________________
સૂત્ર - ૨૨, તૃતીય જિરને
१५७
स्वभावकं, तद्वत्कार्यत्वाद् घटवत्, स्पर्शादिमतां हि काष्ठादीनां कार्यं तेजः, तत्परिणामाच्च, उपभुक्तस्य ह्याहारस्य स्पर्शादिगुणस्य वातपित्तश्लेष्मविपरिणामः, पित्तं च जठराग्निरुच्यते तस्मात्स्पर्शादिमत्तेजः । तथा वातश्च प्राणादिः, ततो वायुरपि स्पर्शादिमानिति भावः । अथाजीवनिरूपणं निगमयतीतीति ।।
इत्यजीव निरूपणम्इति तपोगच्छनभोमणि श्रीमद्विजयानन्दसूरीश्वरपट्टालङ्कार श्रीमद्विजयकमलसूरीश्वर चरणनलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां
न्यायप्रकाशव्याख्यायामजीवनिरूपणो नाम तृतीयः किरणः ॥ શંકા- ગંધ-રસ-રૂપ-સ્પર્શવાન હોવાથી પૃથ્વી, રસ-રૂપ-સ્પર્શવાન હોવાથી જળ અને રૂપ-સ્પર્શવાન હોવાથી તેજ, માત્ર સ્પર્શવાન હોવાથી વાયુ પુદ્ગલપરિણામ રૂપ નથી, કેમ કે-સ્પર્શ-રસ-ગંધ-રૂપવંતો જ પુદ્ગલ' કહેવાય છે, એવું આગમમાં પ્રતિપાદન છે.
અને પૃથ્વી આદિ ભિન્ન ભિન્ન જાતિવાળા પરમાણુઓથી આરબ્ધ (જન્ય) છે, તો પૃથ્વી આદિ પુદ્ગલપરિણામ રૂપ કેવી રીતે? અને પૃથ્વીના આદિ રૂપ ભેદો કેવી રીતે?
ભાવાર્થ-સમાધાન- “પરમાણુઓના વિશિષ્ટ પરિણામો જ પૃથ્વી-જળ-તેજ-વાયુ છે.” બંધપરિણામને (વિશિષ્ટ ઋક્ષતા સ્નેહયુક્ત-સ્પષ્ટ બદ્ધપુલોનો પરસ્પર આશ્લેષ રૂપ બંધપરિણામને) પામેલા પરમાણુઓ જ, સ્કંધ બનેલા, પૃથ્વી-જળ આદિ રૂપે કહેવાય છે.
નિયમ- જે પુગલ પર્યાય રૂપ નથી, તે સ્પર્શવાળા નથી. જેમ કે- આકાશ આદિ. પૃથ્વી આદિ સ્પર્શ આદિવાળા છે તેથી પરમાણુઓના પર્યાયો છે. આવી રીતે તે પરમાણુઓના પરિણામ વિશેષતાની સિદ્ધિ સમજવી.
શંકા- અહીં સ્પર્શ આદિમત્ત્વ રૂપ હેતુ પક્ષના એકદેશમાં અવૃત્તિ હોઈ પક્ષેક દેશાસિદ્ધ (ભાગાસિદ્ધ) છે, કેમ કે-જળ આદિ પક્ષના એકદેશમાં ગંધ આદિનો અભાવ છે. તો જળાદિ, સ્પર્શ વગેરે ચતુષ્ટયવાળા કેવી રીતે?
સમાધાન- જયાં સ્પર્શ છે, ત્યાં ગંધ આદિ અવશ્ય છે, માટે સ્પર્શ દ્વારા ગંધ જળાદિમાં અનુમાનસિદ્ધ છે. વળી કોઈ જગ્યાએ જળાદિમાં ગંધ આદિની ઉપલબ્ધિ (સાક્ષાત્કાર) થાય છે એટલે જળાદિમાં ગંધ આદિ છે.
શંકા- જળની સાથે સંયોગવાળા પાર્થિવ દ્રવ્યોનો ગુણ હોઈ જળ આદિમાં ગંધની ઉપલબ્ધિ છે. જલ આદિમાં ગંધ ઔપાધિક છે, સ્વાભાવિક નથી. તો કહો કે - જળાદિ સ્વાભાવિક ગંધવાળા કેવી રીતે ?