________________
૨૬૮
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૪૯ ચાર પ્રકારના ઘાતી કર્મોનો જય કરવાથી જિન કહેવાય છે. જિન એટલે કેવલી. સમ્યગ્દષ્ટિથી પ્રારંભી જિન સુધીના દસ પ્રકારના જીવો અહીં જે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે તે પ્રમાણે જ ક્રમશઃ ક્રમશઃ અસંખ્યગુણ નિર્જરાવાળા છે, કિંતુ તુલ્ય નિર્જરાવાળા નથી.
તે જ અસંખ્યગુણ નિર્જરાને ભાષ્યકાર “પંદરે શ્રાવકોડગુળ” ઇત્યાદિથી સ્પષ્ટ કરે છે- જેણે અણુવ્રતાદિ સમૂહનો સ્વીકાર કર્યો છે તે શ્રાવક કેવળ સમ્યગ્દષ્ટિથી અસંખ્યગુણ નિર્જરાવાળો થાય છે, અર્થાત્ સમ્યગ્દષ્ટિ સમ્યગ્દર્શનના પ્રભાવથી જેટલા કર્મની નિર્જરા કરે છે તેટલા કર્મોને અસંખેય રાશિથી ગુણવાથી જેટલી સંખ્યા થાય તેટલી કર્મરાશિને દેશવિરતિ જીવ ખપાવે છે. આ પ્રમાણે પૂર્વના જીવથી પછીનો જીવ અસંખ્યગુણ નિર્જરાવાળો થાય છે એમ બતાવે છે. શ્રાવકથી વિરત, વિરતથી અનંતાનુબંધિવિયોજક એ પ્રમાણે જિન સુધીના બીજા જીવો જાણવા યાવત્ જિન સર્વ જીવોથી જ અસંખ્યગુણ નિર્જરાવાળો છે. (૯-૪૮)
टीकावतरणिका- अथास्य वैचित्र्यभाजः संवरचारित्रस्य के स्वामिन इति तनिर्दिदिक्षया आह
ટીકાવતરણિતાર્થ– હવે વિચિત્ર અને સંવરરૂપ ચારિત્રના કયા સ્વામીઓ છે એ પ્રમાણે નિર્દેશ કરવાની ઇચ્છાથી સૂત્રકાર કહે છે– ચારિત્રની તરતમતાની દૃષ્ટિએ નિગ્રંથના ભેદોपुलाकबकुशकुशीलनिर्ग्रन्थस्नातका निर्ग्रन्थाः ॥९-४९॥
સૂત્રાર્થ– પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ, સ્નાતક એ પાંચ પ્રકારના નિગ્રંથોકસાધુઓ છે. (૯-૪૯)
भाष्यं- पुलाको बकुशः कुशीलो निर्ग्रन्थः स्नातक इत्येते पञ्च निर्ग्रन्थविशेषा भवन्ति । तत्र सततमप्रतिपातिनो जिनोक्तादागमान्निर्ग्रन्थपुलाकाः । नैर्ग्रन्थ्यं प्रति प्रस्थिताः शरीरोपकरणविभूषानुवर्तिन ऋद्धियशस्कामाः सातगौरवाश्रिता अविविक्तपरिवाराश्छेदशबलयुक्ता निर्ग्रन्था बकुशाः । कुशीला द्विविधाः प्रतिसेवनाकुशीलाः कषाय