________________
સૂત્ર-૨૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
साधयन्तीति साधवः संयता इति मूलोत्तरगुणसम्पन्नाः, द्वादशविधसम्भोगभाजः समनोज्ञा ज्ञानदर्शनचारित्राणि मनोज्ञानि, सह मनोज्ञैः समनोज्ञाः तानि तानि वा सम्भोगकारणानि संविग्नेष्वपि विद्यन्ते, एषामित्यादि आचार्यादयः समनोज्ञान्ताः सम्बध्यन्ते एषामित्यनेन, अन्नपानादयः प्रसिद्धास्तैरुपग्रहः उपकारः शुश्रूषा विश्रामणादिका भेषजक्रिया मान्द्ये सति तदनुरूपं भेषजसम्प्रदानं कान्तारं अरण्यं श्वापदबहुलत्वाद्विषमं दुर्गं गतकण्टकादिप्रचितं उपसर्गों ज्वरातीसारकासश्वासमरकादिः अभ्युपपत्तिरभ्युद्धरणं परिपालनं परिरक्षणमन्नपानादिना यत्तद् वैयावृत्त्यमिति ॥९-२४॥
૨૦૫
ટીકાર્થ– આચાર્યથી આરંભી સમનોજ્ઞ સુધીના શબ્દોનો દ્વન્દ્વ સમાસ કરીને છઠ્ઠી બહુવચનથી નિર્દેશ કર્યો છે. “વૈયાવૃત્ત્વ વિધમ્” ફત્યાવિ આચાર્ય આદિના ભેદથી વૈયાવૃત્ત્વ દશ પ્રકારનું છે. તે પ્રકારોને આચાર્યવૈયાવૃત્ત્વમ્ ઇત્યાદિથી નામ લઇને કહે છે—
વૈયાવૃત્ત્વ શબ્દની વ્યુત્પત્તિ કરવા માટે કહે છે- “વ્યાવૃત્તમાવો વૈયાવૃત્ત્વ વ્યાવૃત્તાં શ” રૂતિ વ્યાવૃત્ત એટલે (કોઇને કોઇ) વ્યાપારમાં પ્રવૃત્ત થયેલો=શાસ્ત્રોક્તક્રિયાવિશેષરૂપ અનુષ્ઠાનમાં તત્પર. તેનો જે ભાવ=તેવો પરિણામ તે વૈયાવૃત્ત. ‘વ્યાવૃત્તમં 7 રૂતિ તેવા (પરિણામવાળા) થયેલાનું જે કર્મ=ક્રિયા તે વૈયાવૃત્ય. પૂર્વની વ્યુત્પત્તિમાં ક્રિયાવાનની પ્રધાનતા છે, પછીની વ્યુત્પત્તિમાં ક્રિયાની પ્રધાનતા છે.
તે વૈયાવૃત્ત્વ યથાસંભવ ક્ષેત્ર અને વસતિનું નિરીક્ષણ કરવું, ભક્તપાન-વસ્ત્ર-પાત્ર-ઔષધો લાવવાં, શરીર સેવા કરવી, તેમના આદેશથી (કોઇ કાર્ય માટે) જવું, વિદ્યા-મંત્રના પ્રયોગથી સાધી શકાય તેવું કાર્ય વિદ્યા-મંત્રથી સિદ્ધ કરવું વગેરે.
આચાર્ય આદિના લક્ષ્યથી(=મારે આમની સેવા કરવી છે એવા લક્ષ્યથી) આચાર્ય આદિ માટે જે કરવા યોગ્ય હોય તેમાં વ્યગ્રતા=વ્યાવૃત્તતા તે આચાર્યાદિ વૈયાવૃત્ત્વ છે.