________________
तत्त्वन्यायविभाकरे
સમાધાન-અનેક શક્તિની સાથે સંબંધ કરનાર જ્ઞાનની એક રૂપતાની આપત્તિ રૂપ દોષ આવે છે, માટે સંબંધની અપેક્ષાથી “જ્ઞાનની અનેક શક્તિ છે'- એવો વ્યવહાર અસિદ્ધ છે.
શંકા- જ્ઞાન એક શક્તિથી અનેક અર્થનું ગ્રહણ કરે છે, એમ કહીએ તો શો વાંધો?
સમાધાન- જ્ઞાન એક શક્તિથી અનેક અર્થનું ગ્રહણ કરે છે. એમ જો બોલો, તો સર્વ અર્થના ગ્રહણના પ્રસંગ રૂપ આપત્તિ આવી જાય ! માટે જ્ઞાન અને શક્તિનું કથંચિત ભિન્નપણું અભિન્નપણું હોવાથી જ્ઞાનનું ચેતનાસ્વરૂપપણું યુક્ત જ છે.
વળી તે ચેતના સ્વરૂપ બુદ્ધિ પ્રત્યેક જીવમાં ઓછી-વત્તી દેખાતી હોઈ, ચેતનત્વની અપેક્ષાએ એક બુદ્ધિ પણ પર્યાયની અપેક્ષાએ ભિન્ન છે અને તેથી આત્મા પણ દ્રવ્યની અપેક્ષાએ એક પણ પર્યાયના ભેદની અપેક્ષાએ ભિન્ન છે.
તે ચૈતન્ય, એક રૂપવાળું પણ જ્ઞાનાવરણ આદિ કર્મ રૂપ મલથી લેપાયેલ અનેક અવસ્થાન્તર પામનારું છે. આ કહેલા કહેવાતા કારણોથી જે જે શંકાઓનો નિરાશ થયો છે, તે તે શંકાઓનું ક્રમસર વર્ણન
(૧) જો આત્મા જ્ઞાન રૂપ છે, તો તે જ્ઞાન રૂપ આત્મા કેમ સર્વદા પદાર્થોને જોતો નથી? કેમ કે વિષયોને જાણતું જ જ્ઞાન તે આત્મા કહેવાય છે અને વિષયોને નહિ જાણતું જ્ઞાન આત્મા તરીકે કહેવાતું નથી.
જ્ઞાન રૂપ આત્મા છે અને તે જાણતો નથી, એ વિરુદ્ધ છે. માટે હંમેશાં તે જ્ઞાન રૂપ આત્માએ જાણતાં જ રહેવું જોઈએ.
(૨) જો જ્ઞાન રૂપ આત્મા છે, તો આત્મામાં પૂર્વ ઉપલબ્ધ અર્થ વિષયનું વિસ્મરણ કેમ થાય છે? કેમ કે- વર્તમાનકાળમાં આ આત્મા અવિનષ્ટ જ્ઞાનવાન છે.
(૩) શું એવું કારણ છે કે-અસ્પષ્ટ જ્ઞાનવાળો આત્મા થાય છે? જ્ઞાન અવ્યક્ત ઈષ્ટ નથી, કેમ કેજ્ઞાનનું સ્વરૂપ ઉપલબ્ધિ છે.
(૪) તેથી જ જ્ઞાન રૂપ આત્મામાં સંશય તો કદાચ ઉત્પન્ન જ ન થવો જોઈએ.
(૫) જ્ઞાન રૂપ આત્મામાં સમસ્ત પદાર્થનું ગ્રહણ થવું જ જોઈએ, કેમ કે- જ્ઞાન અપ્રતિહત છે. ઇત્યાદિ શંકાઓનું ખંડન થાય છે.
(૧) જ્ઞાન રૂપ આત્મા હોવા છતાં તેમાં નિરંતર ઉપયોગનો પ્રસંગ નથી આવતો, કેમ કે-કર્મવશથી આ આત્મા, સર્વ પ્રદેશોમાં મધ્યવર્તી કર્માનાવૃત આઠ પ્રદેશોને છોડી, ગરમાગરમ ઉકળતા પાણીની માફક અસ્થિરતા હોઈ જુદા જુદા વિષયોમાં પરિણમે છે અને પ્રબળપણાએ બ્રાન્ત મનવાળો હોઈ એક વિષયમાં લાંબા કાળ સુધી ઉપયોગવાળો રહેતો નથી.
(૨) વળી સ્વભાવથી જ ઉપયોગની સ્થિતિકાળ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પરિમાણવાળો છે. તથાચ જ્ઞાનને ઢાંકવાના સ્વભાવવાળા જ્ઞાન આવરણ કર્મનો સદૂભાવ આત્મામાં હોવાથી, આત્મા સર્વદા જાણતો નથી,
ક્ત પણ જાણતો નથી, વિસ્મરણવાળો પણ થાય છે, સંશયવાળો પણ તેમજ સર્વ અર્થના ગ્રહણના અભાવવાળો થાય છે, એ યુક્તિયુક્ત છે.
नन्वस्तु चेतनालक्षणो जीवस्स त्वेक एव निखिलजगच्छरीराण्यभिव्याप्य शश्वद्वर्तते, न तु प्रतिशरीरं पृथगात्मास्तीत्याशंकायामाह