________________
सूत्र - १५, तृतीय किरणे
આવા અભિપ્રાયથી કહે છે કે
ભાવાર્થ- આ પુદ્ગલો રસવાળા, ગંધવાળા અને સ્પર્શવાળા પણ છે.
વિવેચન- આ પુદ્ગલો કથંચિત્ દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાથી અભેદથી, પર્યાયનયની અપેક્ષાએ ભેદથી રસવાન, ગંધવાન, સ્પર્શવાન. અહીં મતુર્ પ્રત્યય કથંચિદ્ ભેદાભેદ બોધક છે, અથવા નિત્ય યોગ રૂપ અર્થ મતુમ્ પ્રત્યયનો ગ્રહણ કરવો. અર્થાત્ રૂપ આદિ પોતાના ગુણોની સાથે નિત્ય સંબંધવાળા પુદ્ગલો છે, એમ અર્થ સમજવો.
१३९
આ કથનથી સાબિત થાય છે કે- ઇન્દ્રિય સંબંધના પહેલાં પણ પુદ્ગલો રૂપ- આદિ અને આકારવાળા જ હોય છે. કેવલ દ્રવ્યસ્વભાવવાળી મૂર્તિ જ ચક્ષુ આદિ ગ્રહણ કરી રૂપાદિ વ્યવહારને પામે છે એમ નહિ, એમ વિશિષ્ટ સમજવું.
શંકા- આ પુદ્ગલોનો અવગાહ ક્યાં હોય છે ? શું લોકમાં છે કે અલોકમાં ?
સમાધાન - આ શંકાના જવાબમાં કહે છે કે- ‘પુદ્ગલો લોકાકાશવ્યાપક છે.’ અર્થાત્ અસંખ્યાત પ્રદેશસ્વરૂપી લોકાકાશમાં જ પુદ્ગલોનો અવગાહ છે, અલોકાકાશમાં નહિ; કેમ કે- ધર્માસ્તિકાયનો અભાવ હોવાથી લોકની બહાર પુદ્ગલોના ગમનનો અસંભવ છે.
શંકા- શું લોકાકાશમાં પણ પુદ્ગલો સર્વ ભાગથી અવગાહે છે કે ઘટ અને જળાશયની માફક એક ભાગથી અવગાહે છે ?
સમાધાન- ખરેખર, પરમાણુ સ્વયં પ્રદેશ રૂપ છે – બીજા પ્રદેશથી રહિત છે. આથી તે પરમાણુનો એક જ આકાશપ્રદેશમાં અવગાહ છે. ચણુકનો અવગાહ પરિણામની વિચિત્રતાના કારણે એક અને બે આકાશપ્રદેશમાં છે. ઋણુકનો અવગાહ એક-બે-ત્રણ આકાશપ્રદેશમાં છે.
આ પ્રમાણેના ક્રમથી ચતુરણુક આદિનો તેમજ સંખ્યાત-અસંખ્યાત-અનંત પ્રદેશવાળા પુદ્ગલસ્કંધોનો એક-સંખ્યાત-અસંખ્યાત આકાશપ્રદેશોમાં અવસ્થાન રૂપ અવગાહ છે.
હવે આ પુદ્ગલોના સ્કંધ આદિ વિભાગને કહે છે કે
ભાવાર્થ – વળી તે પુદ્ગલો સ્કંધ-દેશ-પ્રદેશ-પરમાણુના ભેદથી ચાર પ્રકારવાળા છે.
વિવેચન- તે પુદ્ગલો સંક્ષેપથી બે પ્રકારના છે. કેટલાક બદ્ધ પુદ્ગલો છે, જ્યારે કેટલાક અબદ્ધ પુદ્ગલો છે.
અબન્ને પુદ્ગલ – અવયવ વગરના, પરસ્પર સંયોગ વગરના અને સૂક્ષ્મ પરિણામવાળા ચતુઃસ્પર્શી જ પરમાણુઓ ‘અબદ્ધ પુદ્ગલો’ કહેવાય છે.
બન્ને પુદ્ગલ - અવયવવાળા, પરસ્પર સંયોગથી વ્યવસ્થિત અને બાદર પરિણામથી પરિણત અષ્ટસ્પર્શી સ્કંધો ‘બદ્ધ પુદ્ગલ' તરીકે કહેવાય છે.
સ્કંધની અપેક્ષાએ દેશ અને પ્રદેશ રૂપ બે ભેદો છે. ત્યાં સ્કંધ, સ્થૌલ્યભાવથી લેવા-મૂકવા આદિ વ્યાપારમાં સમર્થ (યુક્ત) હોવાથી સ્કંધ ૫૨માણુ સમુદાય રૂપ છે.