________________
સૂત્ર-૨૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૯૫ તપ પ્રાયશ્ચિત્ત આપવા છતાં તેને ગણકાર્યા વિના વગર કારણે અપવાદમાર્ગને સેવવાની રુચિવાળો) કોઈ અપરિણત (છ માસ સુધીનું પ્રાયશ્ચિત્ત આપવા છતાં તેનાથી હું શુદ્ધ થતો નથી. કારણ કે દોષ વધારે છે એમ માનનાર) આ છેદપ્રાયશ્ચિત્તનો વિષય છે, અર્થાત્ આવાને છેદપ્રાયશ્ચિત્ત અપાય. હવે મૂલપ્રાયશ્ચિત્ત કહેવાય છે.
“રિહારો માસિકારિ” રૂતિ આ પરિહારપ્રાયશ્ચિત્ત મૂલપ્રાયશ્ચિત્તનું ઉપલક્ષણ છે.
પરિહારપ્રાયશ્ચિત્ત આપવામાં આવે ત્યારે વંદન-આલાપ-અન્નપાનપ્રદાન આદિથી સાધુઓ વડે પરિહાર(ત્રત્યાગ) કરાય તે પરિહારપ્રાયશ્ચિત્ત છે. (ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દોષિતની સાથે જઘન્યથી એક માસ અને ઉત્કૃષ્ટથી છ માસ પર્વત અન્ન-પાણીનું આદાન-પ્રદાન ન કરે, વંદન ન કરે, તેની સાથે બોલે નહિ, આ રીતે પરિહાર(ત્યાગ) કરવો તે પરિવાર પ્રાયશ્ચિત્ત છે.) તે પરિવાર એક માસથી આરંભી છ માસ સુધી હોય. તેના અંતે ક્યાંક(=કોઈકને) મૂળ=પુનર્વતારોપણ પ્રાયશ્ચિત્ત અપાય. સંકલ્પથી( ઇરાદાપૂર્વક) પંચેંદ્રિય જીવનો વધ કરે, ગર્વથી મૈથુન સેવે, ઉત્કૃષ્ટ મૃષાવાદ આદિનું સેવન કરે ઇત્યાદિ મૂળપ્રાયશ્ચિત્તનો વિષય છે, અર્થાત્ તેવા સાધુને મૂળપ્રાયશ્ચિત્ત અપાય. અનવસ્થાપ્ય અને પારાચિકનું પ્રતિપાદન કરવા માટે કહે છે–
ઉપસ્થાપનું પુનર્વીિક્ષણમ્રૂત્યાદ્રિ અનવસ્થાપ્ય અને પારાચિક એ બે પ્રાયશ્ચિત્ત લિંગ-ક્ષેત્ર-કાળ-તપમાં સમાનતા હોવાથી ભેગા કરીને કહ્યા છે. જે તપ કહ્યો હોય તે તપ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી વ્રતોમાં કે લિંગમાં(=સાધુવેષમાં) ન સ્થપાય તે અનવસ્થાપ્યું. તે જ તપથી અતિચારના પારને પામે તે પારાંચિક. પૃષોદરાદિમાં પાઠ હોવાથી ૧. આ માટે જુઓ વતિજીતકલ્પ ગાથા ૨૮૪ વગેરે.