________________
સૂત્ર-૧૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૬૫ સમ્યગુએ પ્રમાણે ચાલ્યું આવે છે. સંયમની રક્ષા માટે અને કર્મનિર્જરા માટે ઉપવાસ-છઠ્ઠ-અઠ્ઠમ વગેરે સમ્યગૂ અનશન તપ છે.
“નવમૌર્યમ્ તિ, ગવમ એટલે ન્યૂન(=ઓછું). અવમ છે ઉદર (પેટ) જેનું તે અવમોદર. અવમોદરનો ભાવ તે અવમૌદર્ય. ઉત્કૃષ્ટ અને અપકૃષ્ટ કોળિયાને છોડીને મધ્યમ કોળિયાથી ત્રણ પ્રકારનું અવમૌદર્ય છે. તે આ પ્રમાણે- અલ્પાહાર અવમૌદર્ય, ઉપાધુ અવમૌદર્ય અને પ્રમાણપ્રાપ્તથી કંઈક ઊન અવમૌદર્ય. કોળિયાની સંખ્યા બત્રીસ કોળિયાની પહેલાં જાણવી=અંદર જાણવી.
વૃત્તિપરિસંખ્યાન અનેક પ્રકારનું છે. તે આ પ્રમાણે- ઉસ્લિપ્ત, નિશ્ચિત અને અંતપ્રાંત ચર્યા આદિમાંથી અને સસ્તુ(=સાથવો), અડદ અને ભાત આદિમાંથી કોઈ એકનો અભિગ્રહ કરીને બાકીનાનું પ્રત્યાખ્યાન કરવું.
રસત્યાગ અનેક પ્રકારનો છે. તે આ પ્રમાણે- મદ્ય-માંસ-મધ-માખણ આદિ રસવિગઈઓનું પ્રત્યાખ્યાન કરવું અને વિરસ-રૂક્ષ આહાર આદિનો અભિગ્રહ કરવો તે રસપરિત્યાગ તપ છે.
એકાંત, અનાબાધ, અસંસક્ત અને સ્ત્રી-પશુ-પંડકથી રહિત એવા શૂન્યઘર, દેવકુલ, સભા, પર્વતગુફા આદિમાંથી કોઈ એક સ્થાનમાં સમાધિ માટે સંલીનતા એ વિવિક્તશય્યાસનતા છે.
કાયક્લેશ અનેક પ્રકારનો છે. તે આ પ્રમાણે- સ્થાન, વીરાસન, ઉત્કટુક આસન, એક પાર્શ્વ દંડાયતશયન, આતાપના અને અપ્રાવૃત્ત વગેરે. (ઉપર જણાવેલા અનશનાદિ) સમ્યમ્ યોજેલા બાહ્યતપ છે.
આ છએ પ્રકારના બાહ્યતપથી સંગત્યાગ-શરીરલાઘવ-ઇંદ્રિયજયસંયમરક્ષણ-કર્મનિર્જરા થાય છે. (૯-૧૯).
टीका- द्विविधं तपो-बाह्यमभ्यन्तरं च, तत्र बाह्याभ्यन्तरशब्दार्थः प्राग् निरूपितः, तदेकैकं षोढा-तत्र बाह्यस्य तावद्भाष्यकारो भेदानाचष्टे षडपि सूत्रं विवृण्वन् अनशनं अवमौदर्यं वृत्तिपरिसङ्ख्यानमित्यादि प्राक् प्रकृतः सम्यक्शब्दोऽनुवर्तते, स च विशेषणं, सम्यगनशनं