________________
સૂત્ર-૨૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૯૭
અર્થાત્ એકેંદ્રિયની વિરાધના થઇ છે, બેઇંદ્રિયની વિરાધના થઇ છે ઇત્યાદિ જોઇને પ્રાયશ્ચિત્તનો વિભાગ કરવો. અથવા એકેંદ્રિય-બેઇંદ્રિયતેઇંદ્રિય-ચઉરિંદ્રિય-પંચેંદ્રિય જાતિ દ્વારા જે રાગ-દ્વેષ-મોહરૂપ ગુણો તે ગુણોની ઉત્કૃષ્ટ-અપકૃષ્ટ-મધ્ય અવસ્થાને સિંહ અને ગાય આદિનો વધ કરનારની જેમ જોઇને અને તેના વડે કરાયેલી વિરાધનાને પામીને (=જોઇને) અતિચારની વિશુદ્ધિ માટે પાપને અનુરૂપ પ્રાયશ્ચિત્ત અપાય છે અને કરાય છે.
હવે ‘પ્રાયશ્ચિત્ત’ એવા શબ્દની વ્યુત્પત્તિ કરે છે—
‘વિતીસંજ્ઞાનવિશુદ્ધયોતુિ:' હત્યાવિ ભીમસેન પછીના વ્યાકરણશાસ્ત્રીઓએ સંજ્ઞાન અને વિશુદ્ધિ એમ બે અર્થમાં વિત્ ધાતુ કહ્યો છે. અહીં સંજ્ઞાન અર્થની સાથે વિશુદ્ધિ અર્થનું ગ્રહણ કર્યું છે. અથવા ધાતુઓ અનેક અર્થવાળા હોય છે એ ન્યાયથી સંજ્ઞાન અર્થમાં કહેલો ત્િ ધાતુ વિશુદ્ધિ અર્થમાં પણ છે. ભાષ્યકારે ઉપયોગમાં આવતા જ અર્થને લક્ષ્યમાં રાખીને વિશુદ્ધિ પણ કહી છે—વિશુદ્ધિ અર્થ પણ કર્યો છે. વિત્ ધાતુનું વિત્ત એવું રૂપ થાય છે. એ રૂપ નિષ્ઠાત્ત અને ઔણાદિક છે. શ્વેતતિ કૃતિ વિત્તમ્ અર્થાત્ વિશુદ્ધ થાય છે. એકાગ્ર બનતો તે થઇ રહેલી વિશુદ્ધિને સમ્યક્ જાણે છે. ‘અતૃવૃક્ષિમ્ય: વન્તઃ' (પાણિની વ્યાકરણ ઉણાદિ સૂત્રોમાં ૩૭૭) એ સૂત્રથી ક્ત પ્રત્યય થયો. વક્ત પ્રત્યયની નિષ્ઠા સંજ્ઞા છે. વિત્તભ્ એવું આ શબ્દરૂપ ઔણાદિક છે. ચિત્ત શબ્દની વ્યુત્પત્તિ માટે બીજું સૂત્ર ન શોધવું. ૩ળાવ્યો વઘુતમ્ (પાણિ. અ.૩ પા.૩ સૂ.૧) એ સૂત્રથી વિત્ ધાતુથી પણ કર્તા અર્થમાં ક્ત પ્રત્યય થયો છે.
કઇ રીતે વિશુદ્ધિ થાય એમ કહે છે- “વમેનિ:’' ફત્યાદ્રિ જેમનું લક્ષણ પૂર્વે કહ્યું છે તે આલોચનાથી પ્રારંભી પારાંચિક સુધીના દુષ્કર
૧. સામાન્યથી ન્ત પ્રત્યય કર્મ અર્થમાં આવે છે. અપવાદથી કેટલાક ધાતુઓથી કર્તા અર્થમાં વક્ત પ્રત્યય આવે છે. કર્તા અર્થમાં વક્ત પ્રત્યય આવે એ અંગેના જેટલાં સૂત્રો છે તેમાં વિત્ ધાતુ નથી. પણ ઉણાદિથી વિત્ ધાતુને કર્તા અર્થમાં વક્ત પ્રત્યય થાય છે, માટે અહીં કહ્યું છે કે વિદ્ ધાતુથી પણ કર્તા અર્થમાં વક્ત પ્રત્યય થયો છે.