________________
सूत्र - १, द्वितीय किरणे
સમાધાન-બૌદ્ધલોકોએ જ્ઞાનથી જુદી શાશ્વતી વાસનાનો સ્વીકાર કરેલો નથી. બીજી વાત એ છે કેજ્ઞાન અને સુખ-દુઃખ એ બંને કારણ, સ્વરૂપ અને ફળના ભેદથી ભિન્ન છે, કેમ કે- વનિતા વગેરે રૂપ પદાર્થવિષયક જ્ઞાનની ઉત્પત્તિમાં જે સામગ્રી (કારણ સમાજ રૂ૫) વનિતા આદિ રૂપ છે, તે જ સામગ્રી સુખદુઃખની ઉત્પત્તિમાં પણ નથી. પરંતુ રાગ-દ્વેષ આદિ રૂપ વિશિષ્ટ વાસના પણ છે. આ પ્રમાણે કારણભેદ (૧) જ્ઞાન અને સુખ-દુઃખમાં સમજવો.
(૨) સ્વરૂપભેદ- જ્ઞાનનું સ્વરૂપ સ્વ-પરપ્રકાશકત્વરૂપ છે. (જેમ દીપક પોતાને અને બીજાને પ્રકાશિત કરે છે, તેમ જ્ઞાનનો સ્વભાવ છે કે- પોતાના સ્વરૂપને અને પદાર્થને જાણે છે.)
જે અનુકૂળ તરીકે અનુભવયોગ્ય તે “સુખ' કહેવાય છે અને જે પ્રતિકૂળ તરીકે અનુભવયોગ્ય તે દુઃખ કહેવાય છે. એટલે જ્ઞાનમાં અને સુખ-દુઃખમાં સ્વરૂપના તફાવતથી તફાવત છે.
(૩) ફતભેદ- ઉપાદેયમાં પ્રવૃત્તિ અને હેયથી નિવૃત્તિ, એ જ્ઞાનનું ફળ છે. સંતોષ-અસંતોષ આદિની ઉત્પત્તિ, એ સુખ અને દુઃખનું ફળ છે.
તેથી જ જ્ઞાનથી ભિન્ન સુખ-દુઃખ આદિ ફળનો ભોક્તા, સુખ-દુઃખ આદિથી જુદો આત્મા સિદ્ધ થાય છે.
શંકા-બુદ્ધિ (જ્ઞાન) આત્માનું સ્વરૂપ નથી, કેમ કે- આત્મવિરોધી ધર્મ (ઉત્પત્તિ-વિનાશ રૂપ ધર્મ)ના આધારભૂત છે. જેમ કે-ઘટ-પટ ઇત્યાદિ.
જેમ આત્મવિરોધી ધર્મ ઉત્પાદ-વિનાશવાળા ઘટ-પટ આદિ આત્માના સ્વરૂપભૂત નથી, તેમ આત્મધર્મવિરોધી ઉત્પત્તિ-વિનાશશાળી હોઈ બુદ્ધિ આત્મસ્વરૂપભૂત નથી. વળી તવિરુદ્ધ ધર્માધિકરણત્વ રૂપ હેતુ અસિદ્ધ સ્વરૂપ અસિદ્ધ-જે હેતુનો અભાવ પક્ષમાં હોય, તે સ્વરૂપ અસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે.) નથી, કેમ કે- બુદ્ધિમાં ઉત્પત્તિ અને વિનાશધર્મ છે અને આત્મા અનુત્પાદ વિનાશવાળો છે. એટલે આત્મસ્વરૂપવિરોધી ઉત્પાદ-વિનાશ ધર્મના આધારભૂત બુદ્ધિ છે.
સમાધાન- આત્મધર્મવિરુદ્ધના આધારભૂત બુદ્ધિ હોવા છતાં સર્વથા ભેદની અસિદ્ધિ (અભાવ) છે, અર્થાત્ કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન આત્માની સાથે બુદ્ધિ છે.
આત્મા, વિરુદ્ધ ધર્માધિકરણ બુદ્ધિથી કથંચિત્ અભિન્ન છે. જેમ કે- મેચકજ્ઞાન. (પંચવર્ણ મેચકરત્નનું જ્ઞાન) અર્થાતુ જેમ ભિન્ન ભિન્ન વિરોધી રંગો અને તેના આધારભૂત મેચકરત્ન પરસ્પર કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે, તેમ ભિન્ન ભિન્ન વિરોધી ઉત્પાદ-વિનાશ-પ્રૌવ્ય રૂપ ધર્મો અને તદાશ્રિત પદાર્થ પણ કથંચિત્ ભિન્ન અને કથંચિત અભિન્ન છે. અહીં તે મેચકરત્નનું જ્ઞાન એક અને એકીસાથે અનેક પદાર્થ(વર્ણ) ગ્રાહક શક્તિ રૂપ છે. એથી વિરુદ્ધ ધર્મનો અધ્યાસ છે.
શંકા- અનેકત્વ રૂપ ધર્મના આધારભૂત શક્તિ જુદી અને એકત્વ રૂપ ધર્મના આધારભૂત જ્ઞાન જુદું છે ને?
સમાધાન- ઉપરોક્ત બાબત બરોબર નથી, કેમ કે- “તે જ્ઞાનની અનેક (અનંત) શક્તિ છે, આવો વ્યવહાર અસંભવિત થાય છે. કેમ કે તે જ્ઞાન અને શક્તિ જુદી છે. જેમ કે- ઘટ આદિ પદાર્થ બીજો છે.
શંકા- સંબંધની અપેક્ષાએ તે જ્ઞાનની અનેક શક્તિ છે, એવો વ્યવહાર સિદ્ધ થશે જ ને?