________________
4. કાય
૨૪૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૩૯ વખતે એક દ્રવ્યનો ત્યાગ કરી અન્ય દ્રવ્યોનું કે પર્યાયનું અથવા એક પર્યાયનો ત્યાગ કરી અન્ય પર્યાયનું કે અન્ય દ્રવ્યનું અવલંબન લે છે તથા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને અર્થ ઉપરથી શબ્દ ઉપર જાય છે. તેમજ કાયયોગનો ત્યાગ કરી વચનયોગનું કે મનોયોગનું અવલંબન લે છે અથવા વચનયોગનો ત્યાગ કરી કાયયોગનું કે મનોયોગનું અવલંબન લે છે અથવા મનોયોગનો ત્યાગ કરી કાયયોગનું કે વચનયોગનું અવલંબન લે છે. આ પ્રમાણે અર્થ, વ્યંજન અને યોગોનું પરિવર્તન કરે છે.]
એકત્વવિતર્ક અવિચાર એકનો ભાવતે એકત્વ. એક સ્વરૂપને પામેલો વિતર્કતે એકત્વવિતર્ક. એક યોગ એટલે મન-વચન-કાયા એ ત્રણમાંથી કોઈ એક યોગ. તથા આ ધ્યાનમાં અર્થ અને વ્યંજન એક જ હોય છે, અર્થાતુ અર્થ અને વ્યંજનની સંક્રાન્તિ(=પરાવર્તન) થતી નથી. બીજા કોઈ પર્યાયની અપેક્ષા વિના પૂર્વગત શ્રુતાનુસારે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અને પર્યાયોમાંથી પવનરહિત સ્થાનમાં સ્થિર રહેલા દીપકની જેમ કોઈ એક પર્યાયનું સ્થિર ચિંતન હોય છે. આ ધ્યાનમાં ચિત્ત વિચાર રહિત હોય છે. એટલે કે અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ હોતી નથી. તેથી આ ધ્યાન એકત્વવિતર્ક અવિચાર છે.
ભાષ્યકાર તો “પૂર્વવિઃ એવા સૂત્ર અવયવનું અલગ વિવરણ કરે છે, અર્થાત્ પૂર્વના સૂત્રની સાથે સંબંધ કરે છે. તે આ પ્રમાણે–
પહેલા બે શુક્લધ્યાન પૂર્વના જાણકારોને હોય છે. [એત્વ એટલે અભેદ. શુક્લધ્યાનના આ ભેદમાં દ્રવ્ય-પર્યાયનું અભેદરૂપે ચિંતન હોય છે. વિતર્ક અને વિચારનો અર્થ પ્રથમ ભેદના અર્થમાં જણાવ્યો છે તે જ છે. વિચારનો અભાવ તે અવિચાર. આ ભેદમાં વિચારનો અભાવ હોય છે. જે ધ્યાનમાં પૂર્વગત શ્રુતના આધારે આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને ઉત્પાદ આદિ કોઈ એક ૧. અર્થાત્ જીવન્ત રાવે એવા સૂત્ર પછી પૂર્વવિદ્રઃ એવું અલગ સૂત્ર માને છે.