________________
સૂત્ર-૨૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૦૭ સમુચિત કલ્પ-વ્યવહારસૂત્રને ગ્રહણ કરનારી, સંવિગ્ના અને દિશાનુજ્ઞાને પામેલી હોય. તે આત્મહિત માટે જ પ્રવર્તે છે અને અન્ય સાધ્વીઓ જ્યારે કર્તવ્ય ભૂલી જાય ત્યારે તેઓને યાદ દેવડાવવું, પડતીનું રક્ષણ કરવું અને અકર્તવ્યથી રોકવી વગેરે યોજવાથી આત્મહિતમાં પ્રવર્તાવે છે. પ્રવર્તાવે તે પ્રવર્તિની.
વિષ્ટ રૂત્યાદ્રિ ચાર ઉપવાસથી પ્રારંભી કંઈક ન્યૂન છ માસ સુધીનો તપ વિકૃષ્ટ છે. ઉગ્ર એટલે ભાવથી વિશુદ્ધ અને (એથી જ) અનિશ્રિત (=આ લોક પરલોકના સુખોની આકાંક્ષાથી રહિત), તેવા તપથી યુક્ત હોય તે તપસ્વી છે.
‘વિરપ્રવૃતિ: રૂત્યાદ્રિ પહેલા છેલ્લા તીર્થમાં અને મધ્યમ તીર્થોમાં જેના સ્વીકારેલા સામાયિકના કેટલાક દિવસો પસાર થયા છે તે અચિર પ્રવ્રજિત છે=અલ્પકાળ પહેલાં પ્રવ્રજિત થયેલો છે. ગ્રહણ અને આસેવન એ બે શિક્ષા આપવાને યોગ્ય હોય તે શૈક્ષ. શિક્ષા શબ્દ છત્રાદિ શબ્દોમાં હોવાથી ઇ() પ્રત્યયવાળો છે. ગ્લાન એટલે મંદ, અકુશળ કે વ્યાધિથી પરાભવ પામેલ. ગ્લાન પ્રસિદ્ધ છે, અર્થાત્ ગ્લાન શબ્દનો અર્થ સુખપૂર્વક જાણી શકાય તેવો છે.
સ્થાનીય વગેરે કુળો છે. કુળનો સમુદાય તે ગણ. (મોટી ટીકામાં વુક્ત સમુદાય: એવો પાઠ છે.)
: વિરસન્તતિસંસ્થિતિઃ સ્થવિરના ગ્રહણથી શ્રુતસ્થવિરનું ગ્રહણ કરવું. વયથી અને પર્યાયથી સ્થવિરનું ગ્રહણ ન કરવું. સ્થવિરોની પરંપરાનું હજી પણ વર્તવું હોવું તે સ્થવિરસંતતિસંસ્થિતિ.
તમાનાર્યસત્તતિસંસ્થિતિ, એક આચાર્યથી દોરવા યોગ્ય, અર્થાત એક આચાર્યને આધીન રહેલ સાધુસમૂહ ગચ્છે છે. એક જાતિના ઘણા ૧. અહીંઅશુદ્ધિ જણાય છે. મોટીટીકામાં પણ તેવો જ પાઠ છે. ધર્મસંગ્રહ ભાગ બીજામાં આ પ્રમાણે
જણાવ્યું છે. કુલ=એક જ જાતિ(સામાચારી)વાળા ઘણા ગચ્છોનો સમૂહ. જેમકે ચાંદ્રકુળ વગેરે. ગણ એક આચાર્યની નિશ્રામાં વર્તતો સાધૂ સમૂહ, અર્થાત્ અનેક કુળોનો સમુદાય. જેમકે કૌટિકગણ ઇત્યાદિ ગણ કહેવાય છે. પ્રવચન સારોદ્ધારમાં પણ આ જ વ્યાખ્યા છે.