________________
સૂત્ર-૨૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૦૧ ઉપચારવિનયના વિષયનો નિર્દેશ કરવા માટે કહે છે- “
સ ર્જન' રૂત્યાતિ, સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્ર ગુણો છે. આદિ શબ્દના પ્રહણથી દશ પ્રકારની સમાચારીરૂપ સંપત્તિનું ગ્રહણ કરવું. તેનાથી અધિક જે મુનિઓ છે તેમનો અભુત્થાન, આસનપ્રદાન, અનુગમન વગેરે વિનય છે. ગુણાધિક સામેથી આવતા હોય ત્યારે આસનથી ઊભા થવું. પૂર્વે ન જોયા હોય તેવા સાધુવેષને ધારણ કરનારનું અભ્યત્યાન કરવું જોઇએ. પછી આસન આપવું. પછી વંદનરૂપ ગૌરવ કરવું. જતા હોય ત્યારે કેટલાક ડગલા પાછળ જવું. આદિ શબ્દના પ્રહણથી ભેગા કરેલા બે હસ્તકમળોને લલાટના ભાગમાં સ્થાપન કરવા રૂપ અંજલિ કરવી. વસ્ત્રાદિથી પૂજારૂપ સત્કાર કરવો, સભૂત ગુણોનું કીર્તન કરવા રૂપ સન્માન કરવું.
વિનયશબ્દની વ્યુત્પત્તિને બતાવવા માટે કહે છે. જેનાથી આઠ પ્રકારનું કર્મ ફેંકાય દૂર કરાય તે વિનય. પુનાન પ(સિદ્ધહેમ અ.પ પા.૩ સૂ.૧૩૦) એ સૂત્રથી કરણસાધનમાં : પ્રત્યય છે અથવા જેની વિદ્યમાનતામાં જ્ઞાનાવરણાદિ રૂપ રજસમૂહ દૂર કરાય છે તે વિનય. અધિકરણ સાધનમાં પદ પ્રત્યય છે. (૯-૨૩) टीकावतरणिका- सम्प्रति वैयावृत्त्यं उच्यतेટીકાવતરણિતાર્થ– હવે વૈયાવૃત્ય કહેવાય છે– વેયાવચ્ચના ભેદોआचार्योपाध्यायतपस्विशैक्षकग्लानगणकुलसङ्घसाधु
| સમનોજ્ઞાનાન્ ૨-૨૪ સૂત્રાર્થ– આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ અને સમનોજ્ઞની સેવા એ વૈયાવૃજ્ય(=વેયાવચ્ચ) છે. (૯-૨૪) __ भाष्यं-वैयावृत्त्यं दशविधं । तद्यथा- आचार्यवैयावृत्त्यं, उपाध्यायवैयावृत्त्यं, तपस्विवैयावृत्त्यं, शैक्षकवैयावृत्त्यं, ग्लानवैयावृत्त्यं, गणवैयावृत्त्यं, कुलवैयावृत्त्यं, सङ्घवैयावृत्त्यं, साधुवैयावृत्त्यं, समनोज्ञवैयावृत्त्यमिति । व्यावृत्तभावो वैयावृत्त्यं व्यावृतकर्म च । तत्राचार्यः पूर्वोक्तः