________________
૨૦૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૨૩ ऽञ्जलिप्रग्रहः वस्त्रादिपूजा सत्कारः सद्भूतगुणोत्कीर्तनं सन्मानं, विनयशब्दनिर्भेदप्रदर्शनायाह-विनीयते क्षिप्यतेऽनेनाष्टप्रकारं कर्मेति विनयः, पुंनाम्नि घः करणसाधनः, विनीयते वाऽस्मिन् सति ज्ञानावरणादिरजोराशिरिति विनयः, अधिकरणसाधनो वा ॥९-२३॥
ટીકાર્થ– જ્ઞાનાદિ શબ્દોનો દ્વન્દ સમાસ કરીને પ્રથમા બહુવચનથી નિર્દેશ કર્યો છે. એના વિવરણ માટે કહે છે- “વિનયથાર્મેદ્ર તિ વિનય શબ્દની વ્યુત્પત્તિનું વ્યાખ્યાન આગળ કહેવાશે. તે ચાર ભેદોને નામ લઈને કહે છે. તથા શબ્દ નામોના ઉલ્લેખ માટે છે. “જ્ઞાનવિનય: રૂત્યાદ્રિ ચાર ભેદોમાં જ્ઞાનવિનય મતિજ્ઞાન આદિ પાંચ પ્રકારનો છે. આદિ શબ્દના ગ્રહણથી શ્રુત-અવધિ-મન:પર્યવ-કેવલજ્ઞાનનું ગ્રહણ કરવું. જ્ઞાનવિનય હોય ત્યારે પાંચ જ્ઞાન ઉપર ભક્તિ-બહુમાન અને જ્ઞાન
સ્વરૂપની શ્રદ્ધા હોય. શ્રુતજ્ઞાનમાં જો વિણ વહુમાળે ૩વરાળે ઈત્યાદિ વિશેષ વિનય છે.
સમ્યગ્દર્શનવિનય તો એક જ પ્રકારનો છે. તત્ત્વભૂત જીવાદિ પદાર્થોની શ્રદ્ધા સમ્યગ્દર્શન છે. એમ સમ્યગ્દર્શનનું લક્ષણ એક હોવાથી સમ્યગ્દર્શનવિનય એક પ્રકારનો જ છે તથા અરિહંતોની, અરિહંતપ્રણીત ધર્મની, આચાર્ય-ઉપાધ્યાય-સ્થવિર-કુલ-ગણ-સંઘ-સાધુ-સમનોજ્ઞોની આશાતના ન કરવી અને પ્રશમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા-આસ્તિક્ય સમ્યગ્દર્શનવિનય છે.
સામાયિક આદિનું સ્વરૂપ પૂર્વે (અ.૯ સૂ.૧૮માં) કહ્યું છે. સામાયિક આદિના સ્વરૂપની શ્રદ્ધા કરવી, શ્રદ્ધાપૂર્વક આચરણ કરવું, વિધિથી ચારિત્રની પ્રરૂપણા કરવી આ પ્રમાણે આ ચારિત્રવિનય છે.
ઔપચારિક વિનય અનેક પ્રકારનો છે. વ્યવહાર કરવો તે ઉપચાર. શ્રદ્ધાપૂર્વક ક્રિયાવિશેષ વ્યવહાર છે. ઉપચાર જેનું પ્રયોજન છે તે ઔપચારિક. (તદ્ધિતનો રૂ[ પ્રત્યય થયો છે) તે અનેક પ્રકારનો છે. ૧. સંભોગ અને સમનોજ્ઞ એ બંને શબ્દોનો એક જ અર્થ છે.