________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૧૯
‘વિદ્યાચત્' કૃતિ અન્ય પ્રકારે અપવિત્રતાનું પ્રતિપાદન કર્યું છે. ‘અશલ્યપ્રતિજારત્નાવ્’ કૃતિ જેની અપવિત્રતાનો પ્રતિકાર અશક્ય છે તે અશક્ય પ્રતિકાર. જલપ્રક્ષાલન આદિથી અશુચિ દૂર કરવાનો પ્રકા૨ લોકમાં પ્રસિદ્ધ છે. ઉર્તન પ્રસિદ્ધ છે. લોધર (વનસ્પતિ) અને તૂરારસવાળા પદાર્થોથી શ૨ી૨ને ઘસવું તે રૂક્ષણ. જલાદિથી સ્નાન કરવું. ચંદનાદિ અનુલેપન છે, અર્થાત્ ચંદનાદિથી શરીરમાં વિલેપન કરવું તે અનુલેપન. વિશિષ્ટ ગંધવાળા દ્રવ્યોના સમૂહવાળો પદાર્થ ધૂપ છે. પ્રઘર્ષ એટલે શરીરને (વિશિષ્ટ દ્રવ્યોથી) ઘસવું. વાસયુક્તિ એટલે પટવાસ (સુગંધિચૂર્ણ) વગેરે માલ્ય=માળા બનાવવાને યોગ્ય પુષ્પ.
આદિ શબ્દના ગ્રહણથી કપૂર, સુગંધીવાળો તુરુષ્ક(=સુગંધી દ્રવ્યવિશેષ-લોબાન) અને કસ્તૂરીનું ગ્રહણ કરવું. આ વિશિષ્ટ દ્રવ્યોમાંથી પણ આ શરીરના અશુચિપણાને દૂર કરવાનું શક્ય નથી. શાથી ?
અશુધ્યાત્મત્ત્રાર્ અશુચિ જેનો આત્મા=સ્વભાવ છે તે અશુચ્યાત્મક. જેમ અશુચિસ્વરૂપવાળા વિષ્ઠાદિની અશુચિને દૂર કરવાનું અશક્ય છે તેમ શરીરની અશુચિને દૂર કરવાનું અશક્ય છે. શુન્થુપષાતત્વા—તિ તથા શુચિ(દ્રવ્યો)નો ઉપઘાતક હોવાથી શરીર અશુચિ છે. ઉત્તમ કલમી ચોખા, દહીં, ઘી અને દૂધ વગેરે શુચિદ્રવ્યોને પણ પોતાના સંપર્કથી વિનાશ કરીને અપવિત્ર કરે છે. કારણ કે કપૂર-ચંદન-કેસ૨ વગેરે સુગંધી દ્રવ્યોને સંસર્ગ માત્રથી જ અશુચિ કરે છે. આથી તપાસ કરાતું સર્વ પ્રકારનું શરીર જ પરમાર્થથી અશુચિ છે. શરીર અને તેના સંપર્કવાળા થયેલા દ્રવ્યને છોડી બીજી કોઇ પણ વસ્તુ સ્વથી અશુચિ નથી. (શરીર પોતાનાથી જ અશુચિ છે. બીજી કોઇ વસ્તુ પોતાનાથી અશુચિ નથી. બીજી વસ્તુ બીજા કા૨ણોથી અશુચિ થાય પણ પોતાનાથી અશુચિ નથી.)
વં ઘસ્ય ચિન્તયતઃ ઇત્યાદિથી અશુચિત્વભાવનાના ફળને કહે છેનિર્વેદ એટલે અપ્રીતિ, અતિ, ઉદ્વેગ. શરીર ઉપર નિર્વેદને પામેલો જીવ શરીરસંસ્કાર માટે પ્રયત્ન કરતો નથી. જન્મના નાશ માટે જ પ્રવર્તે છે. આ પ્રમાણે અચિત્વભાવના છે.
સૂત્ર-૭