________________
अथ तृतीयकिरणः ।।
अथ द्वितीयं तत्त्वं निरूपयितुं तल्लक्षणमाह
ચેતનાશ્ચંદ્રવ્યમનીવ: ૨. चेतनेति । चेतनाशून्यत्वे सति द्रव्यत्वमजीवस्य लक्षणं, जीवेऽतिप्रसङ्गवारणाय विशेषणं, न भावोऽभाव इतिवच्चेतनाभावमात्रस्याजीवत्वप्रसङ्गवारणाय विशेष्यम्, तत्राजीवस्य पञ्चविधत्वं पूर्वमुक्तमेव ॥
અજીવનિરૂપણ નામક તૃતીય કિરણ હવે અજીવ રૂપ બીજા તત્ત્વના નિરૂપણ માટે અજીવનું લક્ષણ ભાવાર્થ- ચેતના વગરનું દ્રવ્ય “અજીવ' કહેવાય છે. વિવેચન-ચેતનાશૂન્યત્વ રૂપ વિશેષણવાળું અને દ્રવ્યત્વ રૂપ વિશેષ્યવાળું અજીવ રૂપ લક્ષ્યનું લક્ષણ છે.
આ લક્ષણમાં એકલું દ્રવ્યત્વ રૂપ વિશેષ્ય જો રાખવામાં આવે અને વિશેષણ દલ ન રાખવામાં આવે, તો જીવમાં દ્રવ્યત્વ હોઈ અલક્ષ્યભૂત જીવ રૂપ દ્રવ્યમાં દ્રવ્યત્વ હોઈ દ્રવ્યત્વ રૂપ લક્ષણમાં લક્ષણદોષ રૂપ અતિવ્યાપ્તિ (અલક્ષ્યમાં લક્ષણનું રહેવા રૂપ દોષ) થાય છે. માટે ચેતનાશૂન્યત્વ રૂપ વિશેષણ દલનો નિક્ષેપ કરવાથી અતિવ્યાપ્તિ નામક દોષ નહિ આવે, કેમ કે- જીવમાં ચેતના છે, તેનું શૂન્યત્વ નથી.
જો ચેતનાશૂન્યત્વ રૂપ વિશેષણ દલ માત્ર લક્ષણ કરવામાં આવે અને ‘દ્રવ્યત્વ' રૂપ વિશેષ્ય દલ ન કહેવામાં આવે, તો “નભાવ'- ભાવ નહિ તે અભાવ, એની માફક ચેતનાના અભાવ માત્રમાં (mયત્વાદિ ગુણધર્મ ક્રિયા-પર્યાય આદિમાં) અજીવત્વ પ્રસંગના વારણ માટે “દ્રવ્યત્વ' રૂપ વિશેષ્ય દલ રાખવું જોઈએ. અહીં અવદ્રવ્યના પાંચ પ્રકારો પહેલાં કહી દીધેલ છે. सम्प्रति प्रथमं धर्मं लक्षयति -
गत्यसाधारणहेतुर्द्रव्यं धर्मः । २ ।