________________
સૂત્ર-૩૧ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૯
૨૧૯ ऽपगमस्त्यागस्तदर्थं विप्रयोगाय अनिष्टशब्दादिविषयपरिहाराय स्मृतिसमन्वाहारस्तदातँ, स्मृतिसमन्वाहारो नाम कथमहमस्मादमनोज्ञात् विषयसम्प्रयोगात् विप्रमुच्येयेति, स्मर्यतेऽनेनेति स्मृतिः अभिधीयते, स्मृतिहेतुत्वाद्वा स्मृतिः अविच्युतिरूपं मनस्तस्याः स्मृतेः प्रणिधानरूपायाः समन्वाहारः-अमनोज्ञविप्रयोगोपाये व्यवस्थापनं मनसो निश्चलत्वमार्तध्यानं, केनोपायेन विप्रयोगः स्यादित्येकतानं मनोनिवेशनमार्त्तધ્યાનમત્યર્થ: IS-રૂશા
ટીકાર્થ– “માર્ત મનોશીનામું” રૂત્યાદ્રિ આર્ત શબ્દની વ્યાખ્યા પૂર્વની જેમ કરવી. અમનોજ્ઞ એટલે અનિષ્ટ શબ્દો વગેરેનો ઇંદ્રિયની સાથે સંબંધથયેછતે તેમનો વિયોગ થાય એ માટે સ્મૃતિસમન્વાહારથાયતે આર્તધ્યાન છે. અનિષ્ટ શબ્દાદિનો સંબંધ આ પ્રમાણે છે- શબ્દ-રસ-ગંધ-સ્પર્શએ ચારનો ઇંદ્રિયોની સાથે સંબંધ થવો અને એકનો (રૂપનો) યોગ્ય દેશમાં રહેલા દ્રવ્યાદિનો સ્વવિષયીની સાથે ગ્રાહ્ય-ગ્રાહકરૂપ સંબંધ થવો તે સંબંધ છે.
સ્મૃતિસમન્વાહાર- આ અણગમતા વિષયના સંબંધથી હું કેવી રીતે મુક્ત થાઉં એવી વિચારણા સ્મૃતિસમન્વાહાર છે. જેનાથી સ્મરણ કરાય ૧. મતિજ્ઞાનના અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ મુખ્ય ચાર ભેદો છે. અવગ્રહ– ઇંદ્રિય
સાથે વિષયનો સંબંધ થતાં “કંઈક છે' એવો અવ્યક્ત બોધ થાય છે. આ અવ્યક્ત બોધને અવગ્રહ કહેવામાં આવે છે. જીહા– “કંઈક છે એવો બોધ થયા બાદ તે શું છે એવી જિજ્ઞાસા થાય છે. તે શું છે?' એવી જિજ્ઞાસાને સંતોષવા, અર્થાત્ “તે વસ્તુ શું છે?' એનો નિર્ણય કરવા માટે થતી વિચારણા તે ઈહા. અપાય– વિચારણા થયા બાદ “આ અમુક વસ્તુ છે એવો જે નિર્ણય' તે અપાય. ધારણાનિર્ણય થયા બાદ તેનો ઉપયોગ ટકી રહે તે ધારણા. અવગ્રહાદિ ક્રમશઃ પ્રવર્તે છે.
રસ્તામાં ચાલતા કોઈ વસ્તુનો સ્પર્શ થતાં જ “અહીં કંઈક છે' એમ થાય છે. ત્યાર પછી આ દોરડું છે કે સાપ છે એમ શંકા થવાથી તેનો નિર્ણય કરવાનો પ્રયત્ન થાય છે. પ્રયત્નથી આ દોરડું હોવું જોઇએ' એમ અનિર્ણયાત્મક=સંભાવનાત્મક જ્ઞાન થાય છે. બાદ “આ દોરડું જ છે, સર્પ નથી' એમ નિર્ણયાત્મક જ્ઞાન થાય છે. અહીં પ્રથમ “કંઈક છે એવું જે અવ્યક્ત જ્ઞાન થયું તે અવગ્રહ. “આ દોરડું હોવું જોઈએ એવું જે સંભાવના રૂપ જ્ઞાન તે ઈહા અને “આ દોરડું જ છે એવું નિર્ણયાત્મક જ્ઞાન તે અપાય. આમ અવગ્રહાદિ ક્રમશઃ પ્રવર્તતા હોવા છતાં ઉત્પલશતપત્રભેદની જેમ અતિશીઘ્રતાથી પ્રવર્તતા હોવાથી આપણને તેનો ખ્યાલ નથી આવતો. એથી જાણે સીધો અપાય જ થાય છે એમ લાગે છે.