________________
१३४
तत्त्वन्यायविभाकरे
પ્રત્યેક સિદ્ધોની સિદ્ધત્વની અપેક્ષાએ સાદિઅનંત (અંત વગરની) સ્થિતિ છે.
ભવ્યોની ભવ્યત્વની અપેક્ષાએ અનાદિ (આદિ વગરની) સાંત સ્થિતિ છે, કેમ કે- સિદ્ધત્વની પ્રાપ્તિ બાદ ભવ્યત્વનો અંત થાય છે.
અભવ્યોની અભવ્યની અપેક્ષાએ અનાદિઅનંત સ્થિતિ જાણવી. અચેતન-અજીવ દ્રવ્યોમા લયણુકચણુક આદિ સ્કંધોની સ્થિતિ સાદિ અને સાંત છે, કેમ કે-ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પણ એક યણુક આદિ પર્યાયની અપેક્ષાએ પુદ્ગલદ્રવ્ય (સ્કંધ રૂપ) અસંખ્યાત કાળ માત્ર સ્થિતિવાળું છે.
ભવિષ્યકાળ રૂપ અનાગત અદ્ધા (કાળ) સાદિ અનંત સ્થિતિવાળી છે. ભૂતકાળ રૂપ અતીત અદ્ધાની સ્થિતિ અનાદિ અને સાંત છે. ધર્માસ્તિકાય-અધમસ્તિકાય-આકાશ આદિની સ્થિતિ અનાદિ અને અનંત જાણવી.
પૂર્વોક્ત ચાર પ્રકારની સ્થિતિમાંથી કોઈ એક સ્થિતિની સ્વયમેવ વર્તતા પદાર્થોની સમયના આશ્રયવાળી વર્તવાના સ્વભાવ રૂપ ‘વર્તના” છે. આવો ભાવ સમજવો.
આ એક-પ્રથમ સમયના આશ્રયવાળી વર્તના છે. તે કારણથી જ કોઈ પણ વર્ણના બે-ત્રણ આદિ સમય સુધી રહેનારી નહિ હોવાથી જ પરિવર્તન (ફેરફાર) સ્વભાવવાળી છે. તે જ પરિવર્તન પર્યાય' તરીકે કહેવાય છે. માટે કહે છે કે- “આથી વિચલિત એક વર્તના બે સમય સુધી પણ સ્થિતિ કરતી નથી.”
હવે ક્રિયા નામક પર્યાયને કહે છે કે- “ભૂતકાળમાં થઈ, ભવિષ્યમાં થનારી અને વર્તમાનકાળમાં વર્તતી જે દ્રવ્યોની ચેષ્ટા, “ક્રિયાપર્યાય.'
ક્રિયા-કરણ એટલે ક્રિયા. તે કાળકૃત દ્રવ્યપરિણામવિશેષ તરીકે કહેવાય છે. જેમ કે વર્તમાનત્વઅતીતત્વ-અનાગતત્વ રૂપ દ્રવ્યપર્યાયવિશેષ. દા.ત. આકાશપ્રદેશની શ્રેણીમાં અંગુલિ વર્તે છે, વર્તી હતી અને વર્તનારી છે.
આવી પ્રતીતિ-વ્યવહારમાં અંગુલિમાં રહેલ વર્તમાનત્વ-અતીતત્વ-અનાગતત્વ પર્યાયો કાળના આશ્રયવાળા ક્રિયા રૂપ દ્રવ્યના સમજવા.
જો સમય-કાળના આશ્રયવાળી ન માનવામાં આવે, તો અતીત જ, વર્તમાન અને અનાગત થઈ જાય. આ પ્રમાણે અનાગત-વર્તમાનનું સાંકર્મ (મિશ્રણ) થઈ જાય. વળી આ ઈષ્ટ નથી.
અને તેથી સમયના ભેદથી ભૂતકાળની સમયની રાશિની અપેક્ષાએ અંગુલિ આદિની ભૂત થઈ ગયેલી ક્રિયાઓ, વર્તમાન સમયની અપેક્ષાએ થતી ક્રિયાઓ અને અનાગત સમયની રાશિની અપેક્ષાએ થનારી ક્રિયાઓ “પર્યાય' તરીકે કહેવાય છે.
તે ક્રિયા પ્રયોગજન્ય, વિસસાજન્ય અને મિશ્રજન્યના ભેદથી ત્રણ પ્રકારવાળી છે.