________________
૧૨૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૭ આસ્વભાવનાના સ્વરૂપને પ્રકાશિત કરવા માટે કહે છે–
કાઢવાનિહામુત્રાપાયયુવાન ફત્યાતિ, સામૂયતે જેમનાથી કર્યગ્રહણ કરાય તે આસ્રવ. ઇંદ્રિયો વગેરે આસ્રવો છે. તે આસ્રવો આ લોકમાં અને પરલોકમાં અપાય દોષ, પીડા કે દુઃખથી યુક્ત છે. ગંગા વગેરે મહાનદીના પ્રવાહના વેગ સમાન તીક્ષ્ણ છે. જેવી રીતે નદીનો પ્રવાહ તેમાં પડેલા તૃણ-કાષ્ઠ વગેરેને લઈ જાય છે, એ પ્રમાણે ચક્ષુ વગેરે આગ્નવો પોતાના પ્રવાહમાં પડેલાને લઈ જાય છે સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે. અકુશળ એટલે પાપ અથવા સામાન્યથી કર્મબંધ. તેને પ્રવેશવાના દ્વારરૂપ છે, દશ પ્રકારના ધર્મરૂપ પુણ્યને નીકળવાના કારરૂપ છે. જીવને છેદનારા, અર્થાત્ જીવ ઉપર અપકાર કરનારા છે. આ પ્રમાણે ચિંતવે. અથવા અવદ્ય એટલે ગહિત. ગર્ણિત છેઃનિંદવા યોગ્ય છે એમ ચિતવે. તદ્યથા ઈત્યાદિથી ઉદાહરણ સહિત આશ્રવોને બતાવે છે
જે સિદ્ધ થાય તે સિદ્ધ. સિદ્ધ એટલે વિદ્યાસિદ્ધ. તે અનેક વિદ્યાબળથી યુક્ત હોવા છતાં પણ આકાશમાં વિચરનાર, શરીર અને સ્વર વગેરે આઠ અંગવાળા(=આઠ પ્રકારવાળા) નિમિત્તને પાર પામનાર(કુશળ) ગાગ્યે ગોત્રવાળો સત્યકી સ્ત્રીઓમાં આસક્તચિત્તવાળો બનીને મૃત્યુ પામ્યો. તથા શબ્દનો પ્રયોગ બીજું ઉદાહરણ જણાવવા માટે છે. યવસ એ હાથીને ચરવા(=ખાવા) યોગ્ય ઘાસવિશેષ છે. પ્રમાથ એટલે ભાંગવું, ચૂર્ણ કરવું, ખાવું, પાણીથી સ્વેચ્છા પ્રમાણે અવગાહ કરવો ( નાહવું કે પાણીમાં પ્રવેશવું.)
મવાહિતિસંપન્ન રૂતિ આદિ શબ્દના ગ્રહણથી સિંહ વગેરે હિંસક જંગલી પ્રાણીઓથી રહિત. આવા પ્રકારના વનમાં વિચરનારા અને મદથી અધિક દુષ્ટ(=ઉન્મત્ત) થયેલા હાથીઓ. સ્તિવન્થીનુ તિ હાથીઓમાં વિકારોને ઉત્પન્ન કરનારી હાથણીઓમાં. જેવી રીતે પ્રૌઢ સ્ત્રીઓ વાજીકરણ અને સ્પર્ધાદિથી અનેક પ્રકારે મનુષ્યોને છેતરે છે, તેવી રીતે હતિબંધકીઓ મૂર્ખ હાથીઓને છેતરે છે.