________________
સૂત્ર-૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૨૧ બંધ=કાબૂમાં રાખવું. વધ=મારવું. દમન શિક્ષાને ગ્રહણ કરવી. (હાથીઓને ખેલમાં બતાવવા માટે કે લડવા માટે જુદી જુદી કળાઓ શિખવાડે છે.) પછી (ભાર) વહન કરાવે છે. (અથવા પછી શિક્ષાને અમલમાં મૂકાવે છે.) અંકુશ એટલે (અંકુશથી) પ્રહાર કરવો. પ્રતોદ એટલે ચાબુક, ચાબુકથી પ્રહાર કરવો.
આદિ શબ્દના ગ્રહણથી અતિશય ભાર મૂકવો અને યુદ્ધકાળે શસ્ત્રનો પ્રહાર કરવો. તથા શબ્દના પ્રયોગથી અન્ય દષ્ટાંતને કહે છે- મૈથુનસુખના પ્રસંગથી જેનો ગર્ભ કરાયો છે એવી અને પરાધીન ખચ્ચરી પ્રસવકાળે મરણને પામે છે.
પર્વ ઈત્યાદિથી દાષ્ટન્તિક અર્થનો ઉપસંહાર કરે છે- ઉક્તનીતિથી બંને ય લોકમાં વિનાશને પામે છે.
તથા શબ્દનો પ્રયોગ આસ્રવના અન્ય દોષોને બતાવવા માટે છે. કાગડો આદિનાં દષ્ટાંતો જૈન શાસ્ત્રોમાં છે, અર્થાત્ શાસ્ત્રીય દષ્ટાંતો છે. બડિશ એટલે ગલ. (ગલ માછલીને પકડવાનો કાંટો.) ગલમાં રહેલ માંસ તથા તિ બે ઉદાહરણોથી આશ્રવમાં રહેલા દોષનું દર્શન કરાવે છે. તથા અન્ય આશ્રવ દોષનું પ્રતિપાદન કરે છે. સ્ત્રીમાં દૃષ્ટિને સ્થાપિત કરનાર અર્જુનક ૨ચોર મૃત્યુ પામ્યો. આ દષ્ટાંત જૈનશાસ્ત્રમાં જ છે. તથા એવો પ્રયોગ આશ્રવ પણ દોષ સહિત છે એમ કહે છે. પાંજરામાં રહેલા તેતરના શબ્દોના શ્રવણથી આવેલો યુદ્ધ કરવાની ૧. કાગડાનો આ પ્રસંગ આ પ્રમાણે છે- માંસમાં આસક્ત બનેલ કાગડાએ (સમુદ્રના કિનારે
પડેલા) મરેલા હાથીના ક્લેવરમાં મળદ્વાર દ્વારા પ્રવેશ કર્યો. વરસાદના કારણે આવેલા પાણીના પૂરથી એ ક્લેવર સમુદ્રની મધ્યમાં આવ્યું. તે જ મળદ્વારના માર્ગથી બહાર નીકળીને સર્વ દિશાઓને જોતાં તે કાગડાએ ક્યાંય વિશ્રામસ્થાન ન જોયું. આથી પાણીમાં ડૂબતો તે
મરણ પામ્યો. (પ્રશમરતિ પ્રકરણ ગાથા-૭૬). ૨. અર્જુન ચોરનું દૃષ્ટાંત આ પ્રમાણે છે- કોઈ વખતે અર્જુન ચોરને અગડદત્ત સાથે યુદ્ધ થયું.
પણ અગડદત્ત કોઈ રીતે તેને પરાજિત કરવા સમર્થ ન બન્યો, ત્યારે તેણે પોતાની અતિ રૂપવતી પત્નીને સર્વાલંકારથી વિભૂષિત કરી રથના અગ્રભાગે બેસાડી. ત્યારે તે સ્ત્રીના રૂપના દર્શનથી વ્યામોહ પામેલો અર્જુન ચોર યુદ્ધકરણમાં વિસ્મૃતિવાળો થઈ સ્ત્રીના રૂપમાં મોહિત થઈ ગયો. ત્યારે અગડદત્તે તેને મારી નાખ્યો. (નિશીથભાષ્ય-૩૧૯૪ થી ૩૧૯૬)