________________
સૂત્ર-૪૯
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૬૯
कुशीलाश्च । तत्र प्रतिसेवनाकुशीलाः नैर्ग्रन्थ्यं प्रति प्रस्थिता अनियमितेन्द्रियाः कथञ्चित्किञ्चिदुत्तरगुणेषु विराधयन्तश्चरन्ति ते प्रतिसेवनाकुशीलाः । येषां तु संयतानां सतां कथञ्चित्संज्वलनकषाया उदीर्यन्ते ते कषायकुशीलाः । ये वीतरागच्छद्मस्था ईर्यापथप्राप्तास्ते નિર્ઝન્થા । ઈર્ષ્યા યોગઃ પન્થા: સંયમ: યોગસંયમપ્રાપ્ત ત્યર્થ:। સોમ: शैलेषीप्रतिपन्नाश्च केवलिनः स्नातका इति ॥९-४९॥
ભાષ્યાર્થ— પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક આ પાંચ નિગ્રંથો=સાધુઓ છે.
તેમાં જિનોક્ત આગમથી સદા નહિ પડનારા નિગ્રંથો પુલાક છે. પુલાકનિગ્રંથો નિગ્રંથપણા તરફ ચાલેલા, શરીર અને ઉપકરણની વિભૂષાને કરનારા, ઋદ્ધિ અને યશની ઇચ્છાવાળા, સાતાગૌરવનો આશ્રય કરનારા, (અતિચારો લગાડનારા હોવા છતાં) સંયમથી રહિત નહિ બનેલા પરિવારવાળા હોય છે. બકુશનિગ્રંથો સર્વછંદ અને દેશછંદને યોગ્ય એવા અતિચારથી ઉત્પન્ન થયેલી વિચિત્રતાવાળા હોય છે.
કુશીલો પ્રતિસેવનાકુશીલ તથા કષાયકુશીલ એમ બે પ્રકારના છે. પ્રતિસેવનાકુશીલ– નિગ્રંથપણા પ્રત્યે ચાલેલા હોવા છતાં જેઓ ઇન્દ્રિયના નિયંત્રણથી રહિત હોય છે. કોઇક રીતે ઉત્તરગુણોમાં કંઇક વિરાધના કરવા છતાં ચારિત્રને પાળે છે તે પ્રતિસેવનાકુશીલ છે.
કષાયકુશીલ– સાધુઓ હોવા છતાં જેમને કોઇક રીતે સંજ્વલન કષાયનો ઉદય થાય છે તે કષાયકુશીલ છે.
નિગ્રંથ– જેઓ વીતરાગ હોવા છતાં છદ્મસ્થ છે અને ઇર્યાપથને પામેલા છે તે નિગ્રંથ છે. ઇર્યા એટલે યોગ, પથ એટલે સંયમ, અર્થાત્ યોગરૂપ સંયમને પામેલા હોય તે નિગ્રંથ છે.
સ્નાતક– યોગવાળા અને શૈલેશીને પામેલા કેવલીઓ સ્નાતક છે. (૯-૪૯)