________________
तत्त्वन्यायविभाकरे વિવેચન-સામાન્યથી ગ્રહણ કરેલા શરીરવર્ગણામાં રહેલ યોગ્ય પગલોને શરીર રૂપે અને તેના અંગઉપાંગ રૂપે જે રચવાની ક્રિયા છે, તે ક્રિયા જેનાથી સમાપ્ત થાય છે, તે વિશિષ્ટ શક્તિ “શરીરપર્યાપ્તિ કહેવાય છે.
પૂર્વોક્ત આહારપર્યાપ્તિ અને શરીરપર્યાપ્તિના આ બે લક્ષણો તત્ત્વાર્થમાં કહેલ છે. તે ઔદારિક, વૈક્રિય અને આહારક-એમ ત્રણ શરીરોમાં પણ સંગત થાય છે.
તેમાં આહારપર્યાપ્તિ, ઔદારિક શરીરધારી મનુષ્ય-તિર્યંચોને આહારપુગલના ગ્રહણમાં અને ખલ રસ રૂપે પરિણમનમાં નિમિત્ત થાય છે.
જ્યારે બીજા વૈક્રિય-આહારક શરીરધારી દેવ, નારકી આદિને, તેમજ ચતુર્દશપૂર્વધર આદિને તે તે શરીરયોગ્ય પુદ્ગલના પ્રહણમાં નિમિત્ત થાય છે.
વળી આ આહારપર્યાપ્તિ, બધાને ઔદારિક, વૈક્રિય આદિ શરીરધારીઓને એક સમયના પ્રમાણવાળી છે, કેમ કે- ઉત્પત્તિના ક્ષેત્રમાં પહેલા સમયમાં જ સર્વ જીવો આહારકારક હોય છે.
વળી ઔદારિક શરીરધારીઓને બાકીની પ્રત્યેક પર્યાપ્તિઓ અંતર્મુહૂર્ત કાળમાં સમાપ્ત થાય છે.
વળી સઘળી પર્યાપ્તિઓનો સમાપ્તિકાળ પણ અંતર્મુહૂર્ત કાળપ્રમાણવાળો છે, કેમ કે-અંતર્મુહૂર્તોના અસંખ્યાત ભેદો છે.
વૈક્રિય શરીરધારીઓને તો આહાર, ઇન્દ્રિય, ઉચ્છવાસ, ભાષા અને મન રૂપ પાંચ પર્યાપ્તિઓ પણ એક સમય બાદ સમાપ્ત થાય છે. શરીરપર્યાપ્તિ તો અંતર્મુહૂર્ત રૂપ કાલમાનવાળી છે.
પ્રવચન (કર્મગ્રંથ-આગમ) આદિમાં તો રસ રૂપ બનેલ આહારને રસધાતુ અને રસથી જન્ય રક્ત જન્ય માંસ અને માંસથી જન્ય મેદ-ચરબી) અને મેદથી જન્ય હાડકાં અને હાડકાંથી જન્ય મજ્જા (હાડકાની ચરબી) અને મજ્જાથી જન્ય શુક્ર (વીર્ય નામની સાતમી ધાતુ), આમ સાત ધાતુરૂપપણાએ પરિણમનમાં હેતુ વિશિષ્ટ શક્તિ રૂપ “શરીરપર્યાપ્તિ' છે.
આ અને પૂર્વોક્ત બે લક્ષણો ઔદારિક શરીરમાં જ ઘટિત થાય છે. બીજા બે શરીરમાં (વૈક્રિય-આહારકમાં) લોહી, માંસ, ચરબી આદિ સાત ધાતુઓનો અભાવ છે.
વળી અહીં તેવી શક્તિની ઉત્પત્તિ પ્રત્યે શરીરનામકર્મ (જેના ઉદયના વશે શરીરપ્રાયોગ્ય પગલોને લઈ શરીરરૂપપણાએ પરિણાવે છે અને જીવપ્રદેશોની સાથે અન્યોન્ય અનુગમ રૂપ સંબંધ કરાવે છે, તે શરીરનામકર્મ.) અને “અંગોપાંગનામકર્મ' (જેના ઉદયથી શરીરપણાએ પરિણમેલ પુગલોની અંગઉપાંગના વિભાગની પરિણતિ થાય છે, તે અંગ-ઉપાંગનામકર્મ.) સાક્ષાત્ કારણ છે. તેમજ નિર્માણનામકર્મ, બંધનનામકર્મ, સંઘાતનનામકર્મો અને કેટલાકના મતે આનુપૂર્વીનામકર્મ પરંપરાએ કારણો થાય છે.
આ શરીર આદિ નામકર્મો સત્તા રૂપે વિદ્યમાન છતાં ઉદયમાં જ શરીર આદિના ઉત્પાદક છે, કેમ કેનિર્માણનામકર્મના ઉદયે જ જંતુઓના શરીરમાં અંગ-ઉપાંગોને ચોક્કસ સ્થાનમાં રાખવામાં પ્રયોજક નિર્માણનામકર્મ છે.