसगन्धवर्णवतामेवागमे पुद्गलत्वप्रतिपादनात्, एषां च पृथिव्यादीनां विजातीयपरमाण्वारब्धत्वादित्याशङ्कायामाह
परमाणूनां परिणामविशेषा एव पृथिवीजलतेजोवायवः । २१ । परमाणूनामिति । परिप्राप्तबन्धपरिणामाः परमाणव एव स्कन्धरूपाः पृथिव्यादयः, एवं पृथिव्यादयः परमाणुपरिणामविशेषाः स्पर्शादिमत्त्वात्, ये न तत्पर्याया न ते स्पर्शवन्तो यथाऽकाशादयः, स्पर्शादिमन्तश्च पृथिव्यादयस्तस्मात्परमाणुपर्याया इति तत्परिणामविशेषत्वसिद्धिः, न च स्पर्शादिमत्त्वं पक्षकदेशासिद्धम्, जलादौ गन्धाद्यभावादिति वाच्यम्, स्पर्शवत्त्वेन गन्धानुमानात्, क्वचिज्जलादौ गन्धाधुपलब्धेश्च । न च तत्संयोगिनां पार्थिवद्रव्याणां संयोगेन तद्गुणत्वेन गन्धोपलब्धिस्तत्रेति वाच्यम्, साध्यसमत्वात्, तत्र तद्वियोगकालादर्शनात्, क्वचिदनुद्भूतस्वभावत्वेनैवानुपलब्धेः । एवं तेजोऽपि स्पर्शादि
૧. વર્તમાનકાળમાં પણ પાશ્ચાત્યદેશીય વૈજ્ઞાનિકતા અનુસારે “જે ફોટોગ્રાફ સંજ્ઞાવાળું પ્રતિકૃતિ નિર્માણ નીકળેલ છે, તે ફોટોગ્રાફ છાયાના પુલને પ્રત્યક્ષ કરે છે. છાયા પુલ રૂપ પ્રતિબંધ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે.