________________
१३२
तत्त्वन्यायविभाकरे
હવે કાળ પાંચ અસ્તિકાયોથી જુદો નથી, પરંતુ જીવ-અજીવ-દ્રવ્યપર્યાય રૂપ જ વર્તના આદિ ક્રિયાલક્ષણવાળો છે.
વર્તનાવાળા ભાવ કરતાં બીજો પદાર્થ કાળ નથી, કેમ કે પદાર્થના પરિણામ રૂપ છે. કાળનો વ્યુત્પત્તિ રૂપ અર્થ એવો છે કે- પર્યાયોનું રહેવું તથાચ તે તે રૂપે-સાદિસાત આદિ રૂપે અથવા નવા-પૂરાણા આદિ રૂપે વર્તના (દ્રવ્યોનું વર્તવું) જ દ્રવ્ય સંબંધી હોવાથી દ્રવ્યકાળ' કહેવાય છે. અથવા જીવ-અવદ્રવ્ય દ્રવ્યકાળ' છે, કેમ કે-પર્યાય અને પર્યાયવાળાનો અભેદથી ઉપચાર છે.
ખરેખર વર્તના, પરિણામ આદિથી કાળદ્રવ્ય ભિન્ન નથી.
સમય- આવલિકા આદિ રૂપ પણ મનુષ્યક્ષેત્રવ્યાપી કાળ જીવ-અજીવોથી ભિન્ન નથી, કેમ કે- સૂર્ય આદિની ગતિક્રિયા પરિણામવાળી, કાળ કહેવાય છે; બીજો નહિ. અર્થાત સૂર્ય આદિ ક્રિયાવિશિષ્ટપણે હોવાથી અહોરાત્ર આદિ રૂપ અદ્ધાકાળ દ્રવ્યથી ભિન્ન નથી.
તે કાળનું એકપણું હોવા છતાં પર્યાયરૂપપણાએ કરી, કિંચિત્માત્ર વિશેષની વિવક્ષાથી દ્રવ્યકાળ “અદ્ધાકાળ' ઇત્યાદિ વ્યવહારવાળો છે, તેથી તે આરોપિત દ્રવ્ય તરીકે કહેવાય છે. એવા આશયથી કહે છે કે
ભાવાર્થ- વાસ્તવિક રીતે તો આ કાળ અસ્તિકાય રૂપ દ્રવ્ય રૂપ નથી, પરંતુ સર્વ દ્રવ્યોમાં વર્ણના આદિ પર્યાયો હંમેશાં વિદ્યમાન હોવાથી ઉપચારથી કાળદ્રવ્ય તરીકે કહેવાય છે.
અને વર્તના આદિ પર્યાયો વર્તના-ક્રિયા-પરિણામ-પરત્વાપરત્વ રૂપે ચાર પ્રકારના છે.
ત્યાં સાદિસાંત, સાદિઅનંત, અનાદિસાંત અને અનાદિઅનંત રૂપ ભેજવાળા ચાર પ્રકારોમાં કોઈ એક પ્રકારથી દ્રવ્યોનું વર્તવું-રહેવું, તે “વના કહેવાય છે.
આ વર્તના સમયે સમયે પરિવર્તન રૂપ છે, તેથી વિવક્ષિત એક વર્તના બે સમય સુધી પણ સ્થિતિ કરતી નથી. આ હેતુથી જે વર્તનાની પરાવૃત્તિ, તે “પર્યાય' તરીકે કહેવાય છે.
ભૂતકાળમાં થઈ ગઈ, ભવિષ્યકાળમાં થશે અને વર્તમાનકાળમાં વર્તતી જે દ્રવ્યોની ચેષ્ટાઓ, તે ક્રિયાપર્યાય' કહેવાય છે.
પ્રયોગપરિણામ અને વિસસાપરિણામથી પેદા થતી નવીનપણા અને પ્રાચીનપણાના લક્ષણવાળી જે પરિણતિ, તે “પરિણામ' કહેવાય છે.
વિવેચન- આ કાળ દ્રવ્યાત્મક નથી, પરંતુ પર્યાય આત્મક છે-એમ સમજવું. તો પ્રશ્ન એ થાય છે કે‘દ્રવ્યકાળ' જે કહેવાય છે તે કેવી રીતે ?
આના જવાબમાં કહે છે કે – સર્વ દ્રવ્યોમાં સર્વદા વર્તના આદિ પર્યાયોની વિદ્યમાનતા હોવાથી, પર્યાય અને પર્યાયવાળા(દ્રવ્ય)નો અભેદ ઉપચારની અપેક્ષાથી પર્યાય આત્મક કાળ દ્રવ્યકાળ' તરીકે કહેવાય છે.
હવે કાળસ્વરૂપ (કાળ રૂપ અપેક્ષાકારણજન્ય) અથવા કાળના ઉપકારભૂત વર્તના આદિને દર્શાવે છે કેવર્તનાદિ પર્યાયો વર્તના-ક્રિયા-પરિણામ-પરત્વ અપરત્વ રૂપે ચાર પ્રકારના છે.” ત્યાં