________________
१०२
तत्त्वन्यायविभाकरे स्वभावतोऽपि वा नैकादिप्रदेशावगाहित्वं किन्त्वसंख्येयप्रदेशावगाहित्वमेव, सिद्धानां योगनिरोधकाले च शरीरसुषिराणां पूरणात् तृतीयभागहीनावगाहत्वं, अत: परमनावरणवीर्यस्यापि भगवतो न संकोचः, स्वभावश्चायमेतावानेव संहार इति न स्वभावे पर्यनुयोगः, कारणाभावात्प्रयत्नाभावेनोपसंहाराभावाच्चेति ॥
प्रकरणरूपत्वादस्य ग्रन्थस्य विस्तरेणाभिधानमनुचितमिति जीवनिरूपणमुपसंहरति इतीति, उक्तदिशेति भावः, समाप्तमिति शेषः ॥ इति तपोगच्छनभोमणिश्रीमद्विजयानन्दसूरीश्वरपट्टधर-श्रीमद्विजयकमलसूरीश्वरचरण
नलिनविन्यस्तभक्तिभरेण तत्पट्टधरेण विजयलब्धिसूरिणा विनिर्मितस्य तत्त्वन्यायविभाकरस्य स्वोपज्ञायां न्यायप्रकाशव्याख्यायां जीवनिरूपणाख्यो
द्वितीयकिरणस्समाप्तः ॥
અસંસારી જીવનું લક્ષણ ભાવાર્થ- “સર્વ કર્મથી સર્વથા રહિત “અસંસારી ને જ સિદ્ધ, જિન, અજિન, તીર્થ આદિ ભેટવાળો અને ચરમશરીરના ત્રીજા ભાગથી જૂન આકાશપ્રદેશની અવગાહનાવાળો છે.”
વિવેચન- અશેષ-અષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્મોનો જેણે સર્વથા ક્ષય કર્યો છે, તે અસંસારી' છે.
યત્કિંચિત્ દેશથી કર્મના ક્ષય કરનારમાં-અકામનિર્જરા-સકામનિર્જરાવાળામાં અતિવ્યાપ્તિ વારવા માટે અશેષ’-એવું વિશેષણ કર્મનું સમજવું.
હવે તે અસંસારીમાં જે વિશેષ ભેદ છે, કહે છે-તે જ અસંસારી-જિન-અજિન વગેરે છે. આનું સ્વરૂપ આગળ કહેવાશે. અર્થાત્ જિનસિદ્ધ, અજિનસિદ્ધ, તીર્થસિદ્ધ આદિ પંદર ભેદોનું વર્ણન આગળ કહેવાશે.
અસંસારી સિદ્ધોની અવગાહનાનું વર્ણન જેમ પ્રદીપના તેજના અવયવો (તૈજસ્ પરમાણુઓ રૂપ પ્રકાશ પર્યાય)ની જગ્યામાં સંકોચને અને મોટી જગ્યામાં વિકાસને પામે છે.
તેમ લોક આકાશના પ્રદેશ બરોબર પ્રદેશવાળા-અસંખ્યાત પ્રદેશવાળા સંસારી આત્માના પ્રદેશોની પણ ઉત્કૃષ્ટ સંકોચની પ્રાપ્તિવાળી દશામાં લોકના એક અસંખ્યાતમા ભાગમાં સ્થિતિ છે.
ઉત્કૃષ્ટ વિકાસની દશાવાળા કેવલીની સમુદ્ધાતની દશામાં સર્વ લોકમાં અવગાહ છે. એ સિવાય મધ્યમ અવસ્થા બે અસંખ્યાતા પ્રદેશવાળી દશાથી માંડી સંખ્યાતા અસંખ્યાત પ્રદેશવાળી મધ્યમ દશા નાના ભેદવાળી છે, કેમ કે-આવી જ લોકમર્યાદા છે.