________________
६४
तत्त्वन्यायविभाकरे
સમાધાન- જો એક શરીરની અપેક્ષાએ ભિન્ન ભિન્ન જ્ઞાનોનું સ્મરણ માનવામાં આવે, તો ભિન્ન ભિન્ન શરીરવાળાને આ ચાલુ જન્મમાં જાતિસ્મરણજ્ઞાન રૂપ જ્ઞાન દ્વારા ભિન્ન શરીરવાળા પૂર્વજન્મમાં અનુભવેલા પદાર્થોનું સ્મરણ અસંભવિત થઈ જાય ! એ એક દોષ.
બીજો દોષ એ છે કે- સર્વજ્ઞ દ્વારા પૂર્વભવ સંબંધી સ્વજ્ઞાનનું અનુસંધાનના અભાવની આપત્તિ આવી જાય !
માટે એક શરીરની અપેક્ષાએ ભિન્ન ભિન્ન જ્ઞાનોનું સ્મરણ-જાતિસ્મરણ-સર્વજ્ઞનું પૂર્વ સંબંધી જ્ઞાનોનું અપ્રતિસંધાન રૂપ દોષો હોઈ, જ્ઞાનોનું સ્મરણ-જાતિસ્મરણ-સર્વજ્ઞનું પૂર્વ સંબંધી જ્ઞાનોનું પ્રતિસંધાન સિદ્ધ કરવા માટે જ્ઞાનભિન્ન નિત્ય આત્મા માનવો એ જ વ્યાજબી છે.
અતએ એક સંતાનવર્તી જ્ઞાનોના સ્મરણ પ્રત્યે કાર્ય-કારણભાવ માત્રનું હતુપણું અસંભવિત છે.
જો બુદ્ધિક્ષણ પરંપરાને જ આત્મા ક્ષણિક માનવામાં આવે અને નિત્ય-અન્વયી ન માનવામાં આવે, તો બૌદ્ધમતમાં કૃતિહાનિ અને અકૃત અભ્યાગમના પ્રસંગ રૂપ દોષ આવે છે.
તે આ પ્રમાણે-જ્ઞાનક્ષણ વડે શુભ ક્રિયા કે અશુભ અનુષ્ઠાન આચર્યું. તે જ્ઞાનક્ષણ રૂપ આત્માનો સર્વથા વિનાશ થવાથી, શુભ કે અશુભ કર્મ કરનાર આત્માથી તે સુખ-દુઃખ રૂ૫ ફળ ભોગવાશે જ નહિ. (તર્મહાનિ) કેમ કે- જે પૂર્વજ્ઞાનક્ષણ રૂપ આત્માથી કર્મ કરાયું હતું, તે પૂર્વેક્ષણ રૂપ આત્મા નષ્ટ થયેલ છે. વળી જે ઉત્તરક્ષણ-જ્ઞાનક્ષણ રૂપ આત્માએ શુભ કે અશુભ કર્મ નથી કર્યું, તે ઉત્તરક્ષણ રૂપી આત્માથી સુખ-દુઃખ રૂ૫ ફળ ભોગવાય છે, (નવૃતવર્મજ્ઞાખ્યામ) કેમ કે- પોતે શુભાશુભ કર્મ નથી કર્યું, પરંતુ બીજાએ કરેલ કર્મનો ફળનો ઉપભોગ હોવાથી અકૃત અભ્યાગમ દોષ આંવે છે.
તથાચ કૃતનાશ અને અકૃત અભ્યાગમ રૂપ દોષ થવાથી, ક્ષણિક વાદમાં શુભ-અશુભ કર્મની પ્રવૃત્તિની અપ્રવૃત્તિ રૂપ પ્રસંગ થવાથી, પરલોક આદિના અનુષ્ઠાનોનો અસંભવ હોઈ પરલોકના અભાવનો પ્રસંગ આવી જાય છે. (જ્ઞાનોના પ્રથમ ક્ષણોનો સર્વથા વિનાશ થાય છે. અતએવ પૂર્વક્ષણોનો ઉત્તરક્ષણોની સાથે કોઈપણ સંબંધ નથી રહેતો. માટે પૂર્વજન્મમાં કરેલા કર્મોનું બીજા જન્મમાં ફળ મળી શકતું નહિ હોવાથી પરલોકી આત્માનો અભાવ થવાથી પરલોકની સિદ્ધિ થતી નથી.)
શંકા-એક જ્ઞાન (ક્ષણ)માં કર્તુત્વ-ભોક્નત્વનો અભાવ હોવા છતાંય, તે જ્ઞાનના સ્થિર એક રૂપવાળા સંતાનમાં તે કર્તુત્વ અને ભોસ્તૃત્વ અવશ્ય થશે જ ને?
સમાધાન- સંતાન એ વિજ્ઞાનથી અભિન્ન છે, કેમ કે- વિજ્ઞાન સ્થિર એક રૂપ નહિ હોવાથી સંતાન વિજ્ઞાનથી ભિન્ન નથી. જો વિજ્ઞાનથી સંતાનને ભિન્ન માનવામાં આવે, તો પણ સંતાન વિજ્ઞાનશૂન્ય હોઈ અચેતન થાય છે.
જો વિજ્ઞાનથી સંતાન ભિન્ન અને ચેતન માનવામાં આવે, તો જીવનું બીજું નામ જ સંતાન કહેવાય ! અર્થાત્ જીવના બીજા નામ તરીકે સંતાનને માનવાનો પ્રસંગ રૂપ દોષ આવી જ જાય !
શંકા- વાસના રૂપ સહકારી (પોતાથી ભિન્ન રહી પોતાનું કાર્ય કરનાર) કારણયુક્ત જ્ઞાનક્ષણ જ કર્તા, સ્મર્તા અને ભોક્તા તરીકે થાય છે. માટે તે જ્ઞાનથી ભિન્ન સુખ દુઃખ રૂપ ફળ ભોક્તા રૂપ આત્માની કલ્પનાની કોઈ જરૂરત નથી જ ને?