________________
सूत्र - १३, तृतीय किरणे
१३५
પ્રયોગજન્ય ક્રિયા- જીવની ક્રિયા રૂપ પરિણામના સંબંધથી જન્ય, શરીર-આહાર-વર્ણ-ગંધ-રસ-સ્પર્શસંસ્થાન-આકૃતિ રૂપ વિષયવાળી છે.
વિસસાજન્ય ક્રિયા- જીવવ્યાપાર રૂપ પ્રયોગ સિવાય, કુદરતી, કેવલ અજીવદ્રવ્યના સ્વપરિણામ રૂપ ક્રિયા, પરમાણુ-વાદળ-ઈન્દ્રધનુષ-પરિવેષ (મંડલ-સૂર્ય, ચંદ્ર વગેરેની ચારેય બાજુ ફરતું ગોળાકાર દેખાતું તેજનું જલકુંડાળું) આદિ રૂપ અને વિચિત્ર સંસ્થાન (આકારો)વાળી વિસસાજન્ય ક્રિયા (રૂપ પર્યાય).
મિશ્રજન્ય ક્રિયા- પ્રયોગ અને સ્વભાવથી જીવ-અજીવ રૂપ ઉભયના પરિણામ રૂપ હોવાથી, જીવવ્યાપાર રૂપ પ્રયોગના સહકારથી થયેલ. અચેતનદ્રવ્યના પરિણામવાળી, કુંભ, સ્તંભ આદિ વિષયવસળી ક્રિયા (પર્યાય) જાણવી.
(કુંભ વગેરે, તેવા (તથા વિધ) પરિણામથી ઉત્પન્ન થવા માટે સ્વતઃ પોતે જ સમર્થ, કુંભારની સહાયથી પેદા થાય છે.)
ક્રિયાનું આ પ્રમાણેનું સ્વરૂપ હોવા છતાં, પદાર્થોની ભૂતત્વ, ભવિષ્યત્વ અને વર્તમાનત્વ વિશિષ્ટ, ગતિક્રિયા રૂપ, ક્રિયાના પર્યાય તરીકે ગ્રહણ કરવી; કેમ કે-કાળ રૂપ અપેક્ષા કારણથી જન્ય છે.
હવે પરિણામને કહે છે કે પ્રયોગ અને વિસસા રૂપ પરિણામથી પેદા થતી નવીનપણા-પ્રાચીનપણા રૂપ જે પરિણતિ, તે “પરિણામ' તથા કાલલોક નામક શાસ્ત્રમાં કહ્યું છે કે-પ્રયોગ-વિસસા આદિ જન્ય, નવત્વજીર્ણત્વ આદિ રૂપ જે દ્રવ્યોની પરિણતિ, તે પરિણામ’ કહેલ છે.
અર્થાત્ કોઈ પણ ચીજ સર્વદા જ નવી અને જૂની હોઈ શકતી જ નથી. વસ્તુઓમાં જે નૂતનપણાજીર્ણપણા રૂપ બે ધર્મનું પરિવર્તન, તે પર્યાય કહેવાય છે.
અહીં નૂતન શબ્દનો અર્થ મલ આદિ રહિત તથા જીર્ણનો અર્થ મલવાળો પદાર્થ – એમ કરવાનો નથી, પરંતુ નવા પર્યાયથી મુક્ત તે નવો અને પુરાણા પર્યાયથી યુક્ત જીર્ણ દ્રવ્ય છે, એવો અર્થ લેવાનો છે.
જો કે પરિણામ વિશિષ્ટ ક્રિયા રૂપ જ છે, તો પણ પરિણામથી સ્થિતિનો સંગ્રહ (ગ્રહણ) હોવાથી ક્રિયાથી પરિણામનું ભેદપૂર્વક કથન છે.
શંકા- જો આમ છે, તો પરિણામ જ કહો! ક્રિયાથી સર્યું. કેમ કે- તે ક્રિયા પણ તે પરિણામમાં અંતર્ગત છે.
સમાધાન- દ્રવ્યો બે પ્રકારના પ્રકાશન માટે ક્રિયાનું અને પરિણામને બંનેનું ગ્રહણ છે. ખરેખર, દ્રવ્ય બે પ્રકારવાળું છે-(૧) પરિસ્પદ રૂપ અને (૨) અપરિસ્પદ રૂપ.
અહીં પરિસ્પંદનો અર્થ ક્યિા છે અને અપરિસ્પંદનો અર્થ પરિણામ છે. અર્થાત્ ક્રિયા પર્યાયવિશિષ્ટ દ્રવ્ય અને પરિણામ પર્યાયવિશિષ્ટ દ્રવ્ય-એમ સમજવું.
अथ परत्वापरत्वपर्यायमाह
यदाऽश्रयतो द्रव्येषु पूर्वापरभावित्वव्यपदेशस्सः परत्वापरत्वपर्यायः । १३ । यदेति । कालोपकारप्रकरणात्कालकृते परत्वापरत्वेऽत्र ग्राह्ये न क्षेत्रप्रशंसाकृते, बाल