________________
सूत्र - २, द्वितीय किरणे
६७
स द्विविधः । २। स इति । अयम्भावो यदि जीवो निखिलशरीराधिष्ठायकतयैको भवेत् तर्हि समस्तशरीरभाविनः सुखदुःखादीनेकस्मिन्नेव शरीरेऽनुभूयेत, अन्यथा निखिलशरीराधिष्ठायकत्वमेव तस्य न भवेत्, दृश्यते हि बाल्यकौमाराद्यवस्थाभेदेऽपि जीवस्यैकत्वेन बाल्याद्यनुभूतस्य स्थविरावस्थायां स्मरणं, न च तथैकेनानुभूतं सर्वैः स्मर्यते तस्मात्सर्वशरीरेषु भिन्न एवात्मा, एवमात्मन एकत्वे सुखदुःखनिमित्तधर्माधर्मयोः सर्वसाधारण्येन कश्चिदेव सुखी न सर्वे, कश्चिदेव दुःखी न सर्व इति प्रत्यक्षसिद्धः प्रतिनियमो न भवेत्, न चैकस्येवाञ्चलस्य प्रसारितस्य महतो वाय्वादिनिमित्तात् क्वचिदेव भागे कम्पनमनुभूयते तथा तत्तच्छरीरावच्छेदेनैव सुखादिकं भवति न सर्वत्रेति वाच्यम् । परम्परया तत्रापि सूक्ष्मकम्पस्यानुभवात्, योऽहं चैत्रोऽभूवं सुखी, सोऽहं मैत्रो दुःखी सम्प्रति जात इति प्रत्यभिज्ञापत्तेश्च । न च नात्म्यैक्येऽपि तत्तच्छरीरेष्वनुभूतसुखादीनां स्मरणापत्तिर्दोषः, पूर्वपूर्वशरीरानुभूतानामात्मैक्येऽप्यस्मरणादिति वाच्यम्, पूर्वपूर्वानुभवजनितसंस्कारस्य मरणगर्भवासादितीव्रतरदुःखैरभिभूतत्वात्, जातिस्मरणेन केनापि स्मरणाच्च, नहि चैत्रज्ञानादिकं कदापि कथमपि स्मरति मैत्रस्तस्मादात्मा नैकोऽपि तु प्रतिशरीरं भिन्नः परन्तु तेषां सुज्ञानाय प्रथमं तस्य द्वैविध्यं भाव्यमिति भावः ।।
શંકા- ભલે ચેતના રૂપી લક્ષણવાળો જીવ હો ! પરંતુ એક જ આત્મા સમસ્ત જગતના શરીરોમાં વ્યાપ્ત થઈને હંમેશાં વર્તે છે, નહિ કે શરીરે જુદો આત્મા છે. આવી આ શંકામાં જવાબ આપે છે કે
ભાવાર્થ-તે ચેતના લક્ષણવાળો આત્મા બે પ્રકારવાળો છે. વિવેચન- અહીં આ આશય છે કે- જો જીવ સમસ્ત શરીરવ્યાપક રૂપે એક માનવામાં આવે, તો સમસ્ત શરીરોમાં થનાર સુખ-દુઃખ આદિનો એક જ શરીરમાં અનુભવ થઈ જ જાય, એ મોટો દોષ આવે છે.
જો સમસ્ત શરીર ભાવી સુખ-દુઃખ આદિનો એક જ શરીરમાં અનુભવ ન માનો, તો સમસ્ત શરીરોનું અધિષ્ઠાયકપણું-વ્યાપકપણે તે આત્માનું ન જ થાય.
વળી આ દુનિયામાં દેખાય છે કે બાલ્ય-કૌમાર આદિ અવસ્થાઓનો ભેદ હોવા છતાંય, જીવનું એકપણું હોઈ બાલ્ય આદિ અવસ્થામાં અનુભવેલ પદાર્થનું વૃદ્ધ અવસ્થામાં સ્મરણ થાય છે.
તથાચ એક જીવે અનુભવેલ પદાર્થનું સ્મરણ સર્વ આત્માઓને થતું નથી, માટે સર્વ શરીરોમાં જુદો જસ્વતંત્ર જ આત્મા છે. જગતમાં નાના રૂપ જીવો પરસ્પર ભિન્ન છે, કેમ કે-લક્ષણ આદિનો ભેદ છે. જેમ કેકુંભ વગેરે. १. तथा च प्रयोगः नानारूपा भुवि जीवाः परस्परं भेदभाजः, लक्षणादिभेदात्-यथा कुम्भादयः, एकत्वे हि सुखदुःखबन्धमोक्षादयो नोपपद्यन्त इति ॥