________________
૧૯૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૨૩ તપવિશેષોથી અપ્રમત્ત અને ઉપયુક્ત બનેલો સાધુ મૂલોત્તરગુણ સંબંધી અતિચારને પ્રાયઃ=મોટા ભાગે શુદ્ધ કરે છે. પ્રશ્ન- અહીં “પ્રાય:' એમ શા માટે કહ્યું?
ઉત્તર– અત્યંત સૂક્ષ્મ અતિચારો રદ્દ( બાદ) કરવા માટે પ્રાયઃ એમ કહ્યું છે. સમ્યગું જાણતો તે ફરી તેવા અપરાધને સેવતો નથી. આથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે અથવા પ્રાયઃ શબ્દથી અપરાધ કહેવાય છે, અર્થાત્ પ્રાયઃ શબ્દનો અર્થ અપરાધ છે. સૂત્રવિહિત તે આલોચનાદિથી તે અપરાધ વિશુદ્ધ થાય છે. આ કારણથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૯-૨૨)
टीकावतरणिका- अधुना विनयोऽभिधीयते, तत्प्रतिपादनायाहટીકાવતરણિકાર્થ– હવે વિનય કહેવાય છે. વિનયના પ્રતિપાદન માટે સૂત્રકાર કહે છેવિનયના ભેદોજ્ઞાનવર્શનવારિત્રોપદારી: ૬-૨રૂા
સૂત્રાર્થ-જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય એમ વિનયના ચાર ભેદો છે. (૯-૨૩)
भाष्यं-विनयश्चतुर्भेदः । तद्यथा- ज्ञानविनयः दर्शनविनयः चारित्रविनयः उपचारविनयः । तत्र ज्ञानविनयः पञ्चविधः मतिज्ञानादिः। दर्शनविनय एकविध एव सम्यग्दर्शनविनयः । चारित्रविनयः पञ्चविधः सामायिकविनयादिः । औपचारिकविनयोऽनेकविधः सम्यग्दर्शनज्ञानचारित्रादिगुणाधिकेषु अभ्युत्थानासनप्रदानवन्दनानुगमादिः । विनीयते तेन तस्मिन्वा विनयः ॥९-२३॥
ભાષ્યાર્થ– વિનય ચાર પ્રકારનો છે. તે આ પ્રમાણે- જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય.
તેમાં જ્ઞાનવિનય મતિજ્ઞાન આદિ પાંચ પ્રકારનો છે. દર્શનવિનય તો સમ્યગ્દર્શનવિનય એ એક જ પ્રકારનો છે. ચારિત્રવિનય સામાયિક વિનય આદિ પાંચ પ્રકારનો છે.