________________
सूत्र - १२, तृतीय किरणे
१३३
વર્તના- દ્રવ્યોનું વર્તવું (રહેવું).
ક્રિયા- દેશાન્તરપ્રાપ્તિ (પર્યાયાન્તરપ્રાપ્તિ) આદિ લક્ષણવાળી ચેષ્ટા.
પરિણામ- સ્વજાતિ (સ્વભાવ)નો ત્યાગ કર્યા સિવાય સહજ જન્ય અને (જીવવ્યાપારથી યુક્ત) પ્રયોગથી જન્ય પર્યાય સ્વભાવવાળો પરિણામ. જેમ કે- અંકુર અવસ્થાવાળી વનસ્પતિનો મૂલ-કાંડ આદિ પરિણામ. ‘અંકુર હતો, હમણાં સ્કંધવાળો અને ચાલુ વર્ષે ફૂલ-ફલવાળો થશે.' ઇતિ પરિણામ.
અથવા પુરુષદ્રવ્યનો બાલ-કુમાર-યુવક-પ્રૌઢ અવસ્થા રૂપ પર્યાયના સદ્ભાવ રૂપે લક્ષણવાળો પરિણામ.
ધર્મ આદિ અરૂપી દ્રવ્યોમાં અનાદિ પરિણામ, રૂપી પદાર્થોમાં વાદળ, ઇન્દ્રધનુષ આદિમાં અને કુંભ, સ્તંભ આદિમાં આદિવાળો પરિણામ છે.
પરત્વ-અપરત્વ- જેના આશ્રયે દ્રવ્ય ૫૨ રૂપે-અપર રૂપે (વ્યવહાર) યોગ્ય થાય છે, તે પરત્વ-અપરત્વ. પર એટલે પહેલાંના કાળમાં થનાર વસ્તુ અને અપર એટલે પાછળથી પાછલા કાળમાં થનાર વસ્તુ. જો કે પરત્વ અને અપરત્વ પ્રશંસામૃત (જન્મ) અને ક્ષેત્રકૃત (જન્મ) પણ હોય છે. જેમ કે‘પરો ધર્મ: ।’
અહીં પર એટલે સર્વમાં ઉત્તમ હોઈ પ્રશસ્ત, સકલ મંગલનું ઘર હોઈ ઉત્કર્ષની પરાકાષ્ઠાએ પામેલ પ્રકૃષ્ટ ધર્મ છે.
‘અપરોધર્મ:’ - અધર્મ, અપ૨ એટલે જઘન્ય-સ્વલ્પ ગુણવાળો હોઈ અધમ કોટિનો છે, તેમજ ‘’ જ્ઞાન ૫૨ છે, એટલે યથાર્થ વસ્તુ જ્ઞાતા છે-પ્રશસ્ત છે.
‘અપરંઞજ્ઞાનં’ ’ - અજ્ઞાન અપર છે એટલે યથાર્થ વસ્તુશાતા નહિ હોઈ, અપ્રશસ્તસમ્યગ્દષ્ટિનું નહિ હોઈ મિથ્યાર્દષ્ટિનું હોઈ કુત્સિત છે. આ પ્રમાણે પ્રશંસાકૃત પરત્વ-અપરત્વ સમજવું.
‘ક્ષેત્રતપરત્ન-અવરત્ન’ - એક દિશામાં એક કાળમાં રહેલ બેમાં, ૫૨ એટલે વિપ્રદષ્ટ-દૂરવર્તી વસ્તુ સમજવી. અપર એટલે સન્નિકૃષ્ટ-સમીપવર્તી વસ્તુ સમજવી.
તો પણ અહીં કાળનો પ્રસંગ હોઈ પૂર્વભાવિત્વ-પશ્ચાદ્ભાવિત્વ રૂપ પરત્વ-અપરત્વનું ગ્રહણ કરવું. જેમ કે- સોળ વર્ષની ઉંમરવાળા કરતાં એકસો વર્ષની ઉંમરવાળો ૫૨ કહેવાય છે. સોવર્ષની ઉંમરવાળા કરતાં સોળ વર્ષની ઉંમરવાળો અપર કહેવાય છે.
હવે વર્તનાનું સ્વરૂપ કહે છે
ત્યાં વર્તનાદિ ચાર પ્રકારના પર્યાયો પૈકી દ્રવ્યોની સ્થિતિ (કાળનો નિર્ણય) ૧-સાદિસાંત, ૨-સાદિઅનંત, ૩-અનાદિસાંત, અને ૪-અનાદિઅનંત- એમ ચાર પ્રકારની છે. આ ચાર પ્રકારની સ્થિતિઓમાં કોઈ એક રૂપે દ્રવ્યનું વર્તવું એ ‘વર્તના’ છે.
ત્યાં દ્રવ્ય જીવ અને અજીવના ભેદથી બે પ્રકારનું છે. અચેતન જીવની દેવપણા, ના૨કપણા, તિર્યંચપણા અને મનુષ્યપણા રૂપ પર્યાયની અપેક્ષાએ સાદિ (આદિવાળી) સાંત (અંતવાળી) સ્થિતિ છે.