________________
सूत्र - २०, तृतीय किरणे
વળી બીજી વાત એવી છે કે - પાશ્ચાત્ય વૈજ્ઞાનિક સંશોધનના અનુસારે ‘વાયરલેસ-ટેલિગ્રાફ-ટેલીફોનરેડીયો-ફોનોગ્રાફ’ નામવાળા યંત્રોમાં શબ્દનું ગ્રહણ પ્રત્યક્ષસિદ્ધ અનુભવાય છે. રૂપી પુદ્ગલો સિવાય અરૂપી આકાશ ધર્માદિ દ્રવ્યોનું ગ્રહણ થતું નથી. માટે શબ્દ પુદ્ગલગુણવાળો રૂપી છે.
१५५
જેમ શબ્દ પુદ્ગલના પરિણામ રૂપ છે, તેમ અંધકાર પુદ્ગલના પરિણામ રૂપ જ છે, કેમ કે-ભીંત આદિની માફક દૃષ્ટિના પ્રતિબંધને કરનાર છે અને પટ આદિની માફક દૃષ્ટિનો આવારક છે. પરંતુ અંધકા૨ તેજ-પ્રકાશના અભાવ રૂપ નથી, કેમ કે- દૃષ્ટિના વ્યવધાન રૂપ ક્રિયાનું સામર્થ્ય છે. જેમ કે- ભીંત આદિ. અતઃ તમઃ પૌદ્ગલિક છે, કેમ કે- મૂર્ત્તત્વ આદિનો યોગ છે. પ્રકાશનો વિરોધી તમઃ છે, માટે દ્રવ્ય રૂપ કાર્ય તે તમઃ કેવી રીતે ?
જો અંધકારને તેજના અભાવ રૂપ માનવામાં આવે, તો ક્રિયારહિતપણું હોવાથી તે અંધકારનું વ્યવધાન રૂપ ક્રિયાનું કર્તૃત્વ ન થાય !
શંકા - જે કાર્ય રૂપ દ્રવ્ય છે, તે તૈજસ પ્રકાશની સાથે વિરોધી નથી. વળી તૈજસ પ્રકાશનો વિરોધી તમઃ છે, માટે દ્રવ્ય રૂપ કાર્ય તે તમઃ કેવી રીતે ?
સમાધાન- તેજ કહો તો પ્રકાશ અને પ્રકાશ કહો તો તેજ બન્ને એક અર્થવાચક હોઈ એક છે, એવો સ્વીકાર છે. જળ આદિ દ્રવ્ય તેજનો વિરોધી છે, માટે પૂર્વોક્ત હેતુ સ્વરૂપાસિદ્ધ છે; કેમ કે-જળ આદિ કાર્ય દ્રવ્ય છે, તે તેજ-પ્રકાશનો વિરોધી છે. અર્થાત્ પક્ષ રૂપ જળ આદિમાં તેજ-પ્રકાશનો વિરોધાભાવાભાવવિરોધ છે.
શંકા- તેજ અને પ્રકાશની એકતા સંભવતી નથી, કેમ કે-ઓટલા આદિમાં રાખેલો દીવો, નિરંતર ધારાએ વરસાદ વરસતો હોવા છતાં બહાર પ્રકાશ આપે છે. અને જો વિરોધ હોય તો બહાર ન દેખાવો જોઈએ, કેમ કે- જળના પડવાથી પ્રકાશ પ્રશાન્ત થઈ જ ગયો ને ?
સમાધાન- પ્રકાશ રૂપી પ્રદીપના પુદ્ગલો, બહાર નીકળેલા જળબિંદુઓના સંપર્કથી પ્રકાશરૂપતાને છોડે છે. તેના સરખા કાળમાં પ્રદીપની શિખાએ ફેંકેલા બીજા અગ્નિના પુદ્ગલો તે આકાશપ્રદેશમાં વ્યાપ્ત થાય છે, તે અગ્નિના પુદ્ગલો (પ્રદીપની રશ્મિઓ) પરિણામની વિચિત્રતાથી વડવાનલના અવયવોની માફક જલપાતથી પ્રશાન્ત થઈ શકતા નથી.
(ઉત્પત્તિસ્થાનમાં રહેનાર જ પ્રદીપ પુદ્ગલોનો જળની સાથે વિરોધ છે, ઉત્પત્તિસ્થાનથી બહાર નીકળેલ પ્રદીપ પુદ્ગલોનો જળની સાથે વિરોધ નથી. અપેક્ષાએ વિરોધ પણ છે - અવિરોધ પણ છે, પરંતુ સર્વથા જળ અને અગ્નિનો વિરોધ નથી જ.)
તથાચ પરિણામની વિચિત્રતાથી વિરોધ-અવિરોધ પરિણામને ભજનારા પુદ્ગલો હોય છે, માટે અમોને કોઈ જાતનો વિરોધ નથી.
એવં ‘ઉદ્યોત' ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર આદિનો શીતપ્રકાશ (ચાંદની વગેરે) આલ્હાદકારક હોવાથી-જળની માફક પ્રકાશક હોવાથી, અગ્નિની માફક મૂર્તદ્રવ્યના પરિણામ રૂપ જ છે. પદ્મરાગ આદિનો ઉદ્યોત ઉષ્ણ નહિ-શીત નહિ, એવો ઉદ્યોત પુદ્ગલપરિણામ રૂપ છે.