________________
सूत्र - २८-२९, द्वितीय किरणे
१०१
કરમિયા આદિ દ્વીન્દ્રિય જીવોને સ્પર્શન, રસન ઇન્દ્રિયો, કાચબળ, વચનબળ, ઉચ્છવાસ અને આયુષ્ય રૂપ છ પ્રાણો હોય છે. અસંજ્ઞિ (સંમૂચ્છિમ) પંચેન્દ્રિયોને પાંચ ઇન્દ્રિયો, કાયબળ, વચનબળ, ઉવાસ અને આયુષ્ય રૂપ નવ પ્રાણો હોય છે. સંજ્ઞિ (મનવાળા) પંચેન્દ્રિયોને પાંચ ઇન્દ્રિયો, મનોબળ, વચનબળ, કાયબળ, ઉચ્છવાસ અને આયુષ્ય રૂપ દશ પ્રાણી હોય છે.
વળી શ્રી સિદ્ધ ભગવંતોને તો સર્વથા સર્વ કર્મનો ક્ષય હોવાથી-કર્મજના દ્રવ્ય-પ્રાણોનો અભાવ હોવાથી માત્ર ભાવપ્રાણો જ હોય છે.
એ વાત કહે છે કે- ‘દ્વન્દ સમાસની શરૂઆતમાં રહેલ અનંત વિશેષણ પદનો અન્વય-સંબંધ જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં અને વીર્યમાં થાય છે. અર્થાત્ અનંતજ્ઞાન સકલ શેયવિષયક તેમજ સમસ્ત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી જન્ય ક્ષાયિક ભાવનું છે.
અનંતદર્શન સર્વ દર્શનાવરણીય કર્મના ક્ષયથી પ્રકટિત ક્ષાયિક ભાવનું છે. અનંત ચારિત્ર (સ્થિરતા રૂપી ચારિત્ર) સકલ મોહનીય કર્મના ક્ષયથી આવિર્ભાવ પામેલ ક્ષાયિક ભાવનું
છે.
અનંતવીર્ય સકલ વીર્યાન્તરાય કર્મના ક્ષયથી જન્ય ક્ષાયિક ભાવનું છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય રૂપ આત્માના વિશિષ્ટ ગુણો જીવ માત્રમાં સાધારણ છે. પરંતુ સંસારી જીવોના જ્ઞાનાદિ ગુણો અનાદિ કાળથી તે તે કર્મોથી આવૃત્ત હોવાથી સંસારી જીવોને ક્ષયોપશમ પ્રમાણે તરતમ ભાવથી હોય છે.
શ્રી સિદ્ધ ભગવંતોને તો સમસ્ત કર્મના ક્ષયથી પ્રકટેલા જ્ઞાનાદિ ગુણો જ પ્રાણભૂત હોઈ ભાવપ્રાણ રૂપ છે. આ પ્રમાણે ભાવ અહીં સમજવો.
अथासंसारिणं लक्षयतिनिर्धूताशेषकर्मा असंसारी, स एव सिद्धो जिनाजिनतीर्थादिभेदभिन्नश्चरमशरीरत्रिभागोनाकाशप्रदेशावगाही च ॥ इति जीवनिरूपणम् । २९ ।
नि तेति । निर्धूतानि निःशेषीकृतान्यशेषाण्यष्टविधानि ज्ञानावरणीयादिकर्माणि येन स निर्धूताशेषकर्मा । निर्धूतयत्किञ्चित्कर्मण्यतिप्रसङ्गवारणायाशेषेति । तत्र यो विशेषस्तमाह स एवेति । असंसार्येवेत्यर्थः । जिनाजिनेति । एतत्तत्त्वमग्रे वक्ष्यते । चरमशरीरेति । यथा प्रदीपतेजोऽवयवाः स्वल्पेऽवकाशे संकोचं महति च विकासं भजन्ते तथैव लोकाकाशप्रदेशमितस्यात्मनोऽपि प्रकृष्टसंकोचप्राप्तिदशायां लोकस्यैकस्मिन्नसंख्येयभागे स्थितिः, उत्कृष्टविकासकाष्ठावलम्बिन: केवलिनस्समुद्धातदशायां सर्वलोकेऽवगाहोऽन्यत्र चानेकविधा मध्यमावस्थेति वस्तुस्थितिः । परन्तु सर्वस्य संसारिणोऽनन्तानन्तपरमाणुजन्यकार्मणशरीरेणानादितस्संसृष्टतया