________________
૨૦૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૨૪ કાવાર્ય પૂર્વાવત: વિધ: ત્યાદ્રિ જે આચરે છે (પાળે છે) કે આચરાવે છે(=પળાવે છે) તે આચાર્ય. તો વહુનમ (પાણિ. અ.૩ પા.૩ સૂ.૧૧૩) એ સૂત્રથી આચાર્ય શબ્દ બન્યો છે. પૂર્વે (અ.૯ સૂ.૬ માં) પાંચ પ્રકારના આચાર્ય કહ્યા છે. પ્રવ્રાજક, દિગાચાર્ય, શ્રતોદ્દેષ્ટા, શ્રુતસમુદૃષ્ટા અને આમ્નાયાર્થવાચક એમ પાંચ આચાર્યો કહ્યા છે. આનો અર્થ અ.૯ સૂ. ૬ માં બ્રહ્મચર્યધર્મના વર્ણનના અનુવાદમાં જણાવ્યો છે.)
જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકારના આચારનો યથાયોગ્ય વિનય, પાંચ પ્રકારનો સ્વાધ્યાય હવે (૯-૨૫)માં કહેવાશે.
આચાર્ય પાસેથી જેમને અનુજ્ઞા મળી છે તે સાધુઓ પછી તેમની પાસે ભણે છે–તેમની પાસેથી જ્ઞાન મેળવે છે તેથી ઉપાધ્યાય છે. અપાદાનકારકમાં (પંચમી વિભક્તિમાં) ધન્ પ્રત્યય થયો છે.
સોપગ્રહાનુદ્દીર્થ વ’ કૃતિ વસ્ત્ર-પાત્રને આપવાથી સંગ્રહ, અન્નપાન-ઔષધ આપવાથી ઉપગ્રહ, સૂત્ર આપવાથી અનુગ્રહ સંગ્રહાદિ માટે જે સેવાય તે ઉપાધ્યાય. પૃષોદરાદિથી ઉપાધ્યાય શબ્દની સિદ્ધિ થાય છે.
“ હાલીન વાડી ૩૫Àતિ” તિ સંગ્રહ-ઉપગ્રહ-અનુગ્રહ એના સંબંધવાળા છે, તેની પાસેથી પ્રાપ્તિ થાય તેવા છે, તેનાથી કરાયેલા છે એમ એના સંગ્રહ-ઉપગ્રહ-અનુગ્રહોને યાદ કરે છે તેથી ઉપાધ્યાય છે. દિરો નિત્થ: કૃતિ એનાથી સંગ્રહ કરાય છે એથી સંગ્રહ છે બેથી ગ્રહણ કરાય છે= બંધાય છે તેથી દ્વિસંગ્રહ છે, અર્થાતુ બે વડે સંગ્રહ કરાયેલો છે. આનું જ વિવરણ કરે છે– “કાવાર્યોપાધ્યાયઃ ' તિ નિર્ઝન્થ આચાર્ય અને ઉપાધ્યાયથી સંગ્રહાયેલો છે. નિર્ગુન્શી આચાર્યાદિ (આચાર્ય-ઉપાધ્યાય-પ્રવર્તિની એ) ત્રણથી સંગ્રહ કરાયેલી હોય છે.
આ પ્રવર્તિની કોણ છે?
પ્રવર્તિની દિગાચાર્ય વડે વ્યાખ્યાન કરાયેલી છે, એટલે કે દિગાચાર્ય સમાન જાણવી. પ્રવર્તિનીએ સંપૂર્ણ નિશીથ અધ્યયન સાંભળ્યું હોય, ૧. સિદ્ધહેમ વ્યાકરણ પ્રમાણે વહુતમ્ (૫-૧-૨) સૂત્રથી આચાર્ય શબ્દ બન્યો છે.