________________
૨૫૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૪૩ વચનની ક્રિયાવાળો આત્મા જે ધ્યાન કરે છે તેને સૂક્ષ્મ (ક્રિય) અપ્રતિપાતી ધ્યાન કહ્યું છે. (૫) જેમાં સૂક્ષ્મકાયક્રિયા પણ અટકી જાય છે તે ધ્યાન સુપરતક્રિય (અનિવૃત્તિ) છે. (૬)
[ધ્યાનનો પ્રથમભેદ મન આદિ ત્રણે યોગોના વ્યાપારવાળાને, બીજો ભેદ ત્રણમાંથી ગમે તે એક યોગના વ્યાપારવાળાને, ત્રીજો ભેદ કાયયોગના વ્યાપારવાળાને, ચોથો ભેદ યોગ વ્યાપારરહિત જીવને હોય છે, અર્થાત્ ધ્યાનના પ્રથમ ભેદમાં ત્રણેય યોગોનો વ્યાપાર હોય છે. બીજા ભેદમાં ગમે તે એક યોગનો અને ત્રીજામાં કેવળ કાયયોગનો વ્યાપાર હોય છે. ચોથામાં યોગવ્યાપારનો અભાવ હોય છે.
પ્રશ્ન- ચિત્તનો નિરોધ=ચિત્તની નિશ્ચલતા) એ ધ્યાન છે. કેવલી ભગવંતને ચિત્ત હોતું નથી તેથી તેમને ધ્યાન કેવી રીતે હોય? જ્યારે અહીં તો કેવલીને બે ધ્યાન કહ્યાં છે.
ઉત્તર– જૈનશાસનમાં ચિત્તનો વિરોધ કરવો એ જ ધ્યાન નથી કિંતુ મન-વચન-કાયા રૂપ યોગોનો વિરોધ કરવો એ પણ ધ્યાન છે. એથી કેવલીને પણ યોગનિરોધરૂપ ધ્યાન હોય.
પ્રશ્ન- ધ્યે ધાતુથી ધ્યાન શબ્દ બન્યો છે. ધાતુનો અર્થ ચિત્તનો નિરોધ કરવો એવો છે, યોગનો નિરોધ કરવો એવો અર્થ નથી. તેથી યોગનિરોધને ધ્યાન કેવી રીતે કહેવાય ?
ઉત્તર– Á ધાતુના અનેક અર્થો છે. તેથી ધ્યે ધાતુનો યોગનિરોધ કરવો (યોગને સ્થિર કરવો) એવો અર્થ પણ છે.
પૂર્વપક્ષ- કેવલીને છેલ્લા બે ધ્યાન હોય છે. તેમાં તેરમા ગુણઠાણે થનારા ત્રીજા ધ્યાનમાં કાયયોગનો નિરોધ થતો હોવાથી યોગનિરોધ હોય છે. પણ ચૌદમા ગુણઠાણે યોગનિરોધથઈ ગયો હોવાથી યોગનિરોધ નથી. આથી ધ્યે ધાતુના યોગનિરોધ અર્થથી પણ ચૌદમા ગુણઠાણે ધ્યાન ન ઘટે.
ઉત્તરપક્ષ– પૂર્વે કહ્યું છે કે બૈ ધાતુના અનેક અર્થો છે. આથી બૈ ધાતુનો “અયોગાવસ્થા” એવો અર્થ પણ છે, અર્થાત્ ધ્યે ધાતુના