________________
सूत्र - २९, द्वितीय किरणे
१०३
પરંતુ સઘળા સંસારીની અનંત અનંત પરમાણુજન્ય કાર્મણશરીર સંબંધની અપેક્ષાએ અથવા સ્વભાવથી પણ એક આદિ પ્રદેશની અવગાહના નથી, પણ અસંખ્યાત પ્રદેશવાળી અવગાહના જ સમજવી.
અસંસારી સિદ્ધો છેલ્લા શરીરના ત્રીજા ભાગથી ન્યૂન અવગાહનાવાળા હોય છે.
અર્થાત્ શરીરનો ત્રીજો ભાગ છિદ્ર રૂપ છે. તેને પૂરવાના કારણે ત્રીજા ભાગે હીન અવગાહના કહી છે. વળી તે અવગાહ યોગના નિરોધના કાળમાં થાય છે. એટલે સિદ્ધ પણ શરીરના ત્રીજા ભાગે હીન અવગાહવાળા હોય છે.
આનાથી ઓછો, આવરણ વગરના વીર્યવાળા પણ ભગવાનને સંકોચ હોતો નથી, કારણ કે-આ સ્વભાવ જ છે કે-આટલો જ સંકોચ છે. સ્વભાવમાં કેમ ?-એવો પ્રશ્ન અયોગ્ય છે, કેમ કે-કર્મપ્રભાવ રૂપ કારણના અભાવથી પ્રયત્નનો અભાવ હોઈ શ્રી સિદ્ધ ભગવંતોના પ્રદેશોનો સંકોચ-વિકાસ હોતો નથી.
સંસારી જીવોમાં આત્માના પ્રદેશોનો કર્મ નિમિત્તે સંકોચ-વિકાસ થવા છતાં નાશ થતો નથી, કેમ કે-અરૂપી છે. તેમજ અસંખ્યાત પ્રદેશોની સંખ્યામાં વધ-ઘટ થતી નથી. આત્માને ભલે સંકુચિત કે વિકસિત ક્ષેત્ર મળે.
સારાંશ કે-જધન્યથી સિદ્ધની અવગાહના આઠ અંગુલ અધિક એક હાથ પ્રમાણવાળી છે, કેમ કે-બે હાથના શરીરથી ન્યૂન અવગાહનાવાળો મોક્ષ મેળવી શકતો નથી.
મોક્ષગમનકાળમાં ભવોપગ્રાહી શરીરની અવગાહનાનો ત્રીજો ભાગ સંકોચને પામે છે.
ઉત્કૃષ્ટથી એક ધનુષ્યનો ત્રીજો ભાગ અધિક એવા ત્રણ સો તેત્રીશ ધનુષ્યના પરિમાણવાળી સિદ્ધ અવગાહના, કેમ કે- પાંચ સો ધનુષ્યની અવગાહનાવાળો જ મુક્તિ મેળવી શકે છે પણ પાંચસો ધનુષ્યથી અધિક અવગાહનાવાળો નહિ. ત્રીજો ભાગ પૂર્વની માફક સંકોચવશે ન્યૂન છે.
આ પ્રમાણે એક સિદ્ધની અવગાહનાની અપેક્ષાએ જધન્ય-ઉત્કૃષ્ટથી લોકના અસંખ્યાતમા ભાગે સિદ્ધો રહે છે.
સકલ સિદ્ધોની અવગાહનાની અપેક્ષાએ આયામ-વિખંભથી પીસ્તાલીશ લાખ જોજન પરિમિત ક્ષેત્ર છે, જ્યારે ઉંચાઈથી તો એક યોજનાનો ચોવીશમો ભાગ અથવા ચાર કોસમાંથી છેલ્લા કોસનો છઠ્ઠો ભાગ છે.
આ ગ્રંથ પ્રકરણ રૂપ હોવાથી શબ્દપ્રપંચ રૂપ વિસ્તરથી કથન ઉચિત નથી. આથી જીવનિરૂપણનો ઉપસંહાર કરે છે કે-આ પ્રમાણે જીવનિરૂપણ સમાપ્ત થાય છે.
-: પ્રશસ્તિ :ઇતિ તપાગચ્છનભોમણિ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વર પટ્ટધર શ્રીમદ્ વિજયકમલસૂરીશ્વર ચરણકમલમાં ભક્તિસમુદાયને સ્થાપન કરનાર, તેમના જ પટ્ટધર એવા શ્રી વિજયલબ્ધિસૂરિએ રચેલ ‘તત્ત્વન્યાયવિભાકરની સ્વપજ્ઞ “ન્યાયપ્રકાશ' નામકવ્યાખ્યામાં જીવનિરૂપણ નામનું બીજું કિરણ સમાપ્ત થાય છે. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં
દ્વિતીય કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.
ઇતિ દ્વિતીય કિરણ