________________
૧૯૬ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૨૨ પારાચિક એવા શબ્દની સિદ્ધિ થઈ છે. એ બે પ્રાયશ્ચિત્તના અંતે વ્રતોમાં ઉપસ્થાપન કરાય છે. પુનર્દોષણ એટલે ફરી દીક્ષાનો સ્વીકાર. પુનશ્ચરણ એટલે ફરી ચારિત્રનો સ્વીકાર. પુનર્વતારોપણ એટલે ફરી વ્રતોનું આરોપણ કરવું. આ પ્રમાણે ઉપસ્થાપન વગેરે બધા શબ્દોનો એક અર્થ છે. સાધર્મિકોની ચોરી, હાથથી માર મારવો વગેરે અપરાધથી અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત આવે. દુષ્ટ, મૂઢ અને અન્યોન્યકરણ આદિને પારાચિક પ્રાયશ્ચિત્ત આવે. (દુષ્ટ એટલે તીવ્ર કષાયવાળો અને વિષયોની તીવ્ર આસક્તિવાળો. મૂઢ એટલે ત્યાનધિ નિદ્રાના ઉદયવાળો. અન્યોન્યકરણ એટલે પુરુષ પુરુષની સાથે પરસ્પર મૈથુન સેવે.)
“તત નવવિઘ પ્રાશ્ચત્ત ફત્યાદિ ‘તે આ ઇત્યાદિથી આલોચના વગેરેનો પરામર્શ કર્યો છે. નવા પ્રકારનું એમ પોતે કરેલી સૂત્ર રચનાના આધારે કહ્યું છે. પૂર્વમહર્ષિ રચિત ગ્રંથોમાં તો દશ પ્રકારે કે વીસ પ્રકારે પ્રાયશ્ચિત્ત કહ્યું છે. પ્રાયશ્ચિત્ત શબ્દની વ્યુત્પત્તિથી થતો અર્થ હવે કહેવાશે. દેશ-ગુણ રહિત (કે ગુણ સહિત) દેશ=ક્ષેત્ર. કાળ-સ્નિગ્ધ, રૂક્ષ અને સાધારણ કાળ. શક્તિ-પ્રાયશ્ચિત્ત કરાવવામાં વીર્ય (સામથ્થ). સંહનન-વજઋષભનારાચ વગેરે. સંયમ-સત્તર પ્રકારનું અથવા મૂલોત્તર ગુણોના સમૂહરૂપ સંપૂર્ણ સંયમ. વિરાધના એટલે ખંડન, અતિચાર. શબ્દ સમુચ્ચય અર્થમાં છે. સંયમવિરાધનાને વિશેષ કરે છે તેવી સંયમવિરાધના તે કહે છે
ન્દ્રિયજ્ઞાતિપુણોક્ટર્ષતામ્ તિ પૃથ્વીકાય આદિ છ કાય છે. પૃથ્વીપાણી-તેઉ-વાયુ-પ્રત્યેક વનસ્પતિમાં સંઘટ્ટન-પરિતાપન-અપદ્રવણ સંબંધી પ્રાયશ્ચિત્ત અલગ, સાધારણ વનસ્પતિમાં અલગ, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચઉરિંદ્રિય, પંચંદ્રિયમાં અલગ. આ પ્રમાણે ઉપયોગ રાખીને જે પ્રમાણે પ્રાયશ્ચિત્ત હોય તે પ્રમાણે આપવું. આ પ્રમાણે કાળ આદિનો પણ વિચાર કરવો જોઈએ. કાળ આદિને અનુરૂપ પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ તથા એકેંદ્રિય-બે ઇંદ્રિય-તે ઇંદ્રિય-ચઉરિંદ્રિય-પંચેંદ્રિય પ્રાણીઓને જોવાથી,