________________
सूत्र - १७, द्वितीय किरणे
બંધનનામકર્મ- પૂર્વે ગ્રહણ કરેલા અને ગ્રહણ કરાતા શરીરપુદ્ગલોને જે કર્મના ઉદયથી આત્મા પરસ્પર સંબંધવાળા કરે છે, તે કર્મબંધનનામકર્મ છે.
‘સંઘાતનનામકર્મ'- જેના ઉદયથી શરીરપણાએ પરિણમેલ પુગલોને આત્મા પરસ્પર સશિયાનથી વ્યવસ્થાપન કરે છે, તે કર્મ સંઘાતનનામકર્મ છે.
કેટલાક (પ્રવચનવૃદ્ધો)ના મતે આનુપૂર્વનિર્માણકર્મથી બનાવેલ અંગ-ઉપાંગોની પ્રતિનિયત રચનાક્રમમાં પ્રયોજક તરીકે માનેલ છે.
અર્થાત્ શરીરનામકર્મ અને અંગ-ઉપાંગનામકર્મ સાક્ષાત્ કારણ છે અને નિર્માણનામકર્મ, બંધનનામકર્મ તથા સંઘાતનનામકર્મો નિમિત્ત કારણો છે. अथेन्द्रियपर्याप्तिमाह
त्वगादीन्द्रियनिवर्तनक्रियापरिसमाप्तिरिन्द्रियपर्याप्तिः । १७ । त्वगादीति । आदिना रसनघ्राणचक्षुश्श्रोत्राणां ग्रहणम्, तान्यपि द्रव्यरूपाण्येव ग्राह्याणि तेषामेवोत्पादनेऽङ्गोपाङ्गनामकर्मण इन्द्रियपर्याप्तेश्च हेतुत्वात्, भावरूपाणान्तु निर्वर्त्तने इन्द्रियावरणक्षयोपशमस्यैव सामर्थ्यात्, जातिनामकर्मणस्त्वेकेन्द्रियादिशब्दप्रवृत्तिनिमित्तसमानपरिणतिलक्षणसामान्यं प्रति प्रयोजकत्वात्, तथा च त्वगादीन्द्रियाणां तत्तदिन्द्रियस्वरूपेण या निर्वर्तनक्रिया सा परिसमाप्यते यस्माच्छक्तिविशेषात्पुद्गलविशेषाद्वा सेन्द्रियपर्याप्तिः सर्वशरीरेन्द्रियव्यापिनी, धातुरूपतया परिणमितादाहारादेकस्य द्वयोस्त्रयाणां चतुण्ाँ पञ्चानां वेन्द्रियाणां प्रायोग्यानि द्रव्याण्यादायैकद्वित्र्यादीन्द्रियरूपतया परिणामयति यतस्सेन्द्रियपर्याप्तिः प्रवचनाद्यनुसारेणौदारिकशरीरेन्द्रियविषया ।
ઇન્દ્રિયપર્યાપ્તિ ભાવાર્થ- સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુઃ-શ્રોત્ર રૂપી ઇન્દ્રિયોની તે તે ઇન્દ્રિયસ્વરૂપે જે રચવાની ક્રિયા છે, તે રચવાની ક્રિયાની સમાપ્તિ જે વિશિષ્ટ શક્તિથી કે વિશિષ્ટ પુદ્ગલથી થાય, તે ‘ઇન્દ્રિય પર્યાપ્તિ.'
વિવેચન- સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુઃશ્રોત્ર રૂપ પાંચ ઇન્દ્રિયો પણ અહીં વિશિષ્ટ આકાર અને આકારમાં રહેલી વિષયગ્રહણની શક્તિ, એ બંને પુગલપરિણામ રૂપ હોઈ દ્રવ્ય રૂપ જ લેવી, કેમ કે-તે સ્પર્શન આદિ રૂપ દ્રવ્ય ઇન્દ્રિયોના જ ઉત્પાદન પ્રત્યે અંગ-ઉપાંગનામકર્મ અને ઇન્દ્રિય પર્યાપ્તિ એ બે કારણ છે.
જયારે લબ્ધિ-ઉપભોગ રૂપ ભાવેન્દ્રિયોના સર્જન પ્રત્યે ઇન્દ્રિય આવરણના ક્ષયોપશમનું સામર્થ્ય છે. १. पञ्चानामिन्द्रियाणां प्रायोग्यान् पुद्गलान् गृहीत्वाऽनाभोगनिवर्तितेन वीर्येण तद्भावनयनशक्तिरिन्द्रियपर्याप्तिरिति प्रज्ञापनायाम् ॥