________________
સૂત્ર-૪૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૪૫ પર્યાયનું અભેદથી( દ્રવ્ય-પર્યાયનું) અભેદપ્રધાન ચિંતન થાય અને અર્થ-વ્યંજન-યોગના પરિવર્તનનો અભાવ હોય તે એકત્વવિતર્ક અવિચાર ધ્યાન. આ ધ્યાન વિચારરહિત હોવાથી પવનરહિત સ્થાને રહેલા દીપકની જેમ નિષ્પકંપ=સ્થિર હોય છે.] (૯-૩૯) શુક્લધ્યાનના પૂર્વના બે ભેદોના સ્વામીપૂર્વવિદ ૬-૪૦
સૂત્રાર્થ– શુક્લધ્યાનના પહેલા બે ભેદો પૂર્વના જાણકારોને હોય છે. (૯-૪૦)
भाष्यं- आद्ये शुक्ले ध्याने पृथक्त्ववितर्कैकत्ववितर्के पूर्वविदो મવત: //૬-૪ના
ભાષ્યાર્થ– પ્રથમના પૃથકૃત્વ વિતર્ક (સવિચાર) અને એકત્વવિતર્ક અવિચાર એ બે શુક્લધ્યાન પૂર્વના જાણકારોને હોય છે. (૯-૪૦)
टीका- पूर्वविदौ यावुपशान्तक्षीणकषायौ तयोर्भवतः, सूत्रान्तरमेव व्याचष्टे, न तु परमार्थतः पृथक् सूत्रं, पूर्वं प्रणयनात् पूर्वाणि चतुर्दश तद्विदः पूर्वविदस्ते भवतो, नैकादशाङ्गविदः, एवमाद्यशुक्लध्यानद्वयस्य स्वामिनियमनमभिहितम् ॥९-४०॥
ટીકાર્ય પૂર્વના જાણકાર એવા ઉપશાંતકષાય અને ક્ષીણકષાય મુનિઓને શુક્લધ્યાનના બે ભેદો હોય છે. ભાષ્યકાર આ પ્રમાણે “પૂર્વવિર” એવું જુદુ સૂત્ર જ કહે છે, પણ પરમાર્થથી તો આ સૂત્ર જુદું નથી.
ગણધરોએ સર્વપ્રથમ પૂર્વોની રચના કરી હોવાથી પૂર્વો કહેવાય છે. તે પૂર્વો ચૌદ છે. તેને જાણનારા(=ચૌદપૂર્વને જાણનારા)ઓને તે બે(=પહેલા બે શુક્લધ્યાન) હોય છે. પણ અગિયાર અંગ જાણનારાઓને ન હોય. આ પ્રમાણે પહેલા બે શુક્લધ્યાનના સ્વામીનો નિયમ કહ્યો. (૯-૪૦)
टीकावतरणिका- पाश्चात्यशुक्लध्यानद्वयस्य कः स्वामीति तन्निर्दिदिक्षयोवाच--