________________
૨૫૩
સૂત્ર-૪૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ सूक्ष्मकायक्रियां रुन्धन्, सूक्ष्मवाङ्मानसक्रियः । यद् ध्यायति तदप्युक्तं, सूक्ष्ममप्रतिपाति च ॥५॥ कायिकी च यदैषापि, सूक्ष्मोपरमति क्रिया । अनिवर्ति तदप्युक्तं, ध्यानं व्युपरतक्रियम् ॥६॥९-४३॥ ટીકાર્થ– આ ચાર પ્રકારનું શુક્લધ્યાન પહેલા અને બીજા ઉત્તમ સંઘયણવાળાને હોય છે. તેમાં પહેલું પૃથકત્વવિતર્કધ્યાન ત્રણ યોગવાળાને હોય છે, અર્થાત્ મન-વચન-કાયાના વ્યાપારવાળાને હોય છે. ત્રણમાંથી કોઈપણ એક યોગવાળાને એકત્વ વિતર્ક ધ્યાન હોય છે, અર્થાત્ ક્યારેક મનોયોગ હોય, ક્યારેક વચનયોગ હોય અને ક્યારેક કાયયોગ હોય. કાયયોગવાળાને જ સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી શુક્લધ્યાન હોય છે. જેમણે મન-વચન એ બે યોગોનો વિરોધ કરી દીધો છે તેવા કાયવ્યાપારવાળાને સૂક્ષ્મક્રિય ધ્યાન હોય છે અને એ ધ્યાનનો પ્રતિપાત થતો નથી.
શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થયેલા અને હ્રસ્વ(= રૂ ૩ 8 7 એ) પાંચ અક્ષર ઉચ્ચાર જેટલો કાળ બાકી રહ્યો છે અને મન, વચન અને કાયા એ ત્રણેય યોગથી રહિત બનેલા છે, તેવા મહાત્માઓને વ્યુપરતક્રિય અનિવૃત્તિ નામનું શુક્લધ્યાન હોય છે. કહ્યું છે કે
જેમાં આત્મા અર્થમાંથી વ્યંજનમાં, વ્યંજનમાંથી અર્થમાં અને કાયાથી વચનમાં, વચનથી કાયામાં એમ જુદી જુદી રીતે મનનું સંક્રમણ કરે છે તે વિચાર કહેવાય છે. (૧) (બીજો મત) જેમાં આત્મા મનને (એક) અર્થમાંથી (બીજા) અર્થમાં (એક) વ્યંજનમાંથી (બીજા) વ્યંજનમાં અને એક યોગમાંથી બીજા યોગમાં સંક્રમાવે છે તે વિચાર કહેવાય છે. (એમ બીજો મત છે.) (૨) જે અર્થમાંથી વ્યંજનને ફક્ત જુદાપણે વિચારે છે તે ધ્યાન સંક્ષેપથી પૃથકૃત્વવિતર્ક (વિચારવાળું) કહેવાયું છે. (૩) મન સ્થિર હોવાને કારણે યોગસંક્રાન્તિની સ્પૃહાથી રહિત, અર્થાત્ સંક્રાન્તિ વિનાનું, શ્રુતજ્ઞાનના ઉપયોગવાળું ધ્યાન એકત્વવિતર્ક (અવિચાર) નામનું છે. (૪) સૂક્ષ્મકાયની ક્રિયાનો નિરોધ કરતો, સૂક્ષ્મ મન અને