________________
૨૨૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૩૨ તે સ્મૃતિ અથવા સ્મૃતિનું કારણ હોવાથી અવિસ્મૃતિરૂપ મન સ્મૃતિ છે. પ્રણિધાનરૂપ સ્મૃતિનો સમન્વાહાર તે સ્મૃતિસમન્વાહાર. અણગમતા વિષયના વિયોગ માટે મનની સ્થિરતા તે આર્તધ્યાન છે, અર્થાત્ આ અણગમતા વિષયનો કયા ઉપાયથી વિયોગ થાય એ પ્રમાણે સ્થિરચિત્તથી વિચારણા તે આર્તધ્યાન છે. (૯-૩૧)
भाष्यावतरणिका- किञ्चान्यत्ભાષ્યાવતરણિકાર્થ– વળી બીજું–
टीकावतरणिका- किञ्चान्यदिति सम्बन्ध्नाति, प्रकारान्तरमन्यदप्यातस्यास्तीत्याह
ટીકાવતરણિકાર્થ– “વળી બીજું એવા કથનથી હવે પછીના સૂત્રની સાથે સંબંધને જોડે છે. આર્તધ્યાનનો બીજો પણ પ્રકાર છે એમ કહે છેઆર્તધ્યાનના બીજા ભેદનું વર્ણન–
નાયા ૨-રૂણા સૂત્રાર્થ– વેદનાનો સંયોગ થતા તેના વિયોગ માટે થતો સ્મૃતિસમન્વાહાર એ આર્તધ્યાન છે. (૯-૩૨)
भाष्यं-वेदनायाश्चामनोज्ञायाः सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहार માર્તનિતિ ૬-૩રા
ભાષ્યાર્થ– અણગમતી વેદનાનો સંયોગ થતાં તેના વિયોગનો સ્મૃતિસમન્વાહાર એ આર્તધ્યાન છે. (૯-૩૨).
અપાય બાદ ધારણા થાય છે. ધારણાના અવિશ્રુતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ ભેદો છે. અવિશ્રુતિઃનિર્ણય થયા બાદ તે વસ્તુનો ઉપયોગ ટકી રહે તે અવિશ્રુતિધારણા. વાસના=અવિસ્મૃતિ ધારણાથી આત્મામાં તે વિષયના સંસ્કાર પડે છે. આ સંસ્કાર એ જ વાસનાધારણા. સ્મૃતિ=આત્મામાં પડેલા જ્ઞાનના સંસ્કારો નિમિત્ત મળતાં જાગૃત બને છે. એથી આપણે પૂર્વાનુભૂત વસ્તુને કે પ્રસંગને યાદ કરી શકીએ છીએ. પૂર્વાનુભૂત વસ્તુનું કે પ્રસંગનું સ્મરણ તે સ્મૃતિધારણા. સ્મૃતિમાં કારણ વાસના(સંસ્કાર)ધારણા છે. જેના સંસ્કાર આત્મામાં ન પડ્યા હોય તેનું કદી સ્મરણ થતું નથી. વાસના સંસ્કાર) ઉપયોગાત્મક અવિશ્રુતિધારણાથી ઉત્પન્ન થાય છે.